ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / પાકિસ્તાનને રાતોરાત જેકપોટ લાગ્યો! જમીનની નીચેથી 56417970000000 રૂપિયાનો મળ્યો ખજાનો

વર્લ્ડ / પાકિસ્તાનને રાતોરાત જેકપોટ લાગ્યો! જમીનની નીચેથી 56417970000000 રૂપિયાનો મળ્યો ખજાનો

Last Updated: 07:23 PM, 7 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તરબેલા ડેમ વિસ્તારમાં પાકિસ્તાનને 636 અબજ ડોલર જેટલું સોનાનું ભંડાર મળ્યાની દાવા કરવામાં આવી છે. આથી દેશનાં વિદેશી દેવું દૂર થઈ શકે એવી આશા છે. સાથે જ 2026 થી Air Karachi પણ ઉડાન સેવા શરૂ કરશે.

ADVERTISEMENT

પાકિસ્તાનમાં જાણે ભાગ્યે રંગ બતાવવાનું શરૂ કર્યું હોય તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, પાકિસ્તાનના તરબેલા ડેમ વિસ્તારમાં આશરે 636 અબજ ડોલર (ભારતીય રૂપિયા પ્રમાણે લગભગ 56,41,79,70,00,00,000 રૂપિયા) મૂલ્યનો વિશાળ સોનાનો ભંડાર મળ્યો છે. ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FPCCI) ના પૂર્વ સિનિયર ઉપપ્રમુખ અને Air Karachi ના ચેરમેન હનીફ ગોહરે કરાચી પ્રેસ ક્લબમાં આ ચોંકાવનારી માહિતી જાહેર કરી હતી.

gold-mine

ગોહર અનુસાર તરબેલા ડેમની અંદરથી ડાઈવર્સ દ્વારા માટીના નમૂનાઓ એકત્રિત કર્યા હતા, જેમનો લેબ ટેસ્ટ પછી સોનાની હાજરીની ખાતરી થઈ છે. તેમના જણાવ્યા મુજબ આ સોનાનો જથ્થો માત્ર પાકિસ્તાનના તમામ વિદેશી કર્જાનો બોજ ઉતરી જાય એટલો મોટો છે. સરકારે આ અંગે પહેલેથી જ SIFC અને સ્ટેટ બેંક ગવર્નરને જાણ કરી દીધી છે અને ઓસ્ટ્રેલિયા તેમજ કેનેડાની ખનન કંપનીઓને પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

gold-int

ગોહરનું કહેવું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીરને આ શોધ વિશે વિગતવાર માહિતી આપી દેવામાં આવી છે અને બંને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જો સરકાર મંજૂરી આપે તો તરત જ સોનુ બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ દૂધ લેવા ગયો અને અચાનક લાપતા, 19 દિવસ બાદ રશિયામાંથી મળ્યો MBBS ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ

આ દરમિયાન, ગોહરે એક બીજી મહત્વની જાહેરાત કરી કે Air Karachi નામની નવી એરલાઈન 23 માર્ચ 2026 થી ઘરઆંગણે હવાઇ સેવાઓ શરૂ કરશે. શરૂઆતમાં 3 થી 5 એરબસ વિમાનોથી ઓપરેશન શરૂ થશે અને એક વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો પણ સમાવેશ થશે. પાકિસ્તાન આ મોટી શોધને પોતાના અર્થતંત્ર માટે ગેમચેન્જર માની રહ્યું છે અને જો બધું આયોજન મુજબ ચાલે તો ગરીબી અને કર્જમાં ડૂબેલા પાકિસ્તાન માટે આ સોનુ એખતિયાર બદલાવી શકે એવી આશા જાગી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TarbelaDam GoldReserve PakistanGold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ