ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / પાકિસ્તાનનો વધુ એક દાવો પોકળ, દસોલ્ટે બધાની સામે ખોલી નાખી પોલ

ખુલાસો / પાકિસ્તાનનો વધુ એક દાવો પોકળ, દસોલ્ટે બધાની સામે ખોલી નાખી પોલ

Published By: Nidhi Panchal

Last Updated: 10:49 AM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાંસની દસોલ્ટ એવિએશનના સીઈઓ એરિક ટ્રેપિયરે ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલ વિમાન તોડી પાડવાના દાવાઓ પર સ્પષ્ટતા કરી છે. તેમણે પાકિસ્તાનના દાવાઓને ખોટા ગણાવી રાફેલની ક્ષમતાઓને અનોખી ગણાવી છે.

ADVERTISEMENT

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના ખોટા દાવાઓ રોજે રોજ ખુલ્લા પડી રહ્યા છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે લશ્કરી કાર્યવાહી દરમિયાન તેણે ભારતના બે રાફેલ ફાઇટર જેટ તોડી પાડ્યા છે. પરંતુ ફ્રેન્ચ એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશનના ચેરમેન અને CEO એરિક ટ્રેપિયરે પાકિસ્તાનના આ દાવાને સંપૂર્ણપણે ખોટો જાહેર કર્યો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન એરિક ટ્રેપિયરે જણાવ્યું કે ત્રણ રાફેલ વિમાનો તોડી પાડવાનો પાકિસ્તાનનો દાવો એકદમ અસત્ય છે. તેમણે કહ્યું કે ભારત તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી, તેથી ઘટનાની સંપૂર્ણ પરિસ્થિતિઓ હજુ સ્પષ્ટ નથી થઈ.

CEO

એરિક ટ્રેપિયરે રાફેલની તાકાત વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે રાફેલને વિશ્વના શ્રેષ્ઠ મલ્ટી-રોલ ફાઇટર જેટ્સમાં એક ગણાવ્યો. એરિકે સ્પષ્ટ કહ્યું કે રાફેલ F-35 અને ચીનના ફાઇટર જેટ્સ કરતાં વધુ શક્તિશાળી છે. એવામાં પાકિસ્તાનના ખોટા દાવા પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે યુદ્ધમાં ફાઇટર જેટનો ઉદ્દેશ્ય શૂન્ય નુકસાન કરવાનો નથી હોતો પણ યુદ્ધના લક્ષ્યને સિદ્ધ કરવાનું હોય છે. એરિકે ઉદાહરણ આપ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં પણ મિત્ર દેશોએ સૈનિકો ગુમાવ્યા હતા, પણ એનો અર્થ એ નથી કે તેઓ યુદ્ધ હારી ગયા.

rafale-deal-dassault-aviati.jpg

રાફેલના લક્ષણો જણાવતા એરિકે કહ્યું કે આ ફાઇટર જેટ હવામાંથી હવામાં, હવામાંથી જમીન પર હુમલા, પરમાણુ હુમલા અને સમુદ્રમાં એરક્રાફ્ટ કેરિયર્સ પરથી કામગીરી કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે રાફેલની સર્વગ્રાહિતા એટલે કે દરેક પ્રકારના મિશન કરવા સક્ષમ હોવું એ તેની તાકાત ગણાવી.

app promo5

આ પણ વાંચો : જીવતા સળગાવ્યા, ગોળી મારીને કરી હત્યા, 100 લોકોના મોતની હચમચાવી નાખે તેવી ઘટના

ભારત તરફથી રાફેલ અંગે મોટા ઓર્ડરો પણ આપવામાં આવ્યા છે. 2016માં ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઇટર જેટ્સ ખરીદ્યા હતા. થોડા મહિનાઓ પહેલા ભારત સરકારે ફરીથી ફ્રાન્સ સાથે 63 હજાર કરોડ રૂપિયાના સોદામાં 26 રાફેલ-એમ ફાઇટર પ્લેન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ વિમાનોની ડિલિવરી 2019ના અંતથી શરૂ કરી હતી અને તેનું સંચાલન INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય જેવા એરક્રાફ્ટ કેરિયર્સ પરથી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Eric Trappier Dassault Aviation CEO Rafale fighter jet

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ