બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / "મંગળવાર ઈરાનના અંતની રાત બની શકે છે", અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી

Iran US Conflict / "મંગળવાર ઈરાનના અંતની રાત બની શકે છે", અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી

Ajitsinh Jadeja

Last Updated: 11:31 PM, 6 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે તો ઈરાનને નરકમાં મોકલી દેવામાં આવશે.

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે તો ઈરાનને નરકમાં મોકલી દેવામાં આવશે. બીજી બાજુ ઈરાન જુકવાનું નામ નથી લઇ રહ્યું. દરમિયાન ટ્રમ્પે આજે પોતાના સંબોધનમાં અનેક મહત્વપૂર્ણ વાતો કરી છે.

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુને વધુ ભીષણ બની રહ્યું છે. ઈરાન કયામતથી માત્ર 24 કલાક દૂર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો મંગળવારે રાત્રે 8 વાગ્યા પહેલાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે તો તે ઈરાનમાં વિનાશનો દરવાજો ખોલશે. ટ્રમ્પનું અલ્ટીમેટમ દુનિયાના ધબકારા વધારી રહ્યું છે. દરમિયાન એક અમેરિકન અધિકારીએ દાવો કર્યો છે કે ઈરાને યુદ્ધ સમાપ્ત કરવાના અમેરિકાના પ્રસ્તાવ પર 10-પોઇન્ટનો જવાબ મોકલ્યો છે. દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કહ્યુ છે કે મંગળવાર ઈરાન માટે ફાઇનલ ડેડલાઇન છે. દરમિયાન સોમવારે પોતાના સંબોધનમાં ટ્રમ્પે F-15 પાઇલટને બચાવવાના ઓપરેશન પર પણ વાત કરી હતી.

આ રીતે કોઈ બચાવ કાર્ય કરી શક્યું ન હોત - ટ્રમ્પ

સોમવારે પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનથી F-15 પાઇલટને બચાવવા વિશે વાત કરી. તેમણે કહ્યું, "દુનિયામાં કોઈ પાસે અમેરિકા જેવા શસ્ત્રો નથી. અમે દુશ્મનના પ્રદેશમાં ગયા અને અમારા બંને પાઇલટને પાછા લાવ્યા. દુનિયામાં કોઈ પણ આ રીતે બચાવ કાર્ય કરી શક્યું ન હોત. 200 લોકોએ સાથે મળીને એક સૈનિકનો જીવ બચાવવા માટે કામ કર્યું. પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયો અને ફસાઈ ગયો હતો. બચાવ ટીમ આવા ઓપરેશન માટે સંપૂર્ણપણે તૈયાર હતી. પાઇલટ સતત તેના સ્થાનની જાણ કરી રહ્યો હતો. બચાવ કાર્ય માટે 21 વિમાન મોકલવામાં આવ્યા હતા, જેમાં 48 કલાક લાગ્યા. દુશ્મનને ગેરમાર્ગે દોરવા માટે 7 ટીમો મોકલવામાં આવી હતી. આ ઓપરેશનમાં અમારા કોઈ સૈનિકને નુકસાન થયું નથી. પાઇલટના ગુમ થવાના સમાચાર લીક થયા હતા. અમારા રેસક્યૂ પ્લાનને પણ લીક કરાયો હતો. અમે ખબર લીક કરનાર વ્યક્તિને શોધીશું."

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ઇરાનને ફરી એક વાર ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે મંગળવાર ઈરાનના વિનાશની રાત હોઈ શકે છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા એક જ રાતમાં આખા ઈરાનનો નાશ કરી શકે છે.

મંગળવાર અંતિમ ડેડલાઇન - ટ્રમ્પ

બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મીડિયા સાથે વાત કરતી વખતે અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા. ટ્રમ્પે કહ્યું કે મંગળવાર ઇરાન માટે અંતિમ ડેડલાઇન છે. તેમણે કહ્યું કે ઇરાને એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો છે. "તે સારું નથી, પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે," તેમણે કહ્યું કે ઇરાની લોકો સક્ષમ લડવૈયાઓ છે, ખૂબ જ સખત લોકો છે. દુશ્મન મજબૂત છે, પરંતુ લગભગ એક મહિના પહેલા જેટલા મજબૂત હતા. તેઓ હાલમાં બિલકુલ એટલા મજબૂત નથી. ટ્રમ્પે વધુમાં કહ્યું કે ઇરાનમાં નવું શાસન પાછલા શાસન કરતાં ઘણું સ્માર્ટ છે. તેમણે કહ્યું, "અમે શાસન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે." તેમણે ઉમેર્યું કે ઇરાને 45,000 પ્રદર્શનકારીઓને મારી નાખ્યા છે; અમે તે કરતા નથી.

vtv app promotion

આ પણ વાંચોઃ વિશ્વ / ગાળાગાળી વાળી પોસ્ટમાં અલ્લાહનો ઉલ્લેખ કરીને ફસાયા ટ્રમ્પ, મુસ્લિમ સંગઠનોએ જોરદાર સંભળાવ્યું

ઈરાની બોમ્બનો અવાજ સાંભળવા માંગે છે - ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "જ્યારે ઈરાનીઓ બોમ્બનો અવાજ સાંભળતા નથી ત્યારે તેઓ પરેશાન થાય છે; તેઓ બોમ્બનો અવાજ સાંભળવા માંગે છે. ઈરાન પાસે થોડી મિસાઈલ બાકી છે, થોડા ડ્રોન બચ્યા છે. તેમાં કોઈ ક્ષમતા નથી. જો તેમની પાસે સુલેમાની હોત, તો તે સંપૂર્ણપણે અલગ વાત હોત. કદાચ અમે તો પણ જીતી રહ્યા હોત, પરંતુ તે મુશ્કેલ હોત." ટ્રમ્પે આગળ કહ્યું, "અમે ઈરાનને હમણાં છોડી શકીએ છીએ, પરંતુ હું તેને સમાપ્ત કરવા માંગુ છું. જો મારી પાસે વિકલ્પ હોત તો હું શું કરીશ? તેમનું તેલ લઈ લેતો. કમનસીબે અમેરિકન લોકો અમને ઘરે આવતા જોવા માંગશે." એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું, "તમે એવા અમેરિકનોને શું કહેવા માંગો છો જે યુદ્ધના ચાહક નથી?" ટ્રમ્પે જવાબ આપ્યો "તેઓ મૂર્ખ છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Middle East Conflict Iran US Conflict Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ