ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:41 AM, 21 November 2025
ADVERTISEMENT
ગુરુવારે બ્રાઝિલના બેલેમમાં ચાલી રહેલા UN COP30 ક્લાઇમેટ કોન્ફરન્સના મુખ્ય સ્થળે આગ લાગી ગઈ. આગ લાગ્યા બાદ ઘટનાસ્થળેથી અફરાતફરી મચી ગઈ, લોકો ભાગતા જોવા મળ્યા. ફાયર બ્રિગેડના ડઝનબંધ વાહનો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ડઝનબંધ એમ્બ્યુલન્સ હજુ પણ ઘટનાસ્થળે છે અને ફાયર એન્જિન સતત પહોંચી રહ્યા છે.
ADVERTISEMENT
A fire erupted in a pavilion in the Blue Zone of COP30 in Belém, Brazil, today, forcing evacuation amid billowing flames. Videos show security whistling for delegates to flee; firefighters swiftly responded. No injuries reported yet—ironic amid climate talks on wildfires. pic.twitter.com/l6YZkJiLkw
— Geopoliti𝕏 Monitor (@GeopolitixM) November 20, 2025
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, "બ્લુ ઝોન"માં બપોરે 2 વાગ્યા (સ્થાનિક સમય) આસપાસ આગ લાગી ગઈ, જ્યાં તમામ મીટિંગ્સ અને વાટાઘાટો થાય છે, જેમાં દેશના પેવેલિયન, મીડિયા સેન્ટર અને તમામ ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિઓના કાર્યાલયો છે. આગના સમાચાર ફેલાતાં જ લોકો બહાર તરફ દોડવા લાગ્યા. યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) સચિવાલયે તાત્કાલિક એડવાઇઝરી જારી કરીને દરેકને સ્થળ ખાલી કરવા વિનંતી કરી.
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું કે, "ધ્યાન આપો: ઝોન Bમાં આગ લાગી છે. કૃપા કરીને સ્થળ તાત્કાલિક ખાલી કરો. સચિવાલય પછીથી વધુ વિગતો પ્રદાન કરશે." ઘટના બાદ, યુએન સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે આગ બુઝાવી દેવામાં આવી છે, પરંતુ તપાસ ચાલુ હોવાથી કોઈને અંદર જવાની અનુમતિ આપવામાં નથી આવી. તેમણે જણાવ્યું કે કે તાત્કાલિક કોઈ જાનહાનિના અહેવાલ નથી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

આગને કારણે હજારો લોકોએ સુરક્ષિત જગ્યાએ ભગવું પડ્યું. કહેવાઈ રહ્યું છે કે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ ઘટનાસ્થળે હાજર હતા અને યુએન ડિપાર્ટમેન્ટ ઓફ સેફ્ટી એન્ડ સિક્યુરિટીની સુરક્ષા ટીમ દ્વારા તાત્કાલિક તેમને બહાર કાઢવામાં આવ્યા.
ADVERTISEMENT
મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે આગ લાગી ત્યારે ભારતના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ભારતીય પ્રતિનિધિમંડળ સાથે બ્લુ ઝોનમાં હાજર હતા, પરંતુ તેઓ અને અન્ય અધિકારીઓ સુરક્ષિત રીતે સ્થળ પરથી બહાર નીકળી ગયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજી ઉઠી પાડોશી દેશની ધરા, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું કે ધુમાડામાં શ્વાસ લેવામાં તકલીફ પડતા તેર લોકોને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી. તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને યોગ્ય તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે. UNFCCCના વાર્ષિક પરિષદ (COP) માટે 190થી વધુ દેશોના પ્રતિનિધિઓ એકઠા થયા છે. COP30 સમિટ 10 થી 21 નવેમ્બર દરમિયાન બ્રાઝિલના બેલેમ શહેર ખાતે યોજાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.