ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / કોણ કરાવ્યો દિલ્હીમાં બ્લાસ્ટ? પાકિસ્તાની પત્રકારે કર્યો સનસનીખેજ દાવો, બહુ બદનામ છે નામ

વિશ્વ / કોણ કરાવ્યો દિલ્હીમાં બ્લાસ્ટ? પાકિસ્તાની પત્રકારે કર્યો સનસનીખેજ દાવો, બહુ બદનામ છે નામ

Published By: Nidhi Panchal

Last Updated: 12:30 PM, 16 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લીના વિસ્ફોટ પછી સામે આવેલો પાંચ મહિના જૂનો પાકિસ્તાની વીડિયો હવે અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. શું પાકિસ્તાન પહેલાથી જાણતું હતું કે ભારતમાં આતંકવાદી હુમલાઓ થવાના છે?

ADVERTISEMENT

પાકિસ્તાન વર્ષોથી દુનિયાને આ વાત સમજાવવા પ્રયત્ન કરતું આવ્યું છે કે તે પોતે આતંકવાદનો ભોગ છે, પરંતુ હકીકત કંઈક બીજી જ છે. પાકિસ્તાનની સરકારથી લઈને સૈન્ય અને ત્યાંનાં પત્રકારો સુધી દરેક જાણે છે કે દેશ વર્ષોથી પ્રોક્સી યુદ્ધો લડતો આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ દાવો હવે ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર પણ થઇ રહ્યો છે. દિલ્લીમાં 10 નવેમ્બરના રોજ થયેલા વિસ્ફોટ પછી 11 નવેમ્બરે પાકિસ્તાનમાં પણ આવો જ વિસ્ફોટ થયો, જેના કારણે ઘણા સુરક્ષા નિષ્ણાતો માને છે કે પાકિસ્તાન પહેલાથી જ પોતાની હરકતોને છુપાવવા માટે પ્લાન બનાવી ચૂક્યું હતું.

pakistan

ભારતીય તપાસ એજન્સીઓદ્વારા દિલ્લી બ્લાસ્ટની તપાસ ચાલી રહી છે, ત્યારે એક જૂનો વીડિયો ફરી સામે આવ્યો છે, જે પાકિસ્તાનના દાવાઓની પોલખોલ કરે છે. આ વીડિયો મે 2025નો છે અને તેમાં પાકિસ્તાની વરિષ્ઠ પત્રકાર જાવેદ ચૌધરી ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભારતમાં આતંકવાદી હુમલાઓ થવાના છે. નોંધનીય વાત એ છે કે જાવેદ ચૌધરીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ખૂબ નજીકના માનવામાં આવે છે. તેમના નિવેદનો માત્ર વ્યક્તિગત અભિપ્રાય નથી ગણાતા, પરંતુ ઘણા વાર તેમને ISIની લાઇન બોલતા તરીકે જોવામાં આવે છે.

vtv app promotion

"ઓપરેશન સિંદૂર" ની આપી જાણકારી

જાવેદ ચૌધરી વીડિયોમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે "ઓપરેશન સિંદૂર" દરમિયાન પાકિસ્તાની આતંકીઓના મોત પછી મૌલાના મસૂદ અઝહરને બદલો લેવા છૂટ આપવામાં આવી છે. તે કહે છે કે મસૂદ અઝહર પોતાના સ્લીપર સેલને ભારતમાં સક્રિય કરી દેશે અને હુમલાઓ કરાવશે. આ વીડિયો એ સમયનો છે જ્યારે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે જાવેદ ચૌધરી સ્પષ્ટ કહી રહ્યા છે કે પાકિસ્તાન ફરીથી મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જેવા આતંકવાદીઓને ઉપયોગમાં લેવા તૈયાર છે.

આતંકવાદીઓને ફરી છૂટછાટ

જાવેદ વીડિયોમાં કહે છે કે મસૂદ અઝહર એ એવી વ્યક્તિ છે જેને ભારત સૌથી વધુ ડરે છે, કારણ કે તેના ફિદાયીન આતંકવાદીઓ આત્મઘાતી હુમલાઓ માટે જાણીતા છે. તેમના અનુસાર, મસૂદ અઝહરે જાહેરમાં કહ્યું હતું કે હવે તેને બદલો લેવાનો અધિકાર છે. આ નિવેદન એ સાબિત કરે છે કે પાકિસ્તાનમાં આવા આતંકવાદીઓને ફરી છૂટછાટ મળી રહી છે. તેઓ કહે છે કે લાંબા સમય સુધી પાકિસ્તાને મસૂદ અઝહર અને હાફિઝ સઈદના નેટવર્ક પર પ્રતિબંધ મૂકી રાખ્યો હતો, પરંતુ હવે તેમને ફરી હુમલા કરવા માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમેરિકાના પડોશી દેશમાં Gen Zનું ભીષણ પ્રદર્શન, મેયરની હત્યા બાદ હજારો લોકો સરકાર સામે રસ્તા પર

આ વીડિયો અને તાજા હુમલા વચ્ચે ઉભા થતા સવાલો હવે વધુ ગંભીર બન્યા છે. ભારતની સુરક્ષા એજન્સીઓ માનતી હોઈ શેકે આ હુમલાઓ કોઈ ઓછી યોજનાનો ભાગ ન હતા, પણ લાંબા સમયથી તૈયાર કરાઈેલી સાજિશનો પરિણામ હતા. પાકિસ્તાન પોતે ભોગ બતાવતું હોય, પરંતુ આ વીડિયો સાબિત કરે છે કે તે આતંકવાદનો પોષક છે, ભોગ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Terrorism Delhi Blast Pakistan

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ