બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / લંડનની પણ પથારી ફેરવી નાખી, વીડિયો જોઇને ભડક્યાં લોકો, ભારતીયોનું આવ્યું છે નામ
Last Updated: 07:17 PM, 4 August 2025
આજે લોકોમાં સેવિક સેન્સનો અભાવ દેખાઈ રહ્યો છે. લોકો પોતે વ્યસન કરીને ગમે ત્યાં થૂકતા હોય છે. તાજેતરમાં લંડનમાં રોડ પર તમાકુ અને પાનની પિચકારીનો વિડિયો વાયરલ થયો છે. આ પિચકારીઓ રેનર્સ લેન થી નોર્થ હૈરો સુધીનઆ વિસ્તારમાં જોવા મળી હતી. વિડિયોમાં કચરાપેટી, ફૂટપાઠ અને રોડ પર લાલ ડાઘ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT

રેનર્સના લોકોએ કહ્યું કે પાનના ગલ્લા પાસે આ ડાઘ વધારે જોવા મળે છે. રિપોર્ટ અનુસાર નોર્થ હૈરોમાં નવો બનેલો પાનના ગલ્લા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. તે લોકો ને ચિંતા છે કે પાનની પિચકારીની સમસ્યા વધી શકે છે.
ADVERTISEMENT
Gutka and paan spitting has made its way to London now- shameful and disgusting. 😭 pic.twitter.com/4VIpDw9MtE
— Meru (@MeruBhaiya) August 3, 2025
સોસિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકો રોષે ભરાયા છે. તેઓએ ખાસ કરીને ભારતીય સમુદાયના લોકોને આન માટે જવાબદાર ગણાવ્યા છે. એક યુજર્સએ ટિપ્પણી કરી હતી કે ગુજરાતી અને પંજાબી લોકો યુકેમાં સમસ્યા ઊભી કરી રહ્યા છે. તો બીજા યુજર્સએ લખ્યું હતું કે ભારતની છાપ ખરાબ કરવા માટે બીજા ની જરૂર જ નથી.
ADVERTISEMENT
અમારા જ લોકો આખી દુનિયા માં આ કામ કરી રહ્યા છે. એટલા માટે ઇંડિયન પાસપોર્ટનું મહત્વ ઘટ્યું છે. એક યુજરે તો વળી એમ કહ્યું કે પેહલા બ્રિટિશે ભારત પર કબજો જમાવ્યો હતો હવે ભારતે બ્રિટિશ પર કબજો જમાવ્યો છે.

ADVERTISEMENT
આ પેહલા પણ આવી ઘટના સામે આવી હતી.
આ પેહલા 2019માં લેસ્ટર સિટી પોલીસે અંગેજી અને ગુજરાતીમાં સૂચના બોર્ડ લગાવ્યા હતા. તેમ લખવામાં આવ્યું હતું કે પાન થૂકવું ગંદુ અને અસામાજિક છે. તેના માટે દંડ થઈ શકે છે. નિયમોનું ઉલંઘન કરવા પર 150 પાઉન્ડ (લગભગ 12.525 ) રૂપિયા નો દંડ લગાવામાં આવ્યો હતો. 2014માં બ્રેટ કોઉન્સિલએ પાનના ડાઘ સાફ કરવા માટે 20,000 પાઉન્ડ (લગભગ 21 લાખ રૂપિયા) ખર્ચ્યા હતા.
ADVERTISEMENT
વધુમાં વાંચો: જાણો રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગેના નિયમો, આ છે ઉતારવાથી લઇને લપેટવાની સાચી રીત
2009માં વેમ્બલી માં કેટલાક રોડ પર પાનની પિચકારી મારવાની ઘટના વધી ગઈ હતી, ત્યારબાદ કોઉન્સિલએ કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને કડક પગલાં પણ લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.