ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:02 AM, 13 November 2025
ADVERTISEMENT
Donald Trump Video : વ્હાઇટ હાઉસમાં શુક્રવારે બનેલી એક ઐતિહાસિક મુલાકાત હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. વાસ્તવમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સીરિયાના નવા રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરા વચ્ચેની બેઠક રાજદ્વારી દ્રષ્ટિએ તો મહત્વપૂર્ણ હતી જ, પણ એક અનોખા ક્ષણને કારણે પણ લોકોને ખૂબ હસાવી ગઈ.
ADVERTISEMENT
વીડિયોમાં જોવા મળે છે કે ટ્રમ્પ પોતાના “Victory” પરફ્યુમની બોટલ ભેટ આપતાં કહે છે, આ દુનિયાની સૌથી સારી સુગંધ છે. પછી હસતાં કહે છે, આ બીજી બોટલ તમારી પત્ની માટે. તરત જ ટ્રમ્પ પૂછે છે-તમારી કેટલી પત્નીઓ છે... એક? થોડા આશ્ચર્યભર્યા અભિવ્યક્તિ સાથે અલ-શરા જવાબ આપે છે, એક. ટ્રમ્પ તરત જ મજાકના અંદાજમાં કહે છે, તમારી સાથે તો ક્યારેય ખબર નહીં પડે! અને આખું વ્હાઇટ હાઉસ હાસ્યથી ગૂંજી ઉઠે છે.
‘How many wives? One?’ Trump asks Syria’s new leader in White House — video
— RT (@RT_com) November 12, 2025
Trump gifted Al-Shaar perfume and went on to SPRAY him with it
‘This is the best fragrance! And the other one is for your wife’
Al-Sharaa assured Trump he only has one wife. Vibe check passed, too pic.twitter.com/SAjO6Vc8GH
ADVERTISEMENT
અશક્ય લાગતી મુલાકાત હવે વાસ્તવિકતા
1946માં ફ્રાન્સથી સ્વતંત્રતા મેળવ્યા પછી સીરિયાના કોઈ પણ વડાએ અમેરિકાની સત્તાવાર મુલાકાત લીધી નહોતી. પરંતુ આ વખતે 43 વર્ષીય અહેમદ અલ-શરા જે એક સમયે અલ-કાયદા સાથે જોડાયેલા હતા અને જેઓના માથા પર અમેરિકાએ $10 મિલિયનનું ઇનામ જાહેર કર્યું હતું, તેઓનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત થયું. રાજનીતિક વિશ્લેષકોના મતે આ મુલાકાત મધ્યપૂર્વમાં બદલાતી પરિસ્થિતિ અને નવી રાજદ્વારી દિશાનો સંકેત છે.
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બેઠક બાદ જણાવ્યું કે, મારો અલ-શરા સાથે સારો સંબંધ છે. મને વિશ્વાસ છે કે તે સીરિયાને નવા માર્ગ પર લઇ જશે.

ADVERTISEMENT
પ્રાચીન ભેટો અને નવો સહકાર
અલ-શરાએ ટ્રમ્પને સીરિયાની પ્રાચીન સંસ્કૃતિ દર્શાવતી કેટલીક અનમોલ પ્રતિકૃતિઓ ભેટ આપી-જેમાં ઇતિહાસનું પ્રથમ મૂળાક્ષર, પ્રથમ સીલ, પ્રથમ સંગીત નોંધ, અને પ્રથમ કસ્ટમ ટેરિફનો સમાવેશ હતો. બંને દેશોના નેતાઓએ બેઠક દરમિયાન દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અને ISIS સામેની લડાઈમાં સહકાર વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. અલ-શરાએ જણાવ્યું કે તેમની સરકાર અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં જોડાશે અને પ્રાદેશિક શાંતિ સ્થાપનામાં યોગદાન આપશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : US ટેરિફને પહોંચી વળવા કેન્દ્રનો માસ્ટર પ્લાન તૈયાર, લીધો મોટો નિર્ણય
નોંધનીય છે કે, ગયા વર્ષના ડિસેમ્બરમાં અલ-શરાના નેતૃત્વ હેઠળના સુન્ની બળવાખોર સંગઠન હયાત તહરીર અલ-શામ (HTS)એ લાંબા સમયથી સત્તા પર કાબિઝ રહેલા બશર અલ-અસદને સત્તા પરથી હટાવ્યો હતો. અસદ સરકાર પર માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો લાગ્યા હતા જેના કારણે અમેરિકાએ સીરિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા. અલ-શરા હવે તે પ્રતિબંધો હટાવવા માટે કામ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો