ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / "મારી અને ટ્રમ્પની નીતિ એક જેવી, ઈરાન પાસે નહીં હોય પરમાણુ હથિયાર," તેહરાન સાથેના તણાવ વચ્ચે બોલ્યાં નેતન્યાહૂ
Last Updated: 10:40 PM, 24 May 2026
ADVERTISEMENT
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત બાદ ઈરાન અંગે એક મોટું નિવેદન આપ્યું. ઇઝરાયલી વડા પ્રધાને કહ્યું, "મારી નીતિ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ એક જેવી છે. ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય." નેતન્યાહૂએ કહ્યું કે ગઈકાલે બંને નેતાઓએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સંભવિત કરાર અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર આગામી વાટાઘાટો અંગે ચર્ચા કરી હતી.
ADVERTISEMENT
અમેરિકી અને ઇઝરાયલી સૈન્ય સાથે મળીને કામ કર્યું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપતા નેતન્યાહૂએ કહ્યું કે તેમણે ઇઝરાયલની સુરક્ષા પ્રત્યે ટ્રમ્પની અતૂટ પ્રતિબદ્ધતા બદલ આભાર માન્યો. "શાગાત હાઆરી" અને "Epic Fury" જેવા અભિયાનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ ઓપરેશન્સમાં અમેરીકા અને ઇઝરાયલી દળોએ ઈરાની ખતરા સામે સાથે મળીને કામ કર્યું.
ADVERTISEMENT
પરમાણુ ખતરાને સંપૂર્ણપણે ખતમ કરવો જોઇએ
ઇઝરાયલી વડા પ્રધાનના મતે બંને નેતાઓ સંમત છે કે ઇરાન સાથેનો કોઈપણ અંતિમ કરાર ફક્ત ત્યારે જ સ્વીકાર્ય રહેશે જો તેનો પરમાણુ ખતરો સંપૂર્ણપણે દૂર થઈ જાય. તેમણે કહ્યું કે આ માટે ઇરાનની પરમાણુ સંવર્ધન કેંન્દ્રોનો નાશ કરવો અને તેના પ્રદેશમાંથી સંવર્ધિત પરમાણુ સામગ્રી દૂર કરવી જરૂરી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વિશ્વ / આવી ગઈ મોટી ખુશખબર, હવે સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ ! હોર્મુઝ વગર જ ભારત આવશે ક્રૂડ ઓઈલ
ADVERTISEMENT
અમેરિકા સાથે ભાગીદારી પહેલા કરતા વધુ મજબૂત
વડા પ્રધાન નેતન્યાહુએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે લેબનોન સહિત તમામ મોરચે ઇઝરાયલના સ્વ-બચાવના અધિકાર માટે પોતાનો ટેકો પુનરાવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે અમેરિકા-ઇઝરાયલ સાજેદારી યુદ્ધના મેદાનમાં સાબિત થઈ છે અને હવે પહેલા કરતા વધુ મજબૂત છે. અંતે નેતન્યાહુએ સ્પષ્ટપણે કહ્યું, "મારી નીતિ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિ એક જેવી છે, ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો નહીં હોય."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો