બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:56 AM, 6 June 2026
AI Vaccine : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર ટેક્નોલોજી કે ચેટબોટ સુધી મર્યાદિત નથી રહ્યું. આરોગ્ય ક્ષેત્રમાં પણ AI નવી ક્રાંતિ લાવી રહ્યું છે. બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ AIની મદદથી એવી અનોખી વેક્સિન વિકસાવી છે, જે માત્ર હાલના વાયરસ જ નહીં પરંતુ ભવિષ્યમાં ઊભા થઈ શકે તેવા નવા વાયરસ સામે પણ સુરક્ષા આપી શકે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, આ દુનિયાની પ્રથમ એવી વેક્સિન છે જેના મુખ્ય એન્ટિજન (Antigen)ને સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેનું માનવ પરીક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સૌથી પહેલા જાણીએ શું છે આ નવી ટેક્નોલોજી?
સામાન્ય રીતે વેક્સિન કોઈ ચોક્કસ વાયરસના હાલના સ્વરૂપને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. પરંતુ ઘણા વાયરસ સમયાંતરે પોતાનું સ્વરૂપ બદલી નાખે છે, જેના કારણે જૂની વેક્સિનની અસર ઘટી શકે છે. કોરોના અને ફ્લૂ જેવી બીમારીઓમાં આ સમસ્યા વારંવાર જોવા મળે છે. કેમ્બ્રિજની ટીમે વિવિધ કોરોનાવાયરસના જિનેટિક ડેટાનું વિશ્લેષણ કરીને AIની મદદથી એક ખાસ પ્રકારનું "સુપર-એન્ટિજન" તૈયાર કર્યું છે. આ સુપર-એન્ટિજન શરીરની રોગપ્રતિકારક શક્તિને એવી રીતે તાલીમ આપે છે કે તે સમગ્ર કોરોનાવાયરસ પરિવાર સામે લડવા માટે તૈયાર રહે.
ADVERTISEMENT
કોરોના ઉપરાંત અન્ય વાયરસ સામે પણ આશા
સંશોધકોનું માનવું છે કે, આ ટેક્નોલોજી માત્ર કોવિડના વિવિધ વેરિઅન્ટ્સ સામે જ નહીં, પરંતુ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાઈ શકે તેવા નવા વાયરસ સામે પણ રક્ષણ આપી શકે છે. એટલે કે ભવિષ્યમાં આવનારી મહામારીઓને રોકવામાં આ ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ADVERTISEMENT
AIએ બનાવી દુનિયાની પ્રથમ વેક્સિન!
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 6, 2026
કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ AI ની મદદથી નવી પેઢીની
વેક્સિન તૈયાર કરી, જે કોરોના વેરિઅન્ટ્સ જ નહીં, પણ
ભવિષ્યમાં આવનારી મહામારીઓ સામે પણ રક્ષણ આપશે !#AI #Vaccine #ArtificialIntelligence #CambridgeUniversity #MedicalResearch #Health… pic.twitter.com/pgwoP3yWMt
માનવ પરીક્ષણમાં મળ્યા પ્રારંભિક સકારાત્મક પરિણામો
ADVERTISEMENT
આ નવી વેક્સિનનું પ્રથમ તબક્કાનું પરીક્ષણ 39 સ્વયંસેવકો પર કરવામાં આવ્યું હતું. આ અભ્યાસનો મુખ્ય હેતુ વેક્સિનની સલામતી ચકાસવાનો હતો. ત્યારબાદ લગભગ 200 લોકો પર વધુ વિસ્તૃત અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે, જેથી રોગપ્રતિકારક શક્તિ પર તેની અસરનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકાય. પ્રારંભિક પરિણામો અનુસાર વેક્સિન દ્વારા ઉત્પન્ન થયેલો ઇમ્યુન પ્રતિસાદ મર્યાદિત જોવા મળ્યો છે, છતાં વૈજ્ઞાનિક સમુદાયમાં આ સંશોધનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT
ફ્લૂ અને ઇબોલા માટે પણ થઈ રહ્યું છે સંશોધન
કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટીમ હવે AI આધારિત અન્ય વેક્સિન પર પણ કામ કરી રહી છે. તેમાં એવી ફ્લૂ વેક્સિનનો સમાવેશ થાય છે જેને દર વર્ષે અપડેટ કરવાની જરૂર ન પડે. ઉપરાંત બર્ડ ફ્લૂ (H5N1) અને ઇબોલા જેવા જીવલેણ વાયરસ સામે પણ નવી પેઢીની વેક્સિન વિકસાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ADVERTISEMENT
આરોગ્ય ક્ષેત્રમાં AI બની શકે ‘ગેમ ચેન્જર’
નિષ્ણાતોનું માનવું છે કે, ભવિષ્યમાં AI વેક્સિન સંશોધન અને વિકાસની પ્રક્રિયાને વધુ ઝડપી, સચોટ અને અસરકારક બનાવી શકે છે. જો આ ટેક્નોલોજી સફળ સાબિત થાય તો આગામી વર્ષોમાં મહામારીઓ સામે લડવાની વૈશ્વિક રણનીતિમાં મોટો બદલાવ આવી શકે છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો હવે આ સંશોધનને ભવિષ્યની આરોગ્ય સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોઈ રહ્યા છે. AI અને મેડિકલ સાયન્સનું આ સંયોજન આવનારા સમયમાં લાખો લોકોના જીવન બચાવવામાં મદદરૂપ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.