બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / દૂધ લેવા ગયો અને અચાનક લાપતા, 19 દિવસ બાદ રશિયામાંથી મળ્યો MBBS ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ

વિશ્વ / દૂધ લેવા ગયો અને અચાનક લાપતા, 19 દિવસ બાદ રશિયામાંથી મળ્યો MBBS ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ

Nirav Kumar

Last Updated: 04:26 PM, 7 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયામાં અભ્યાસ અર્થે ગયેલા એક ભારતીય મૂળના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. તે જ્યારે હોસ્ટેલમાંથી દૂધ ખરીદવા બહાર ગયો ત્યાર બાદ ક્યારેય પરત ફર્યો નહતો.

ગયા મહિને રશિયામાં ગુમ થયેલા એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ વ્હાઇટ  નદી પાસેના ડેમમાંથી મળી આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. 22 વર્ષીય વિદ્યાર્થી જેની ઓળખ અજિત સિંહ ચૌધરી તરીકે થઈ છે તે રાજસ્થાનના અલવરનો રહેવાસી હતો. અજિતે 2023 માં બશ્કીર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS કોર્સ માટે એડમિશન લીધું હતું. 19 ઓક્ટોબરે દૂધ ખરીદવા માટે બહાર ગયા બાદ અજિત સિંહ ચૌધરી ગુમ થયો હતો. 19 દિવસની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ તેનો આખો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

  •  દૂધ ખરીદવા ગયેલો સ્ટુડન્ટ થયો હતો ગુમ
    રિપોર્ટ અનુસાર,19 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે દૂધ ખરીદવા માટે હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ ચૌધરી ઉફામાં ગુમ થઇ ગયો હતો. અને પછી ક્યારેય પરત ફર્યો નહીં.  અજિત સિંહ ચૌધરીનો મૃતદેહ વ્હાઇટ નદી પાસેના ડેમમાંથી મળી આવ્યો હતો. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખીને અજિત ચૌધરીના મૃતદેહને ભારત લાવવામાં મદદની અપીલ કરી હતી.
  • 19 ઓક્ટોબરે પરિવારને થઇ હતી જાણ
    19 ઓક્ટોબરના રોજ અજિત સિંહ ચૌધરી તેની હોસ્ટેલમાંથી ગુમ થયો ત્યારથી તેનો મોબાઈલ ફોન બંધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમનું જેકેટ, જૂતા અને મોબાઈલ ફોન નદી કિનારે મળી આવ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારના સભ્યો અને ગ્રામજનોએ તેમને શોધવામાં મદદ માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને અપીલ કરી હતી. તેમને અલવર જિલ્લા કલેક્ટરને પણ તેમને શોધવા માટે વિદેશ મંત્રાલય સાથે કામ કરવા અપીલ કરી હતી.
vtv app promotion
  • વિદ્યાર્થીના કાકાએ શું કહ્યું?
    અજિત સિંહના કાકા ભૂમ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે "પરિવારને 20 ઓક્ટોબરના રોજ રશિયન પોલીસનો ફોન આવ્યો હતો. તેમને જણાવ્યું કે તેના રૂમમેટે પાછળથી હોસ્ટેલ વોર્ડનને અજિતના ગુમ થવા વિશે જાણ કરી હતી, પરંતુ હવે વોર્ડન પણ યોગ્ય રીતે જવાબ આપી નથી રહ્યો. અમે કોલેજના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. અજિતનું શું થયું તે અંગે અમને જાણકારી નથી."

વધુ વાંચો : કેનેડા ભારતીય વિદ્યાર્થીઓની અરજી ધડાધડ કરી રહ્યું છે રિજેક્ટ, જાણો શું છે કારણ

  • નદીમાં કૂદીને આત્મહત્યાનું અનુમાન
    અજિતના પરિવારે વોર્ડન સાથે વાત કર્યા બાદ એવું લાગતું હતું કે, અધિકારીઓ અનુમાન લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે ચૌધરી નદીમાં કૂદી પડ્યો હશે. તેમને ગુમ થયાના એક કલાક પહેલા જ તેમના પરિવાર સાથે વાત કરી હતી. અજિત સિંહ ચૌધરી નવેમ્બરમાં ભારત પરત ફરવાનો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Abroad Studying Russia MBBS Student
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ