બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / અમેરિકામાં ઓવરસ્ટે કરનારાઓ ચેતી જજો, ભારતીયોને થશે સીધી અસર

NRI / અમેરિકામાં ઓવરસ્ટે કરનારાઓ ચેતી જજો, ભારતીયોને થશે સીધી અસર

Priyankka Triveddi

Last Updated: 08:52 AM, 5 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તા પર આવ્યા ત્યારથી તેમણે ઈમિગ્રેશનને લગતા નિયમો વધુ કડક બનાવ્યા છે. અમેરિકામાંથી ગેરકાયદે લોકોને દેશનિકાલ કરવાની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે તે વચ્ચે ફરી નવા નિયમની જાહેરાત ટ્રમ્પ સરકાર તરફથી કરવામાં આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં કડક વલણ આપવાની રહ્યા છે એ તો સૌ કોઈ જાણે છે કે હાલ તેઓ ગેરકાયદે રહેતા કે કામ કરતાં લોકોને દેશ પરત મોકલી રહ્યા છે. તો સાથે સાથે બીજી તરફ ફરી એકવાર ટ્રમ્પ સરકારે ઈમિગ્રેશનની કક્ક નીતિના અમલ પછી હવે એક નવા નિયમની જાહેરાત કરી છે જે અંતર્ગત દેશમાં વિદેશી નાગરિકોના ધસારાને કંટ્રોલ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. અને આ પ્રયાસના ભાગરૂપે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે જે મુજબ હવે અમેરિકામાં ઓવરસ્ટે કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Illegal Immigration પછી હવે વારો અમેરિકામાં ઓવર સ્ટે કરતાં લોકો માટે છે.હાલ ટ્રમ્પ સરકારે જાહેર કરેલ નવા નિયમ મુજબ અમેરિકામાં જે લોકો બિઝનેસ કે ટુરિસ્ટ વિઝા માટે અરજી કરે છે તેમણે હવે 15000 ડોલર સુધીના બોન્ડ અમેરિકન સરકારને આપવા પડશે. મુખ્ય વાત એ છે કે જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને મોટો ફટકો પડશે.

અમેરિકાના ફેડરલ રજિસ્ટરમાં આ અંગે બહાર પાડવામાં આવેલી એક નોટિસમાં વિદેશ વિભાગે જણાવ્યું હતું કે તેઓ સૌ પહેલા 12 મહિના માટે એક પાયલોટ કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત જે દેશોનું ઓવરસ્ટેનું પ્રમાણ વધારે છે તથા જે દેશો રોકાણના બદલામાં સિટીઝનશીપ આપે છે તેવા દેશોનો સમાવેશ થાય છે. દેશમાં internal documentsની સુરક્ષા માટેની પૂરતી વ્યવસ્થા નથી તેવા દેશોના અરજદારોએ વિઝા અરજી કરવા માટે 5,000, 10,000 અથવા 15,000 ડોલરના બોન્ડ આપવાના રહેશે. નોટિસમાં વધુમાં જણાવ્યાં અનુસાર પહેલા 12 મહિના માટે એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કરાશે. આ પાયલોટ પ્રોગ્રામ તેની ઔપચારિક જાહેરાત કર્યાના 15 દિવસ પછી અમલમાં આવશે. આ કાર્યક્રમને અમલમાં મૂકવાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જો કોઈ વિદેશી મુલાકાતી તેના વિઝાના નિયમોનું પાલન ના કરે તો તેના માટે અમેરિકાની સરકાર નાણાકીય રીતે જવાબદાર નહીં ગણાય.

વધુ વાંચો: લંડનની પણ પથારી ફેરવી નાખી, વીડિયો જોઇને ભડક્યાં લોકો, ભારતીયોનું આવ્યું છે નામ

Vtv App Promotion

ઉલ્લેખનીય છે કે આ નોટિસમાં એમ પણ જણાવાયું છે કે જે દેશોનું ઓવરસ્ટેનું પ્રમાણ વધારે છે કે જે દેશોમાં માહિતીની ચકાસણીની વ્યવસ્થા અપૂરતી છે અથવા જે દેશો રોકાણના બદલામાં નાગરિકત્વ આપે છે. તેવા દેશોના નાગરિકોની અરજીઓ આ પાયલોટ પ્રોગ્રામ હેઠળ આવરી લેવાઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NRI News US Visa Bond US Overstay
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ