ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 'સાઇન નહીં કરો તો...', ઝેલેન્સ્કીને ટ્રમ્પનું અલ્ટીમેટમ, આપી દીધી જેલભેગાં કરવાની ધમકી

વિશ્વ / 'સાઇન નહીં કરો તો...', ઝેલેન્સ્કીને ટ્રમ્પનું અલ્ટીમેટમ, આપી દીધી જેલભેગાં કરવાની ધમકી

Published By: Nidhi Panchal

Last Updated: 01:28 PM, 21 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન યુદ્ધના તોફાન વચ્ચે હવે વોશિંગ્ટનમાંથી આવ્યો એક એવો સંદેશ કે જેણે વૈશ્વિક રાજકારણ હચમચાવી દીધું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીધો ઈશારો કર્યો છે—શાંતિ પર હસ્તાક્ષર કરો નહીં તો સત્તા ગુમાવી જેલમાં જવાનું જોખમ સર પર.

ADVERTISEMENT

રશિયા-યુક્રેન યુદ્ધ લંબાતું જાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય સપાટીએ એક મોટું રાજકીય તોફાન ઊભું થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીને સીધી ધમકી આપી છે કે જો તેઓ નિર્ધારિત સમયમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે, તો તેમને સત્તાથી દૂર કરી સીધા જેલમાં મોકલી દેવામાં આવશે. આ ચોંકાવતો સંદેશ વોશિંગ્ટનમાંથી US સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઔપચારિક રીતે ઝેલેન્સ્કીને પહોંચાડવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ પગલાંને કારણે વૈશ્વિક રાજકારણમાં ચિંતા વધી છે કે યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા કડક દબાણની નીતિ અપનાવી રહ્યું છે.

trump-simple

ટ્રમ્પે ઝેલેન્સ્કીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને 27 નવેમ્બર સુધીમાં 28-મુદ્દાની શાંતિ યોજનાને મંજૂરી આપવા પડશે. આ યોજનામાં યુક્રેન-રશિયા યુદ્ધના અંત સાથે યુરોપ-રશિયા-યુક્રેન વચ્ચેના ત્રણ દાયકાના તણાવનો પણ ઉકેલનો દાવો કરાયો છે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે, “અમેરિકા કોઈપણ કિંમતે યુદ્ધ બંધ કરવા માંગે છે અને યુક્રેન પાસે હવે વિકલ્પો નથી.”

Trump-Zelensky-meeting

આ વચ્ચે યુક્રેનમાં આંતરિક રાજકીય દબાણ પણ વધી રહ્યું છે. ઝેલેન્સ્કીના નજીકના બે મંત્રીઓને ગંભીર ભ્રષ્ટાચારના આરોપો સામે આવતા તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી આ આરોપો છે કે ઝેલેન્સ્કીએ આ મંત્રીઓને સુરક્ષિત રાખ્યા હતા. હવે આ ભ્રષ્ટાચાર કૌભાંડની અસર તેમના પર પણ આવી શકે છે અને અમેરિકા આ નબળાઈનો ઉપયોગ દબાણ વધારવા માટે કરી રહ્યું હોવાની ચર્ચા છે.

અમેરિકાની ગુપ્ત શાંતિ યોજનામાં બે મુખ્ય મુદ્દા છે

પ્રથમ, યુદ્ધ પછી યુક્રેનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા મળશે, પરંતુ કેટલીક ખાસ શરતો સાથે. બીજા, યુરોપ અને રશિયા વચ્ચેના લાંબા ગાળાના રાજકીય-સૈન્ય તણાવનો અંત લાવવાનો પ્રયાસ થશે. આ 28-મુદ્દાના કરારમાં રશિયા પર હુમલો ન કરવાનો વચન, નાટોનો વિસ્તાર ન કરવાની પ્રક્રિયા અટકાવવી અને નવા સુરક્ષા માપદંડોની રચના જેવા મુદ્દાઓ સામેલ છે.

vtv app promotion

પરંતુ યુક્રેનનો મુખ્ય વિરોધ વિવાદિત પ્રદેશોને લઈને છે. અમેરિકાની યોજના મુજબ ક્રિમીઆ, ડોનેટ્સ્ક અને લુહાન્સ્કને સત્તાવાર રીતે રશિયાના ભાગરૂપે માન્યતા આપવામાં આવશે, જ્યારે ઝાપોરિઝિયા અને ખેરસન યુક્રેનમાં જ રહેશે અને રશિયા બાકીના કબજા ધરાવતા વિસ્તારોમાંથી પાછું ખેંચાશે. યુક્રેન સ્પષ્ટ કહી ચૂક્યું છે કે તે કોઈપણ કિંમતે આ વિસ્તારો રશિયાને સોંપવા તૈયાર નથી.

આ પણ વાંચો : મેક્સિકોની ફાતિમા બની મિસ યુનિવર્સ 2025, જુઓ ભારતની મનિકા વિશ્વકર્મા કયા ક્રમાંકે

ઝેલેન્સ્કીએ તાજેતરમાં તુર્કીની મુલાકાત લેતા યુદ્ધ સમાપ્ત કરવાની કોશિશો ઝડપાવી છે, પરંતુ અમેરિકાની આ શરતોને લઈને યુક્રેન અસ્વસ્થ છે. હવે 27 નવેમ્બરની સમયમર્યાદા નજીક આવતાં વૈશ્વિક નજર આ નિર્ણાયક ઘટના પર ટકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zelensky Russia-Ukraine war Donald Trump

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ