ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Viral / ફ્લાઈટમાં મુસાફરોએ બોટલોમાં કરવો પડ્યો પેશાબ, કારણ હેરાનીભર્યું

ભારે કરી / ફ્લાઈટમાં મુસાફરોએ બોટલોમાં કરવો પડ્યો પેશાબ, કારણ હેરાનીભર્યું

Published By: Priykant Shrimali

Last Updated: 02:08 PM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Passengers Urinate in Bottles : જ્યારે કોઈપણ ટોઇલેટ ચાલતા ન હતા ત્યારે કેબિન ક્રૂએ મુસાફરોને જણાવ્યું કે, તેઓએ બોટલમાં મૂત્ર ત્યાગ કરવો પડશે અથવા પહેલેથી ભરેલા ટોઇલેટનો ઉપયોગ કરવો પડશે, અને પછી...

ADVERTISEMENT

Passengers Urinate in Bottles : ફ્લાઇટમાં અવાર-નવાર અનેક પ્રકારની ઘટનાઓને લઈ લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે વર્જિન ઓસ્ટ્રેલિયાથી. ગત અઠવાડિયે વર્જિન ઓસ્ટ્રેલિયાની એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં મુસાફરો માટે યાત્રાનો અંતિમ અડધો કલાક ખૂબ જ દુઃખદાયક અને શર્મજનક સાબિત થયો. બાલી (દેનપસાર)થી બ્રિસબેન જઈ રહેલી Boeing 737 Max 8 વિમાનની તમામ ટોઇલેટો બરાબર ન ચાલતા બંધ થઈ ગઈ હતી, જેને કારણે મુસાફરોને બોટલમાં મૂત્ર ત્યાગ કરવાની ફરજ પડી.

મુસાફરો માટે અસહ્ય અને અપમાનજનક સ્થિતિ

ફ્લાઈટના પ્રારંભમાં જ પાછળનું એક ટોઇલેટ મેન્ટેનન્સની પ્રક્રિયામાં બંધ હતું. પરંતુ 6 કલાક લાંબી મુસાફરી દરમિયાન ધીરે ધીરે તમામ ટોઇલેટો ખરાબ થવા લાગ્યા. અંતે જ્યારે કોઈપણ ટોઇલેટ ચાલતા ન હતા ત્યારે કેબિન ક્રૂએ મુસાફરોને જણાવ્યું કે, તેઓએ બોટલમાં મૂત્ર ત્યાગ કરવો પડશે અથવા પહેલેથી ભરેલા ટોઇલેટનો ઉપયોગ કરવો પડશે. મુસાફરોના કહેવા અનુસાર છેલ્લાં ત્રણ કલાક એકઅસહ્ય અને અપમાનજનક સ્થિતિ થી ઓછાં નહોતા. આ તરફ પ્લેનના અંદર મૂત્રની દૂર્ગંધ ફેલાઈ ગઈ હતી અને વાતાવરણ અસહ્ય બની ગયું હતું.

એરલાઈનની માફી અને વળતર

એક મુસાફરે જણાવ્યું કે, એક વડીલ મહિલાને પોતે અટકાવી ન શકતા બધા સામે તેમના કપડાં ભીંજાઈ ગયા, જે તેમને માટે અત્યંત અપમાનજનક હતું." ઘણા મુસાફરો ને દુખાવો અને તકલીફથી કલાકો સુધી બેઠા રહેવું પડ્યું.વર્જિન ઓસ્ટ્રેલિયાએ આ અણનમતી ઘટના માટે માફી માગી છે અને કહ્યું કે, અમે અમારા મહેમાનો પાસેથી દિલથી માફી માંગીએ છીએ અને આ મુશ્કેલ સ્થિતિ દરમિયાન ક્રૂના વ્યવહાર માટે તેમને આભાર માનીએ છીએ. આ તરફ એરલાઈને દરેક અસરગ્રસ્ત મુસાફરને વળતર તરીકે ફ્લાઈટ ક્રેડિટ આપવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો : 'હાથી અને ડ્રેગન વચ્ચે...' PM મોદી સાથેની મુલાકાત બાદ બોલ્યા શી જિનપિંગ

આ ઘટના બાદ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયને આને “મુસાફરો અને ક્રૂ બંને માટે ગંભીર આરોગ્ય જોખમ” ગણાવ્યું છે. વિમાનમાં સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષા અંગે પુનર્વિચાર કરવાની જરૂરિયાત સ્પષ્ટ રીતે સામે આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

toilet closed in flight Virgin Australia Passengers Urinate in Bottles

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ