ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અમેરિકાના પડોશી દેશમાં Gen Zનું ભીષણ પ્રદર્શન, મેયરની હત્યા બાદ હજારો લોકો સરકાર સામે રસ્તા પર

વિશ્વ / અમેરિકાના પડોશી દેશમાં Gen Zનું ભીષણ પ્રદર્શન, મેયરની હત્યા બાદ હજારો લોકો સરકાર સામે રસ્તા પર

Published By: Nidhi Panchal

Last Updated: 10:46 AM, 16 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેક્સિકોના રસ્તાઓ પર આ વખતે માત્ર પ્રદર્શન નહીં, પરંતુ એક ઉકળતો ગુસ્સો જોવા મળ્યો — એવો ગુસ્સો, જેને યુવાનો હવે દબાવી રાખવા તૈયાર નથી. કોઈને ખબર ન હતી કે એક મેયરની હત્યા આખા દેશના યુવાનોને આટલા મોટા સ્તરે સરકાર સામે ઉભા કરી દેશે.

ADVERTISEMENT

મેક્સિકામાં સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે, જેમાં ખાસ કરીને Gen Z તરીકે ઓળખાતા યુવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજધાની મેક્સિકો સિટીના મુખ્ય માર્ગો પર હજારો લોકો એકત્ર થયા અને રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમની સરકાર સામે ગુના, ભ્રષ્ટાચાર અને વધતા સરકારી દમન અંગે કડક અવાજ ઉઠાવ્યો.

mexico-2

માહિતી મુજબ, આ પ્રદર્શનોનું સૌથી મોટું કારણ મેક્સિકોના મેયર કાર્લોસ માન્ઝોની હત્યા છે. માન્ઝો લાંબા સમયથી ડ્રગ તસ્કરો અને ગુનાહિત કાર્ટેલ્સ સામે અભિયાન ચલાવતા હતા. તાજેતરમાં તેમની ડ્રગ તસ્કરોએ હત્યા કરી, જેનાથી આખા દેશના યુવાનોમાં આક્રોશ ફેલાયો. યુવાનોને લાગે છે કે જો ડ્રગ કાર્ટેલ્સ સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિ પણ સુરક્ષિત નથી, તો સામાન્ય લોકોની સુરક્ષા કેવી રીતે રહે?

ગુનાઓના દોષીઓને ઘણી વખત સજા નથી મળતી

રેલીમાં સામેલ અનેક યુવાનોએ વધતા ગુનાઓ, ભ્રષ્ટાચાર અને ગુનાહિત ગેંગ્સને સજા ન મળવાની સમસ્યાઓને લઈને પોતાની ઊંડી નિરાશા વ્યક્ત કરી. તેઓ કહે છે કે ન્યાય પ્રણાલી એટલી ધીમી અને અકાર્યક્ષમ છે, કે હિંસક ગુનાઓના દોષીઓને ઘણી વખત સજા મળતી જ નથી. પ્રદર્શનનું નેતૃત્વ મુખ્યત્વે Gen Z યુવા જૂથો કરી રહ્યા છે, જેને મેક્સિકોના કેટલાક વિપક્ષી પક્ષો પણ ટેકો આપી રહ્યા છે. યુવાનોનું કહેવું છે કે સરકાર ગુનાખોરી ઘટાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને લોકોનું જીવન જોખમમાં છે.

mexico-3

બીજી તરફ, રાષ્ટ્રપતિ શેનબૌમે આ પ્રદર્શનને રાજકીય ગણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, જમણેરી પક્ષો વિરોધને ભડકાવી રહ્યા છે જેથી સરકારને અસ્થિર કરી શકાય. તેમણે તો એ પણ દાવો કર્યો કે સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી કેટલાક ઝુંબેશો નકલી એકાઉન્ટ્સ (બોટ્સ) દ્વારા ફેલાવવામાં આવી રહી છે.

vtv app promotion

પ્રદર્શન દરમિયાન અનેક સ્થળોએ પરિસ્થિતિ તંગ બની. કેટલાક વિસ્તારોમાં પોલીસએ ભીડને વિખેરવા ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. વિરોધીઓએ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન — રાષ્ટ્રીય મહેલની બહાર લગાવવામાં આવેલા સુરક્ષા અવરોધોને નુકસાન પણ પહોંચાડ્યું. જોકે, ભારે સુરક્ષા હોવા છતાં, યુવાનો પાછા હટ્યા નહીં અને ભ્રષ્ટાચાર તેમજ હિંસા સામે સતત સૂત્રોચ્ચાર કરતા રહ્યા.

આ પણ વાંચો : ભારતની પડોશમાં જ મળી 1000 ટન સોનાની ખાણ, પહાડો જેટલાં ઊંચા ઊંચા ઢગલા દેખાયા

આંદોલન કેટલું આગળ વધશે, સરકાર કેટલું દબાણ સહન કરશે અને શું યુવાનોની માંગણીઓ સાંભળી કોઇ ફેરફાર થશે—આ બધા પ્રશ્નો હજી અધૂરા છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે મેક્સિકાની યુવા પેઢી હવે ચૂપ રહેવા તૈયાર નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mexico protests Gen Z revolt Claudia Sheinbaum

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ