બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:59 PM, 6 August 2025
US New Visa Program : ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકા જાય છે. જો તમે પણ અમેરિકા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે છે. તમે બધા જાણતા જ હશો કે, અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર શરૂઆતથી જ ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કડક રહ્યું છે અને કડક વિઝા નિયમો લાગુ કરવા માટે જાણીતું છે. આ તરફ અમેરિકા હવે એક નવો પાયલોટ પ્રોગ્રામ લઈને આવ્યું છે જે હેઠળ પ્રવાસી અને વ્યવસાયિક વિઝા પર અમેરિકા આવતા લોકોને વિઝા બોન્ડ તરીકે $15,000 એટલે કે 13 લાખ 16 હજાર રૂપિયાથી વધુ જમા કરાવવાનું કહેવામાં આવી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના આ કાર્યક્રમનો હેતુ વિઝા સમાપ્ત થયા પછી પણ દેશમાં રહેતા લોકોની સંખ્યા ઘટાડવાનો છે.
ADVERTISEMENT
અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનના આ કાર્યક્રમ મુજબ ટુરિસ્ટ વિઝા (B1 વિઝા) અને બિઝનેસ વિઝા (B2 વિઝા) પર અમેરિકા આવતા લોકો પાસેથી વિઝા બોન્ડ લેવામાં આવશે. આ કાર્યક્રમ અંગેની એક જાહેર સૂચનામાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી એવું જોવા મળ્યું છે કે, લાખો વિદેશીઓ સમયસર અમેરિકા છોડતા નથી અને વિઝા સમાપ્ત થયા પછી પણ અમેરિકામાં રહેતા નથી. જોકે નોટિસમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, શું બધા દેશો આ વિઝા કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવશે કે કેટલાક દેશોને મુક્તિ આપવામાં આવશે.

ADVERTISEMENT
હવે જાણીએ શું છે આ અમેરિકાનો નવો વિઝા કાર્યક્રમ ?
નવો વિઝા કાર્યક્રમ 20 ઓગસ્ટથી અમલમાં આવવાની ધારણા છે અને તે લગભગ એક વર્ષ સુધી ચાલશે. US ફેડરલ રજિસ્ટરમાં એક નોટિસ અનુસાર કોન્સ્યુલર અધિકારીઓને તેમના વિવેકબુદ્ધિથી વિઝા અરજદારો પર $5,000, $10,000 અથવા $15,000 ના ત્રણ પ્રકારના બોન્ડ લાદવાનો અધિકાર આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે પ્રવાસી અને વ્યવસાયિક વિઝા પર આવેલા લોકો અમેરિકાથી પાછા ફરશે, ત્યારે વિઝાની શરતો અનુસાર બોન્ડના પૈસા તેમને પરત કરવામાં આવશે.
ADVERTISEMENT

હવે જાણો નવા વિઝા કાર્યક્રમની ભારતીયો પર શું અસર પડશે?
ADVERTISEMENT
અહીં એ સૌથી મોટી અને નોંધનીય વાત છે કે, આ કાર્યક્રમ હેઠળ કયા દેશોનો સમાવેશ કરવામાં આવશે તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટ માહિતી નથી પરંતુ ભારતીયોના વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાના ઇતિહાસને ધ્યાનમાં લેતા ભારતને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા ખૂબ જ છે. આ બોન્ડ એવા દેશોના લોકોએ ભરવાનું રહેશે જેઓ તેમના વિઝા સમાપ્ત થયા પછી પણ અમેરિકામાં રહે છે અને જેમની પાસે પૂરતા દસ્તાવેજો નથી. જાહેર સૂચનામાં જણાવાયું છે કે, કયા દેશો આ કાર્યક્રમ હેઠળ આવશે તેની માહિતી કાર્યક્રમના અમલીકરણના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા આપવામાં આવશે અને આ સમય દરમિયાન દેશોના નામમાં પણ સુધારો કરી શકાય છે.
આ પણ વાંચો : અમેરિકામાં ઓવરસ્ટે કરનારાઓ ચેતી જજો, ભારતીયોને થશે સીધી અસર
ADVERTISEMENT
શું કહેવું છે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું ?
સમગ્ર મામલે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, આ વિઝા કાર્યક્રમ એટલા માટે પણ લાગુ કરવામાં આવી રહ્યો છે જેથી વિદેશી સરકારો પણ તેમની સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવે અને ખાતરી કરે કે, તેમના નાગરિકો માન્ય દસ્તાવેજો વિના અન્ય દેશોમાં ન જાય. આ સાથે વધુમાં કહેવામાં આવ્યું છે કે, પાયલોટ પ્રોગ્રામ એક રાજદ્વારી સાધન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી વિદેશી સરકારોને ઓળખ ચકાસવા અને જાહેર સલામતીના મામલામાં તમામ નાગરિકોની કડક તપાસ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે. આ કાર્યક્રમનો હેતુ દેશોને તેમના નાગરિકોને તેમના યુએસ પ્રવાસમાંથી સમયસર રવાના થવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.