બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / VIDEO: અમેરિકામાં ભારતીય મહિલા ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી, લાગ્યો ગંભીર આરોપ

વિશ્વ / VIDEO: અમેરિકામાં ભારતીય મહિલા ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી, લાગ્યો ગંભીર આરોપ

Vidhata Gothi

Last Updated: 09:55 AM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Woman Shoplifting Video Viral: વિદેશમાં નિયમ-કાયદા તોડવા ભારે પડી શકે છે. હાલમાં વાયરલ થઈ રહેલો વીડિયો દરેક માટે એક મોટી શીખ છે. આ વીડિયોમાં એક ભારતીય મહિલા કથિત રીતે એક સ્ટોરમાંથી ચોરી કરતી પકડાયા બાદ ધ્રુસકે-ધ્રુસકે રડતી દેખાઈ રહી છે.

Indian woman caught stealing in US: હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા છે. અમેરિકાના એક સુપરમાર્કેટમાં દુકાનમાં ચોરી કરવાના આરોપમાં એક ભારતીય મહિલાની ધરપકડ કરવામાં આવી અને તે પોલીસ સામે ધ્રૂસકે-ધ્રૂસકે રડતી જોવા મળી. X પર વાયરલ થયેલા આ વીડિયો ફૂટેજમાં મહિલાને યુએસમાં ટાર્ગેટ સ્ટોરમાં અટકાયતમાં લેવામાં આવી હોવાનું જણાય છે. જો કે VTV Digital આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે મહિલા પોલીસ સામે રડી રહી છે, હાથ જોડીને વારંવાર વિનંતી કરી રહી છે, "સર, મેં ચોરી નથી કરી. હું ફક્ત પેમેન્ટ કરવાનું ભૂલી ગઈ હતી, કૃપા કરીને મને માફ કરી દો." જોકે, અમેરિકન પોલીસ અધિકારી કડક શબ્દોમાં જવાબ આપે છે, "આ ભૂલ નથી, આ એક ગંભીર ગુનો છે."

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

મની કંટ્રોલના અહેવાલ પ્રમાણે, સ્ટોર મેનેજરે મહિલાને રોકી અને તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસ આવતાની સાથે જ એક અધિકારીએ કહ્યું, "ઉંધા ફરો, અમે તમને હાથકડી લગાવીશું." આ સાંભળીને, મહિલા વધુ ગભરાઈ ગઈ. તે રડતી રહી અને આગ્રહ કરતી રહી કે તેણે જાણી જોઈને કશું કર્યું નથી. તેણે પૂછ્યું, "શું હું મારા પતિને ફોન કરી શકું?" પરંતુ પોલીસે સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું કે પહેલા કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. મની કંટ્રોલના અહેવાલ પ્રમાણે, મહિલાએ કથિત રીતે કપડાંની ચોરી કરી હતી, જેમાં પુરુષોના કપડાં પણ હતા. મહિલાનો દાવો હતો કે તે તેના ભારતમાં રહેતા ભાઈ માટે લીધા હતા, તેના ભાઈને 'મેડ ઇન યુએસએ' પ્રોડક્ટ્સ ગમે છે પરંતુ તેને પરવડી શકે તેમ નથી. મહિલા વીડિયોમાં કહેતી દેખાય છે કે 'મને એક તક આપો', અને દાવો કરે છે કે તે પૈસા ચૂકવવાનું ભૂલી ગઈ છે.

મની કંટ્રોલના અહેવાલ પ્રમાણે, તેણે સાત કલાકથી વધુ સમય સ્ટોરમાં વિતાવ્યો હતો અને પછી તેણે પેમેન્ટ કર્યા વિના વસ્તુઓથી ભરેલી કાર્ટ લઈને જવાનો પ્રયાસ કર્યો. તે પોલીસ અધિકારીના બોડીકેમ ફૂટેજમાં માફી માંગતી અને પેમેન્ટ કરવાની ઓફર કરતી જોવા મળી, અને કહી રહી હતી કે 'તમને તકલીફ આપવા બદલ માફી માંગુ છું. હું આ દેશની નથી. હું અહીં રહેવાની નથી.' જેના પર એક પોલીસ અધિકારીએ જવાબ આપ્યો, 'શું તમને ભારતમાં વસ્તુઓ ચોરી કરવાની છૂટ છે? મને નથી લાગતું.'

વિદેશમાં ચોરી કરતી પકડાઈ ભારતીય મહિલા

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક તેને ઇમોશનલ બ્લેકમેલ કહી રહ્યા છે, જ્યારે કેટલાક ભારતીયોની છબી પર સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકો મહિલા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે, એમ કહી રહ્યા છે કે તે કદાચ ખરેખર પેમેન્ટ કરવાનું ભૂલી ગઈ હશે. એક યુઝરે લખ્યું, 'દર વખતે એવું નથી થતું કે ભૂલથી કઈ થઈ જાય. ઘણીવાર લોકો સજાથી બચવા માટે આવું નાટક કરતા હોય છે.' કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે આવા કિસ્સાઓ વિદેશમાં ભારતીયોની છબીને ખરાબ કરી રહ્યા છે.

vtv app promotion

અમેરિકામાં ચોરી કરવી ગુનો

અમેરિકા જેવા દેશોમાં ચોરીને ખૂબ જ ગંભીર ગુનો માનવામાં આવે છે. નાની વસ્તુની ચોરી કરવી કે બિલ વગર કોઈ વસ્તુ બહાર લઈ જવી એ ગુનો માનવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, વ્યક્તિને જેલની સજા થઈ શકે છે અથવા તેમના વિઝા પણ રદ થઈ શકે છે. આ જ કારણ છે કે ભારતીય નાગરિકો ઘણીવાર અજાણતાંમાં ગંભીર મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. પહેલા પણ આવા ઘણા કિસ્સાઓ બની ચુક્યા છે.

થોડા વર્ષો પહેલા, યોગિની વર્મા નામની એક ભારતીય મહિલાની ન્યુ જર્સીમાં 1,000 ડોલર ચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ, ભારતીય દૂતાવાસે ચેતવણી જારી કરી હતી કે "એક નાનો ગુનો પણ વિદેશમાં તમારું આખું ભવિષ્ય બગાડી શકે છે." તેઓએ ભાર મૂક્યો હતો કે વિદેશમાં રહેતા બધા ભારતીયોએ સ્થાનિક કાયદાઓનું પાલન કરવું જોઈએ અને કોઈપણ બેદરકારી ટાળવી જોઈએ.

આ પણ વાંચો: પાકિસ્તાન ગંભીર મુશ્કેલીમાં મુકાયું, દેશભરમાં એરલાઇનનું સંચાલન થયું ઠપ, જાણો કારણ

વીડિયો પર લોકોના રિએક્શન

આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ઘણા સવાલો ઉભા કર્યા છે. કેટલાક કહે છે કે મહિલાના નિવેદન પર વિશ્વાસ કરવો જોઈએ, જ્યારે અન્ય લોકો માને છે કે કાયદો દરેકને સમાન રીતે લાગુ પડે છે. આ વીડિયો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ઘણો વાયરલ થયો છે. એક યુઝરે લખ્યું, "ભલે તે ભૂલ હોય, પણ આવી ઘટનાથી આપણે બધાએ શીખવું જોઈએ કે વિદેશમાં નિયમોની અવગણના કરવી ખૂબ મોંઘી પડી શકે છે."

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian woman crying us store Indian Woman Shoplifting Video Viral US mall theft video
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ