બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ચાલુ એર શોએ બે લડાકુ વિમાન ધડામ દઇને ટકરાયા, અને જોતજોતામાં તો...!

VIDEO / ચાલુ એર શોએ બે લડાકુ વિમાન ધડામ દઇને ટકરાયા, અને જોતજોતામાં તો...!

Nidhi Panchal

Last Updated: 07:41 AM, 18 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના એક એર શોમાં અચાનક આકાશમાં એવો ભયાનક અકસ્માત સર્જાયો કે લોકોના શ્વાસ અટકી ગયા. બે ફાઇટર જેટ હવામાં અથડાતા જ આગના ગોળા અને કાળા ધુમાડાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો.

અમેરિકાના માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ ખાતે યોજાયેલા એર શો દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એર શો દરમિયાન હવામાં જ બે અમેરિકન EA-18G ગ્રોલર ફાઇટર જેટ એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાના થોડા જ પળોમાં આખું એરબેઝ એલર્ટ પર મુકાઈ ગયું અને તાત્કાલિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. સ્થાનિક લોકો અને એર શો જોવા આવેલા હજારો દર્શકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં આકાશમાં વિમાનોના ટુકડાઓ ઉડતા જોવા મળે છે.

2

ઘટનાની માહિતી

અહેવાલો અનુસાર, આ ઘટના બપોરે લગભગ 12:30 વાગ્યે બની હતી. બંને વિમાનો અમેરિકન સેનાના EA-18G ગ્રોલર ફાઇટર જેટ હતા, જે આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતા અત્યાધુનિક વિમાનો ગણાય છે. આ ફાઇટર જેટ F-18 હોર્નેટનું અદ્યતન સંસ્કરણ માનવામાં આવે છે. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા ઊઠતા જોવા મળ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને જેટ એરબેઝથી લગભગ બે માઇલ દૂર જઈને ક્રેશ થયા હતા.

ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ અકસ્માતનો સૌથી ચોંકાવનારો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એર શો દરમિયાન દાવપેચ કરતી વખતે બંને વિમાનો હવામાં અથડાઈ જાય છે અને ત્યારબાદ તેમના ટુકડાઓ આકાશમાં ફેલાઈ જાય છે. પરંતુ આ ભયાનક દ્રશ્ય વચ્ચે એક મોટી રાહતની ખબર પણ સામે આવી. અથડામણ બાદ થોડા જ સેકન્ડોમાં આકાશમાં ચાર પેરાશૂટ ખુલતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, ચારેય ક્રૂ સભ્યો સમયસર વિમાનમાંથી બહાર નીકળી ગયા હતા અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. અહેવાલો મુજબ, એર શોના ઉદ્ઘોષકે પણ દર્શકોને ખાતરી આપી હતી કે તમામ પાઇલટ્સ સુરક્ષિત રીતે બચી ગયા છે.

ઘટનાની તપાસ માટે વિશેષ ટીમો

માઉન્ટેન હોમ એરફોર્સ બેઝના પ્રવક્તાએ જણાવ્યું કે અકસ્માતની તપાસ માટે વિશેષ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ અકસ્માતના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે. અકસ્માત બાદ રવિવારે યોજાનારી તમામ અન્ય ઇવેન્ટ્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે આ ગનફાઇટર સ્કાઇઝ એર શો આઠ વર્ષ પછી યોજાયો હતો અને આયોજકો છેલ્લા બે વર્ષથી તેની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આ દુર્ઘટનાએ સમગ્ર કાર્યક્રમનો માહોલ બદલાવી નાખ્યો હતો.

આ પણ વાંચો : યુએઈના બરાકાહ પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવતા મોટા ડ્રોન હુમલા બાદ ભીષણ આગ ફાટી નીકળી

આ અકસ્માતે એરબેઝની પહેલાની જૂની દુર્ઘટનાઓની યાદ પણ તાજી કરી દીધી છે. વર્ષ 2018માં અહીં એક હેંગ ગ્લાઇડર પાઇલટનું રનવે પર ક્રેશ થતાં મોત થયું હતું, જ્યારે 2003માં થંડરબર્ડ જેટ ક્રેશ થયું હતું, જોકે તે સમયે પાઇલટ સમયસર બહાર નીકળી ગયો હતો. હાલ સમગ્ર અમેરિકામાં આ ઘટનાને લઈને ચર્ચા ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર લોકો ચારેય પાઇલટ્સના સુરક્ષિત બચાવને ચમત્કાર ગણાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Air Show Crash EA-18G Growler Fighter Jet Collision
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ