ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / PM મોદીના પ્રવાસ પહેલા કેનેડામાં લેવાયા એક્શન, મેગા ઓપરેશન શરૂ, હવે આ લોકોનું આવી બન્યું!

એલર્ટ / PM મોદીના પ્રવાસ પહેલા કેનેડામાં લેવાયા એક્શન, મેગા ઓપરેશન શરૂ, હવે આ લોકોનું આવી બન્યું!

Published By: Nidhi Panchal

Last Updated: 12:49 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે G7 સમિટમાં ભાગ લેવા કેનેડા જઈ રહ્યા છે. તેમની મુલાકાતના પહેલા, કેનેડામાં ખાલિસ્તાની તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

PM નરેન્દ્ર મોદી જલ્દી જ કેનેડાના કનાનાસ્કિસ શહેરમાં યોજાનારી G7 સમિટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેમની આ મુલાકાતના પહેલા જ કેનેડાની સરકાર અને પોલીસ દ્વારા ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ ખાલિસ્તાની તત્વો વિરુદ્ધ મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 'પ્રોજેક્ટ પેલિકન' નામના ઓપરેશન હેઠળ કેનેડિયન પોલીસએ એક મોટા ડ્રગ અને આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં ખાલિસ્તાન સમર્થકો સાથે શંકાસ્પદ જોડાણ જોવા મળ્યું છે.

PM-modi-canada

આ ઓપરેશન અંતર્ગત કેનેડામાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ જપ્તી કરવામાં આવી છે, જેમાં 479 કિલોગ્રામ કોકેન મળી આવી છે, જેની કિંમત અંદાજે 47.9 મિલિયન ડોલર છે. આ મામલે કેનેડામાં રહેતા 7 ભારતીય મૂળના લોકો સહિત કુલ 9 લોકોને ધરપકડ કરવામાં આવ્યા છે. આ લોકોના નામ છે સાજીથ યોગેન્દ્રરાજા (31), મનપ્રીત સિંહ (44), ફિલિપ ટેપ (39), અરવિંદર પોવાર (29), કરમજીત સિંહ (36), ગુરતેજ સિંહ (36), સરતાજ સિંહ (27), શિવ ઓમકાર સિંહ (31) અને હાઓ ટોમી હુઈન્હ (27).

pm-modi-simple-1

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ગુનાખોર જૂથ અમેરિકા અને કેનેડા વચ્ચેના વાણિજ્યિક ટ્રકિંગ રૂટનો ઉપયોગ કરતા હતા અને તેને મેક્સીકન ડ્રગ કાર્ટેલ તથા અમેરિકન વિતરકો સાથે સંબંધ હતા. એવું પણ કહેવામાં આવે છે કે ડ્રગમાંથી મળેલા પૈસા ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ જેમ કે વિરોધ પ્રદર્શન, હથિયાર ખરીદી અને લોકમંતવ્ય પેદા કરવા માટે વપરાતા હતા. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે પાકિસ્તાનની ISI પણ આ નેટવર્ક પાછળ છે અને તે ખાલિસ્તાની જૂથોનો ઉપયોગ કરીને કોકેન તથા હેરોઈનની તસ્કરી કરી રહી છે.

app promo6

આ જ સમયે, PM મોદીની કેનેડા મુલાકાત પણ ખૂબ મહત્વની બની રહ્યે છે. તેમણે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ બાદ સમિટમાં હાજરી આપવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર PM મોદીએ કાર્નીને તાજેતરની ચૂંટણી જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને આમંત્રણ માટે આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત અને કેનેડા બંને લોકશાહી દેશો છે અને નવા ઉદ્દેશો સાથે મળીને કામ કરશે.

આ પણ વાંચો : હવે અમેરિકાની સિટીઝનશિપ પાક્કી, બસ આટલા રૂપિયા ચૂકવો અને ટ્રમ્પ પોતે બનાવશે અમેરિકન નાગરિક

અપેક્ષા રાખવામાં આવી રહી છે કે G7 સમિટ દરમિયાન PM મોદી અને કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે, જેમાં ખાલિસ્તાન મુદ્દો કેન્દ્રસ્થાને રહી શકે છે. ભારત તરફથી ખાલિસ્તાની તત્વો વિરુદ્ધ કાર્યવાહી ઝડપી કરવાની માગ કરી શકાય છે. નોંધનીય છે કે જસ્ટિન ટ્રુડોના સમયગાળામાં કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ વધુ જોવા મળી હતી અને તેમના તરફથી ભારત પર ગંભીર આરોપો પણ મૂકવામાં આવ્યા હતા, જે કારણે બંને દેશો વચ્ચે તાણ વધ્યો હતો. હવે કાર્નીની નવી સરકારથી ભારતને વધુ સહયોગની આશા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Canada visit G7 Summit 2025 Khalistan crackdown

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ