બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:17 PM, 4 November 2025
કેનેડા સરકાર દ્વારા તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોની સૌથી વધારે અસર ભારતીયો પર પડી છે. સરકારી આંકડા પ્રમાણે, પહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા પહેલી પસંદ હતું, હવે ત્યાં અરજીઓ અને સ્વીકૃતિ બંનેમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
એક અહેવાલ પ્રમાણે, કેનેડાએ અસ્થાયી પ્રવાસ પર લગામ લગાવવા માટે અને સ્ટુડન્ટ વિઝામાં થઈ રહેલી છેતરપિંડીને અટકાવવા માટે 2025ની શરૂઆતમાં સતત બીજા વર્ષે આપવામાં આવતી સ્ટડી પરમિટની સંખ્યા ઘટાડી દીધી છે. ઓગસ્ટ 2025માં ભારતીય વિદ્યાર્થીઓની લગભગ 74 ટકા વિઝા અરજીઓ રિજેક્ટ કરી દેવામાં આવી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં આશરે 32 ટકા હતી. એટલે કે પહેલા જ્યાં દર ત્રણમાંથી એક વિઝા અરજી રિજેક્ટ કરવામાં આવતી હતી, ત્યારે હવે ચારમાંથી ત્રણ અરજી રિજેક્ટ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
એકંદરે જોવા જઈએ તો બધા દેશોમાંથી લગભગ 40 ટકા સ્ટડી વિઝા અરજીઓ રિજેક્ટ કરવામાં આવી, જ્યારે ચીની વિદ્યાર્થીઓ માટેનો આ દર 24 ટકા રહ્યો. ભારતીય અરજદારોની કુલ સંખ્યા પણ ઓગસ્ટ 2023માં 20,900થી ઘટીને ઓગસ્ટ 2025માં માત્ર 4,515 થઈ ગઈ છે. જે લગભગ પાંચ ગણો ઘટાડો દર્શાવે છે.
ADVERTISEMENT
છેલ્લા 10 વર્ષથી વધુ સમય સુધી કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માટે સૌથી મોટું સ્થળ રહ્યું છે, પરંતુ હવે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. વર્ષ 2023માં બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ બાદ આ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ, જ્યારે તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર એક કેનેડિયન નાગરિકની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

ADVERTISEMENT
વર્ષ 2023માં, કેનેડિયન અધિકારીઓએ ફેક સ્વીકૃતિ પત્રો સાથે કરવામાં આવેલી લગભગ 1550 સ્ટુડન્ટ વિઝા અરજીઓનો પર્દાફાશ કર્યો હતો. આમાંથી મોટાભાગના કેસ ભારત સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી, વિઝા ચકાસણીની પ્રક્રિયા વધુ કડક કરી દેવામાં આવી છે, અને વિદ્યાર્થીઓ માટે આર્થિક પાત્રતા મર્યાદા વધારવામાં આવી છે. માહિતી પ્રમાણે, નવી સિસ્ટમ દ્વારા ગયા વર્ષે 14000 નકલી સ્વીકૃતિ પત્રોનો ઉપયોગ કરીને કરાયેલી સ્ટુડન્ટ વિઝા અરજીઓ સામે આવી હતી.
ADVERTISEMENT
કેનેડાના ઓટાવામાં ભારતીય દૂતાવાસે રિજેક્શન દરમાં વધારાની વાત સ્વીકાર કરી છે. જોકે, એમ પણ કહ્યું છે કે સ્ટડી વિઝા આપવા એ કેનેડાનું અધિકારક્ષેત્ર છે. દૂતાવાસે જણાવ્યું કે વિશ્વના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ભારતમાંથી આવે છે, અને કેનેડિયન સંસ્થાઓએ હંમેશા તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતાનો ફાયદો ઉઠાવ્યો છે. અગાઉ, કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સરકાર તેની ઇમિગ્રેશન સિસ્ટમની વિશ્વસનીયતા અંગે ચિંતિત છે, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવાનું પણ ચાલુ રાખવા માંગે છે.
ADVERTISEMENT

શિક્ષણ સલાહકારોનું કહેવું છે કે વિઝા ચકાસણી હવે પહેલા કરતાં વધુ કડક થઈ ગઈ છે અને અધિકારીઓ વિદ્યાર્થીઓના નાણાકીય અને શૈક્ષણિક ઓળખપત્રોની સંપૂર્ણ તપાસ કરે છે. હવે માત્ર બેંક સ્ટેટમેન્ટ પૂરું પાડવું પૂરતું નથી; વિદ્યાર્થીઓએ હવે તેમના ફંડિંગના સ્ત્રોત વિશે વિગતવાર માહિતી આપવી જરૂરી થઈ ગયું છે.
આ પણ વાંચો: 'જો તે મેયર બનશે તો...', હવે ડોનાલ્ડ ટ્રમ્પે કોને આપી ગંભીર ધમકી, મામલો ગરમાયો
દરમિયાન, એક અહેવાલ પ્રમાણે, ઓટાવા ભારત અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા વિઝા ફ્રોડની ચિંતાઓને જોતાં કામચલાઉ વિઝાના જૂથને રદ કરવા માટે નવી સત્તાઓ માંગી રહ્યું છે. આ માટે પ્રસ્તાવિત બિલ C-12, સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે, જે વ્યાપક સરહદ કાયદા પેકેજ, બિલ C-2નો ભાગ છે. દરમિયાન, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધારવા માટેના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. જૂન 2025માં G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેનેડા મુલાકાત અને વડાપ્રધાન માર્ક કાર્ની સાથેની તેમની મુલાકાત બાદ, બંને દેશોએ એકબીજાની રાજધાનીઓમાં નવા હાઈ કમિશનરોની નિમણૂક કરી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.