બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ‘સાલા મોક ડ્રીલ બોલ કે રિયલ એટેક કર દિયા...', ભારતે એર સ્ટ્રાઈક કરતા જ સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપૂર
Last Updated: 07:19 PM, 7 May 2025
પહેલગામમાં થયેલા આતંકી હુમલાને કારણે દેશમાં રોષનો માહોલ હતો. દરેક વ્યક્તિ ભારતીય સેના તરફથી જવાબી પગલાની રાહ જોઈ રહ્યો હતો. હવે આ રાહ પૂરી થઈ ગઈ છે અને સેના દ્વારા પાકિસ્તાનને એક જ રાત્રે ઊંડો ધક્કો આપવામાં આવ્યો છે. પાકિસ્તાન આ હુમલાની સામે કંઈ બોલી ન શક્યું. આવા તાત્કાલિક હુમલાના પગલે X (ટ્વિટર) પર ઘણાં મીમ્સ ખુબજ વાયરલ થયા છે.
ADVERTISEMENT
સોલ્જર
ફિલ્મ ‘સોલ્જર’ના એક સીનમાં બૉબી દેઓલના જમણા હાથ પર પ્લાસ્ટર બંધાયેલું દેખાય છે, પરંતુ એ જ હાથ પાછળથી કાઢીને ગોળી ચલાવે છે. આ મીમમાં બતાવાયું છે કે ભારતે પાકિસ્તાન સામે જે મૉક ડ્રિલ બતાવી તે ફક્ત નકલી હાથ (પ્લાસ્ટર) જેવું હતું, જ્યારે અસલી હાથથી સીધી સ્ટ્રાઇક કરી નાખી.
ADVERTISEMENT
Bobby Deol's hand suddenly became SunnyDeol#OperationSindoor #mockdrills pic.twitter.com/zzZ2PMX8VN
— Pradeep (@pradeepseeks) May 7, 2025
એક ચુટકી સિંદૂરની કીમત
ADVERTISEMENT
ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો ‘એક ચુટકી સિંદૂરની કીમત તું શું જાણે રમેશ બાબુ’ ડાયલોગ તો દરેકને યાદ હશે. પહેલગામમાં થયેલા હુમલા દરમિયાન મહિલાઓના સુહાગ માટે સરકારને બદલો લેવાની માંગ કરવામાં આવી હતી. જેના પરિણામે ભારતીય સેના દ્વારા આ મિશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું. આ મીમમાં પાકિસ્તાનને એક ચુટકી સિંદૂરની કિંમત સમજાવવાની વાત દર્શાવવામાં આવી છે.
Sindoor say Tandoor tuk ka safar #OperationSindoor #PakistanZindabad #DGISPR #IndiaPakistanWar pic.twitter.com/q5tRUsPdsU
— Usama ki Memes (@Usamakimemes1) May 7, 2025
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂર
એક મીમમાં બતાવ્યું છે કે એક છોકરો કોઈને બાંધીને રાખે છે અને મૉક ડ્રિલ બતાવવામાં આવે છે. જ્યારે તેનાથી પડદો ઉઠાવવામાં આવે છે ત્યારે તેમાં ‘ઓપરેશન સિંદૂર’ બહાર આવે છે.
ADVERTISEMENT
So Sad 😂😂#OperationSindoor pic.twitter.com/kuugXMW3yK
— 11/175 పులివెందుల పులి 🚩 (@PoliticalEagles) May 7, 2025
પાકિસ્તાનને સીધી ડ્રિલ
ADVERTISEMENT
બીજા મીમમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે. જેમાં વડાપ્રધાન મોદી અમિત શાહ તરફ ઇશારો કરીને કહે છે કે "મૉક ડ્રિલના નામે પાકિસ્તાનને સીધી ડ્રિલ (હમલો) કરી નાખીએ."
Meme of the year 😂😂😂#OperarionSindoor pic.twitter.com/tajuRe5fEM
— 𝑰𝒏𝒅𝒊𝒂𝒏 𝑫𝒊𝒗𝒂 (@itsDivasChoice) May 7, 2025
વધુ વાંચો: VIDEO: જંગની સ્થિતિમાં કેવી રીતે રહેવું સુરક્ષિત, દિશા પટનીની બહેને શેર કર્યો વીડિયો
વિવિધ મીમ્સમાં પાકિસ્તાનના રાજકારણીઓ કે ISPR ના પ્રતિનિધિઓના મૂંઝાયેલા ચહેરા બતાવવામાં આવ્યા છે, જેમ કે તેઓ સમજી જ ન શકે કે શું થયું? પાકિસ્તાન તેમની સાથે શું થયું તે હજુ સુધી સમજી શક્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.