ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / 'એવોર્ડ લેવા વિદેશ ગઇ તો...', નોબેલ વિજેતાને ટ્રમ્પના દુશ્મન દેશ તરફથી ધમકી, જુઓ શું કહ્યું
Last Updated: 04:03 PM, 21 November 2025
ADVERTISEMENT
વેનેઝુએલાની જાણીતી વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને આ વર્ષે પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ પુરસ્કાર વિતરણ સમારોહ 10 ડિસેમ્બરે નોર્વેના ઓસ્લો સિટી હોલ ખાતે યોજાશે. મચાડોએ નોબેલ જીત્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી અને જણાવ્યું કે તે પુરસ્કાર સ્વીકારવા માટે ઓસ્લો જશે. પરંતુ આ યાત્રા તેમના માટે જોખમી બની શકે છે, કારણ કે વેનેઝુએલાની સરકાર તેઓને દેશમાં રહેવા મજબૂર કરવા માંગે છે.
ADVERTISEMENT

વેનેઝુએલાના એટર્ની જનરલ તારેક વિલિયમ સાબે ચેતવણી આપી છે કે મચાડો પર ષડયંત્ર, નફરત ફેલાવવી અને આતંકવાદ સંબંધિત અનેક કેસો ચાલી રહ્યા છે. તેમની કાયદાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર કહે છે કે જો તેઓ દેશની બહાર જશે તો તેમને “ભાગેડુ” જાહેર થશે. માહિતી અનુસાર, સાબે સ્પષ્ટ કહ્યું છે કે મચાડો પર ગુનાહિત આરોપો છે અને ન્યાયથી દૂર ભાગવાની કોઈ પણ પ્રયાસને કાનૂની દૃષ્ટિએ ગંભીર માનવામાં આવશે.
ADVERTISEMENT

58 વર્ષીય મચાડો દાવો કરે છે કે તેઓ હાલ વેનેઝુએલામાં છુપાઈને રહે છે. ગયા અઠવાડિયે તેમણે જાહેર કર્યું હતું કે તેઓ એવોર્ડ સમારોહમાં હાજરી આપવા નોર્વે જવાની ઇચ્છા ધરાવે છે. તેમ છતાં, સરકારની સીધી ચેતવણીને કારણે તેઓ દેશ છોડશે કે નહીં તે પ્રશ્ન હજુ અસ્પષ્ટ છે. મચાડો વર્ષોથી વેનેઝુએલામાં લોકશાહી અને માનવ અધિકારો માટે લડી રહી છે, અને સરકારે તેમની ઉપર રાજકીય દબાણ માટે કેસો મૂક્યા હોવાનો તેઓ આક્ષેપ કરે છે.
ADVERTISEMENT

અન્ય એક મોટી વિવાદાસ્પદ બાબત એ છે કે મચાડો અમેરિકાના લશ્કરી પગલા અને કેરેબિયન સમુદ્રમાં યુએસ દળોની તૈનાતીનું સમર્થન કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની સરકાર સામે "ડ્રગ વિરોધી મિશન"ના નામે યુદ્ધ જહાજો, વિમાનવાહક જહાજ અને ફાઇટર જેટ મોકલ્યા છે. માદુરો સરકાર આ પગલાને પોતાના શાસનને પલટવાના પ્રયત્ન તરીકે દોષારેપ કરે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર ડ્રગ કાર્ટેલ ચલાવવાનો આરોપ પણ મૂક્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સાઇન નહીં કરો તો...', ઝેલેન્સ્કીને ટ્રમ્પનું અલ્ટીમેટમ, આપી દીધી જેલભેગાં કરવાની ધમકી
2015 થી વેનેઝુએલા અમેરિકાના કડક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ, કેરેબિયન અને પેસિફિક વિસ્તારમાં અમેરિકાના કથિત ડ્રગ બોટ પરના હુમલામાં 83 થી વધુ લોકો માર્યા ગયા છે, જેને માદુરો સરકારે "ગેરકાયદેસર હત્યાઓ" ગણાવી છે. આ સમગ્ર વિવાદ રાજકીય, આંતરરાષ્ટ્રીય અને માનવ અધિકારના પ્રશ્નો વચ્ચે અટવાયેલો છે. હવે નજરો આ પર જ છે—મારિયા મચાડો નોબેલ પુરસ્કાર લેવા નોર્વે જશે કે પછી સરકારની ધમકી તેમને પોતાના દેશમાં જ અટકાવી રાખશે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો