ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:17 AM, 15 June 2025
ADVERTISEMENT
નાઇજીરીયાના મધ્ય ભાગમાં આવેલા બેનુ રાજ્યના યેલેવાટા ગામમાં એક ભયાનક ઘટના બની છે. શુક્રવાર રાત્રે શરૂ થયેલો હુમલો શનિવારની વહેલી સવાર સુધી ચાલ્યો હતો. બંદૂકધારીઓએ ગામ પર હુમલો કરીને ઓછામાં ઓછા 100 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘણા લોકો હજુ ખોવાયેલા છે અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નાઇજીરીયાએ આ ઘટના અંગે માહિતી આપી છે અને જણાવ્યું છે કે ઘાયલોને પૂરતી તબીબી સહાય પણ મળતી નથી. હિંસક હુમલાખોરોએ અનેક પરિવારોને તેમના ઘરમાં બંધ કરી રાખ્યા અને જીવતા સળગાવી દીધા હોવાની ખબર છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ગામમાં આ એક માત્ર ઘટના નથી. બેનુ રાજ્યમાં આવા હુમલાઓ સતત વધી રહ્યા છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા પ્રમાણે આ હુમલાઓ માટે જવાબદાર બંદૂકધારીઓ પર કોઈ સજા થતી નથી અને તેથી તેઓ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ હિંસાના કારણે મોટા પાયે લોકો ઘર છોડવા મજબૂર થયા છે અને ખાસ કરીને ખેડૂતો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. પરિણામે ખાદ્ય સુરક્ષા પર પણ ગંભીર ખતરો ઊભો થયો છે.

ADVERTISEMENT
બેનુ રાજ્ય નાઇજીરીયાના મધ્ય પટ્ટામાં આવેલું છે, જ્યાં ઉત્તર તરફ મુસ્લિમ બહુમતી છે અને દક્ષિણ તરફ ખ્રિસ્તી બહુમતી વસે છે. આ વિસ્તારમાં જમીનના હક અંગે વર્ષોથી પશુપાલકો અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. પશુપાલકો પોતાના પશુઓ માટે ઘાસચારો શોધે છે જ્યારે ખેડૂતો ખેતી માટે જમીન ઇચ્છે છે. જમીનના ઉપયોગ અંગેનો આ વિવાદ ઘણીવાર હિંસક અથડામણમાં ફેરવાઈ જાય છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : શું હોય છે ચિકન ગન ટેસ્ટ? વિમાનના એન્જિનના માટે શા માટે થાય છે મરઘાનો ઉપયોગ? જાણો વિગતો
ADVERTISEMENT
આ ઉપરાંત, ગયા મહિને પણ બેનુ રાજ્યના ગ્વેર વેસ્ટ જિલ્લામાં એવું જ એક હિંસક હુમલો થયો હતો જેમાં શંકાસ્પદ પશુપાલકોએ ઓછામાં ઓછા 42 લોકોને મારી નાખ્યા હતા. સંશોધન સંસ્થા SBM ઇન્ટેલિજન્સના આંકડા જણાવે છે કે 2019થી અત્યાર સુધીમાં આવા હિંસક સંઘર્ષોમાં 500થી વધુ લોકોનો જીવ ગયો છે અને લગભગ 22 લાખ લોકો પોતાનો વતન છોડીને સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT