બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:49 PM, 7 May 2025
કરાચીમાંથી દેશી જુગાડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે, જોતા જ નેટીઝન્સ કહે છે કે આવો નજારો તો ફક્ત પાકિસ્તાનમાં જ જોઈ શકાય. આ વીડિયો એક અનોખી ડિઝાઇનવાળી કારનો છે, જેમાં કારનો પાછળનો ભાગ કાપીને તેના પર જાળી લગાવવામાં આવી છે. આ જ નહીં, તે ભાગમાં ત્રણ બાળકાઓ બેસેલા જોવા મળે છે.
ADVERTISEMENT
પાકિસ્તાનનો જુગાડ
પાકિસ્તાનના આ જુગાડને જોઈને લોકો ભડકી ગયા છે અને તેને બાળકો માટે જોખમભર્યું ગણાવ્યું છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક અનોખી રીતે મોડિફાય કરેલી કાર ઝડપથી આગળ વધી રહી છે. કારના માલિકે કારનો પાછળનો ભાગ કાપીને તેમાં જાળી લગાવી છે અને આ જગ્યા પોતાનાં બાળકોને બેસાડવા માટે વાપરી છે. દૂરથી જોતા એવું લાગે છે જાણે બાળકો પિંજરામાં કેદ હોય.
ADVERTISEMENT
આ વિડિઓ પાછળની કારના ડ્રાઇવરે રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં વ્યક્તિ કહે છે: "ચેક કરો ભાઈ! આ નજારો કરાચીનો છે. બાળકોને પિંજરામાં પૂર્યા છે ભાઇ!"
ADVERTISEMENT
વીડિયોમાં આવેલી કમેન્ટ્સ
ADVERTISEMENT
મોટાભાગના યુઝર્સ આ ક્લિપ જોઈને ગુસ્સે થઈ ગયા છે અને પોતાની પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કર્યું: "જહાલતની હદ છે આ તો!" બીજા યુઝરે લખ્યું: "એવા માતા-પિતાને સીધા જેલમાં મોકલવા જોઈએ." અન્ય એક યુઝરે કહ્યું: "જો પાછળથી કોઈ ગાડી અથડાય તો બાળકોનુ શું થશે એ વિચારીને જ કંપારી છૂટી જાય છે." અન્ય યૂઝરે લખ્યું: "આ કિસ્સો કોઈ પણ ખૂણેથી ફની નથી લાગતો. એક ભૂલ અને બધું પૂરુ."
ADVERTISEMENT
આ વીડિયો ઇન્સ્ટાગ્રામના driveclub.pk નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં સૈંકડો લાઇક્સ અને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. યુઝરે મજાકભર્યા અંદાજમાં કેપ્શન લખ્યું છે – “ટેકનોલોજિયા.”

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.