ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:20 AM, 21 November 2025
ADVERTISEMENT
Miss Universe 2025: મિસ યુનિવર્સ 2025નો ફિનાલે 21 નવેમ્બરના રોજ થાઇલેન્ડના બેંગકોકમાં યોજાયો. આ ફિનાલે ભારતીય સમય મુજબ સવારે 6:30 વાગ્યે શરૂ થયો. અહેવાલો અનુસાર, મિસ મેક્સિકોને મિસ યુનિવર્સનો ખિતાબ મળ્યો છે. ચોથી રનર-અપ કોટ ડી'આઇવોર છે, ત્યારબાદ થાઇલેન્ડ ફર્સ્ટ રનર-અપ, વેનેઝુએલા સેકન્ડ રનર-અપ અને ફિલિપાઇન્સ થર્ડ રનર-અપ રહ્યું.
ADVERTISEMENT
We are so proud of our Top 12! pic.twitter.com/hzErFj4qny
— Miss Universe (@MissUniverse) November 21, 2025
સ્પર્ધામાં ભારતની 22 વર્ષીય મનિકા વિશ્વકર્મા વિવિધ દેશોની 100થી વધુ બ્યુટી ક્વીન્સ સાથે સ્પર્ધા કરી રહી હતી, પરંતુ એવી માહિતી સામે આવી છે કે તે ટોપ 12 માટે ક્વોલિફાય થઈ શકી નથી. મિસ યુનિવર્સ 2025ના ફાઇનલિસ્ટમાં ચિલી, કોલંબિયા, ક્યુબા, ગ્વાડેલુપ, મેક્સિકો, પ્યુર્ટો રિકો, વેનેઝુએલા, ચીન, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, માલ્ટા અને કોટ ડી'આઇવોરની સુંદરીઓ સામેલ થઈ હતી.
ADVERTISEMENT
મિસ યુનિવર્સ 2024 ડેનમાર્કની વિક્ટોરિયા કેજર થેલ્વિગને ગયા વર્ષે 16 નવેમ્બર 2024ના રોજ મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, જે આ ખિતાબ જીતનાર ડેનમાર્કની પ્રથમ મહિલા બની હતી. તેણે મિસ યુનિવર્સ 2025 વિજેતા ફાતિમાને તાજ પહેરાવ્યો.

ADVERTISEMENT
1952માં સ્થપાયેલ મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશન વિશ્વભરની મહિલાઓ માટે એક પ્લેટફોર્મ છે જે સ્પર્ધકોમાં નેતૃત્વ, શિક્ષણ, સામાજિક પ્રભાવ, વિવિધતા અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપે છે. જોકે, આ વર્ષની સ્પર્ધા ગોટાળા અને વિવાદના આરોપોને કારણે ચર્ચામાં રહી. જજ અને સંગીતકાર ઓમર હાર્ફૌચે ફાઇનલના ત્રણ દિવસ પહેલા રાજીનામું આપવાની જાહેરાત કર્યા પછી, મિસ યુનિવર્સના બીજા જજ, ફ્રેન્ચ ફૂટબોલ મેનેજર ક્લાઉડ મેકેલેલેએ પણ રાજીનામું આપી દીધું હતું.
આ પણ વાંચો: સંયુક્ત રાષ્ટ્રની COP30 ક્લાઇમેટ સમિટના સ્થળે લાગી આગ, જીવ બચાવવા ભાગ્યા લોકો
ADVERTISEMENT
ફાતિમા બોશને આ મહિનાની શરૂઆતમાં મિસ યુનિવર્સનો ખિતાબ જીતવા માટે એક મોટા વિવાદનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલો અનુસાર, બે અઠવાડિયા પહેલા મિસ યુનિવર્સની હોસ્ટ નવાત ઇત્સાગ્રીસિલે એક મીટીંગ દરમિયાન જાહેરમાં ટીકા કર્યા પછી ફાતિમા બોશ નાટકીય રીતે બહાર નીકળી ગઈ હતી. લાઇવ સ્ટ્રીમ સેશન દરમિયાન નવાતે તેના માટે 'Dumbhead' શબ્દનો ઉપયોગ કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.