બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ગાળાગાળી વાળી પોસ્ટમાં અલ્લાહનો ઉલ્લેખ કરીને ફસાયા ટ્રમ્પ, મુસ્લિમ સંગઠનોએ જોરદાર સંભળાવ્યું
Last Updated: 05:29 PM, 6 April 2026
Donald Trump: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓ ઘણીવાર તીખી, વિવાદાસ્પદ અને અમર્યાદિત પણ હોય છે. રવિવારે ટ્રુથ સોશિયલ પર તેમની ધમકી આપતી ઈરાન પોસ્ટની ઘણા લોકોએ ટીકા કરી હતી. પોસ્ટના ધાર્મિક ટોન પર પણ અમેરિકામાં ઇસ્લામિક સંગઠન તરફથી તીવ્ર પ્રતિક્રિયા આપવામાં આવી છે.
ADVERTISEMENT
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇસ્ટર સન્ડે પર ઈરાન પર તેમની ઉગ્ર ટિપ્પણીઓ ચાલુ રાખી. તેમણે કડવાશભર્યા ભાષાનો ઉપયોગ કરીને ઈરાન પર મૌખિક હુમલો કર્યો. આ પોસ્ટ માટે ટ્રમ્પની તીખી આલોચના કરવામાં આવી છે.
જોકે રિપબ્લિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલાથી જ તેમની સ્પષ્ટવક્તા ટિપ્પણીઓ અને કઠોર શબ્દો માટે જાણીતા છે, તેમના ટ્રુથ સોશિયલ નેટવર્ક પરની આ પોસ્ટે ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા, ખાસ કરીને ખ્રિસ્તી ત્યોહાર પ્રસંગ પર.
ADVERTISEMENT
ટ્રમ્પે શું લખ્યું
આ પોસ્ટમાં ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની માંગણી કરતા તીખા-તીખા શબ્દો લખ્યા. પોસ્ટમાં ઈરાનને ધમકીઓ આપવામાં આવી અને ગાળો વાળા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ટ્રમ્પે લખ્યું, "Open the F****n Strait, you crazy b******s, or you’ll be living in Hell– JUST WATCH!”
ટ્રમ્પે પછી લખ્યું, “Praise be to Allah”
ADVERTISEMENT
કયા મુસ્લિમ સંગઠને ટીકા કરી?
એક ન્યૂઝ અહેવાલ મુજબ અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ (CAIR) એ ટ્રમ્પની ભાષાની સખત નિંદા કરી છે, એક નિવેદનમાં કહ્યું છે કે "ઇસ્લામનો મજાક ઉડાડવો અને નાગરિક માળખા પર હુમલો કરવાની તેમની ધમકીઓ" બેદરકારીભરી અને ખતરનાક છે.
ADVERTISEMENT
અમેરિકામાં પણ તીવ્ર પ્રતિક્રિયા
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે કનેક્ટિકટ ડેમોક્રેટિક સેનેટર ક્રિસ મર્ફીને ટાંકીને કહ્યું છે કે ટ્રમ્પનું વલણ "પુરી રીતે, એકદમ કઠોર" છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વિશ્વ / ઈરાનને મોટો ઝટકો : US-ઇઝરાયલ હુમલામાં IRGC ગુપ્તચર વડાનું મોત
ક્રિસ મર્ફી ઈરાનમાં યુદ્ધનો વિરોધ કરે છે. "જો હું ટ્રમ્પના મંત્રીમંડળમાં હોત, તો હું ઇસ્ટર પર 25મા સુધારા વિશે બંધારણીય વકીલોને બોલાવત," મર્ફીએ કહ્યું, જો રાષ્ટ્રપતિ તેમની ફરજો બજાવી શકતા નથી તો સત્તાના સ્થાનાંતરણની જોગવાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.