બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / તો સમુદ્રની સપાટીમાં ઝડપથી વધારો થઈ શકે, એન્ટાર્કટિકામાંથી આવ્યા ચિંતાજનક ન્યૂઝ

OMG / તો સમુદ્રની સપાટીમાં ઝડપથી વધારો થઈ શકે, એન્ટાર્કટિકામાંથી આવ્યા ચિંતાજનક ન્યૂઝ

Last Updated: 10:33 PM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેક્ટોરિયા ગ્લેશિયર માત્ર 15 મહિનામાં 25 કિમી પાછળ ખિસક્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઝડપી રેકોર્ડ છે. 2022માં તેના આગળની આઇસ શેલ્ફ તૂટતા ગ્લેશિયરને ટેકો મળ્યો નહોતો અને તે ઝડપથી પિઘળવા લાગ્યો.

અન્ટાર્કટિકા વિસ્તારમાં ગ્લેશિયરો ઝડપથી પીઘળતા જાય છે તે નવું નથી, પરંતુ પેનિનસુલા પર સ્થિત હેક્ટોરિયા ગ્લેશિયરે જે ઝડપ બતાવી છે, તે વૈજ્ઞાનિકોને પણ હચમચાવી દીધા છે. જાન્યુઆરી 2022 થી એપ્રિલ 2023 સુધીના માત્ર 15 મહિનામાં આ ગ્લેશિયર 25 કિલોમીટર પાછળ ખિસક્યો છે. આધુનિક ઇતિહાસમાં આ સૌથી ઝડપી ગ્લેશિયર રિટ્રીટનો રેકોર્ડ છે, જે પહેલાના દર કરતાં 10 ગણો વધારે છે. આ ઘટનાએ હિમપ્રદેશના ભવિષ્યને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે.

2022ની શરૂઆતમાં હેક્ટોરિયા ગ્લેશિયરના આગળનું મોટું સમુદ્રી બરફનું સ્તર તૂટી પડ્યું. આ તૂટેલી આઇસ શેલ્ફ વર્ષોથી ગ્લેશિયરને ટેકો આપી રહી હતી. જેમ જ આ ટેકો દૂર થયો તેમ ગ્લેશિયરના ફ્લોટિંગ ભાગ જેને વૈજ્ઞાનિકો આઇસ ટંગ કહે છે. સંપૂર્ણપણે વિખેરાઈ ગયો. ટેકો વિના ગ્લેશિયરનું પિઘળવું અને પાછળ ખિસકવું અચાનક વધી ગયું.

didha - 2025-11-18T223052.851

નવેમ્બર અને ડિસેમ્બર 2022માં તો સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ. માત્ર બે મહિનામાં ગ્લેશિયર 8 કિમી પાછો ખિસક્યો, જે સામાન્ય કરતાં કેટલાય ગણો વધુ છે. તૂતેલા બરફખંડોના અથડામણથી 'ગ્લેશિયલ ભૂકંપ' જેવા ઝટકા રેકોર્ડ થયા. વૈજ્ઞાનિકો કહે છે કે આ ઘટના અતિ અસામાન્ય છે અને તેને કુદરતી ચેતવણી તરીકે જોવી જોઈએ.

અભ્યાસ કરનાર નાઓમી ઓચવાટ અને તેમની ટીમનું કહેવું છે કે ગ્લેશિયરના મુખ્ય "ટ્રંક" ભાગનું ઘનત્વ ઘટી ગયું હતું. પહેલાં તે જમીન પર સ્થિર હતો, પરંતુ પાતળો થતા તે સમુદ્રની સપાટી પર તરવા લાગ્યો. એકવાર ગ્લેશિયર તરવા લાગ્યો પછી ટુકડાઓ ઝડપથી તૂટવા લાગ્યા અને હેક્ટોરિયાની પીઘળવાની ગતિ અવિરત વધી ગઈ. ટીમના સભ્ય ટેડ સ્કૈમ્બોસ કહે છે કે આ ઘટના બીજા મોટા ગ્લેશિયરો માટે મોટી ચેતવણી છે.

didha - 2025-11-18T223231.884

જો કે, આ શોધને લઈને વૈજ્ઞાનિકોમાં મતભેદ પણ છે. કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે સેટેલાઈટ ડેટા સ્પષ્ટ રીતે બતાવતો નથી કે ગ્લેશિયર ક્યાં સુધી જમીન પર ટકેલો હતો. કઈક રિસર્ચર્સનો દાવો છે કે તૂટેલો ભાગ પહેલાથી જ ફ્લોટિંગ હતો, એટલે આ સામાન્ય આઇસ શેલ્ફ કેલ્વિંગ જેવી જ ઘટના હોઈ શકે છે. તેમ છતાં, મોટાભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે 25 કિમીનો રિટ્રીટ ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસર દર્શાવે છે.

હેક્ટોરિયા કદમાં નાનો છે—લગભગ ફિલાડેલ્ફિયા શહેર જેટલો વિસ્તાર—પરંતુ તેની સાથે જે બન્યું છે, એ મોટા ગ્લેશિયરો જેમ કે થ્વાઇટ્સ, પાઈન આઇલેન્ડ અથવા એટલાન્ટિસ જેવા ગ્લેશિયરો સાથે બનશે તો વિશ્વના દરિયાઈ સ્તર પર વિનાશક અસર પડી શકે છે. થ્વાઇટ્સ જેને “ડૂમ્સડે ગ્લેશિયર” પણ કહેવામાં આવે છે, તે જો આવી જ ઝડપે પીઘળવા લાગશે તો સમુદ્ર સ્તર ઘણા સેન્ટીમીટર નહીં પરંતુ મીટર સુધી વધી શકે છે.

પર્યાવરણ અને હવામાન પરિવર્તન પર કામ કરતા વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે અંટાર્કટિકા વિશ્વનું સૌથી ઝડપી ગરમ થતું ક્ષેત્ર બની રહ્યું છે. સતત વધતા તાપમાન, સમુદ્રી ગરમી અને તૂટતા આઇસ શેલ્ફ આ વિસ્તાર માટે અત્યંત જોખમી છે. હેક્ટોરિયા ગ્લેશિયરની આ ઘટના દર્શાવે છે કે હિમપ્રદેશની સ્ટેબિલિટી હવે જોખમમાં છે અને આવનારા વર્ષોમાં આવી ઘટનાઓ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો : આગમાં 45ના મોત, સાઉદી સરકાર ભારતીય નાગરિકોના મૃતદેહો નહીં સોંપે, ત્યાં જ અંતિમવિધિ, વળતર નહીં

અભ્યાસ Nature Geoscience માં પ્રકાશિત થયો છે અને હાલમાં દુનિયાના અનેક દેશોના સંશોધકો સેટેલાઈટ ડેટાનો વિશ્લેષણ કરી રહ્યા છે જેથી ગ્લેશિયરોની ગતિ, પિઘળવાની દર અને ભાવિ જોખમોને વધુ સારી રીતે સમજાવી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GlobalWarming HektoriaGlacier Antarctica
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ