ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ખુલી ગઈ વિશ્વની સૌથી ઊંચી હોટેલ, કુતુબ મિનાર કરતા 5 ગણી હાઈટ, જાણો વિશેષતા

વિશ્વ / ખુલી ગઈ વિશ્વની સૌથી ઊંચી હોટેલ, કુતુબ મિનાર કરતા 5 ગણી હાઈટ, જાણો વિશેષતા

Published By: Nidhi Panchal

Last Updated: 05:30 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે ક્યારેય 377 મીટર ઊંચી હોટેલમાં રહેવાનું સપનું જોયું છે? હવે એ સપનું સાકાર થઈ શકે છે, કારણ કે દુબઈએ બનાવી છે એવી હોટેલ, જે માત્ર ઊંચાઈમાં જ નહીં પરંતુ વૈભવીતામાં પણ રેકોર્ડ તોડશે.

ADVERTISEMENT

દુબઈમાં “Ciel Dubai Marina” નામની આ અદ્ભુત હોટેલ 15 નવેમ્બરે લોકો માટે ખુલવા જઇ રહી છે. 377 મીટર ઊંચી આ ઇમારત કુતુબ મિનાર કરતાં પાંચ ગણું ઊંચી છે અને 82 માળ સુધી ફેલાયેલી છે. આ હોટેલનું નિર્માણ ધ ફર્સ્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે અને તે દુબઈની સતત વધતી વૈભવી હોટેલોની યાદીમાં નવો મોર ઉમેરે છે.

dubai-2

આ હોટેલમાં દરેક રૂમમાંથી પામ જુમેરાહ અને મરિના સ્કાયલાઇનના અદ્ભુત દૃશ્યો દેખાય છે. હોટેલની ડિઝાઇન એવોર્ડ વિજેતા ફર્મ NORR દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં આખું બાંધકામ ચમકતા કાચથી સજ્જ છે.

vtv app promotion

તેના 76મા માળે વિશ્વનો સૌથી ઊંચો ઇન્ફિનિટી પૂલ બનાવાયો છે, જ્યાંથી આખા દુબઈના 360 ડિગ્રી દૃશ્યો માણી શકાય છે. ૮૧મા માળે “તત્તુ સ્કાય લાઉન્જ” વિશ્વનો સૌથી ઊંચો ક્લબ બનશે. બંને સુવિધાઓને કારણે હોટેલ બે Guinness World Records પણ બનાવવા જઈ રહી છે.

રૂમના ભાવે પણ વૈભવી છે – એક રાત્રિ માટેનો પ્રારંભિક ભાવ 1,310 દિરહામ (લગભગ ₹30,000) છે, જ્યારે પ્રીમિયમ સ્યુટનો ભાવ 2,400 દિરહામ (લગભગ ₹56,000) સુધી પહોંચે છે.

આ પણ વાંચો : Video: 'તમારે કેટલી પત્ની છે?' ટ્રમ્પે સવાલ પૂછતા જ વ્હાઇટ હાઉસ હાસ્યથી ગૂંજી ઉઠ્યું

હોટેલનું મુખ્ય આકર્ષણ છે “તત્તુ દુબઈ”, એશિયન ભોજન માટે જાણીતું એક એવોર્ડ વિજેતા રેસ્ટોરન્ટ, જે ટાવરના ટોચના ત્રણ માળ પર ફેલાયેલું છે. અહીં આંતરરાષ્ટ્રીય ભોજનની વિશાળ વિવિધતા પણ મળશે. આ વૈભવી હોટેલનું ઉદઘાટન ત્યારે થઈ રહ્યું છે, જ્યારે દુબઈ સતત તેના પ્રવાસન ક્ષેત્રને વિસ્તારી રહ્યું છે, અને 2024 સુધીમાં 17 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દુબઈની મુલાકાત લેશે એવી ધારણા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ciel Dubai Marina Dubai Tallest Hotel

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ