બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:25 AM, 1 October 2025
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર હતો, અને પછી બંને દેશોના DGMO વચ્ચે વાટાઘાટો પછી સીઝફાયર થયું હતું. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર આ સીઝફાયરનો શ્રેય લઈ ચુક્યા છે. ભારતે વારંવાર તેમના આ દાવાને નકારી કાઢ્યો છે, છતાં તેઓ દાવો કરતા આવ્યા છે કે તેમના હસ્તક્ષેપને કારણે યુદ્ધ અટકી ગયું. ત્યારે હવે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમના હસ્તક્ષેપથી એક મોટો સંઘર્ષ વધતો અટક્યો અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે તેમને કહ્યું કે તેમણે લાખો લોકોના જીવ બચાવ્યા. ટ્રમ્પે તેને 'ખૂબ જ સુંદર પગલું' ગણાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફ તેમને મળવા આવ્યા હતા. એ દરમિયાન મુનીરે કહ્યું, "આ વ્યક્તિએ લાખો લોકોના જીવ બચાવ્યા છે કારણ કે તેમણે યુદ્ધ રોકી દીધું." ટ્રમ્પે આગળ કહ્યું કે તે સમયે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી, અને સંઘર્ષ ચાર દિવસ સુધી ચાલ્યો, જેમાં સાત ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હોવાના અહેવાલો હતા.
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "ભારત અને પાકિસ્તાન આમને-સામને હતા. મેં બંનેને ફોન કર્યો અને કહ્યું કે જો યુદ્ધ શરૂ કર્યું, તો વેપાર બંધ કરી દઈશ. તમે બે પરમાણુ રાષ્ટ્ર છો, આવું ન થઈ શકે. મેં આ યુદ્ધ રોક્યું." જોકે, ટ્રમ્પે એ સ્પષ્ટ નથી કર્યું કે કયા દેશને સાત વિમાનનું નુકસાન થયું.
ADVERTISEMENT
ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને વારંવાર નકારી કાઢ્યો છે. ભારતનું કહેવું છે કે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામને લઈને કરાર બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સીધી વાતચીત દ્વારા થયો હતો, કોઈ બાહ્ય હસ્તક્ષેપ દ્વારા નહીં. દરમિયાન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં દાવો કર્યો કે મે મહિનામાં થયેલી અથડામણ દરમિયાન તેમની વાયુસેનાએ સાત ભારતીય લડાકુ વિમાનો તોડી પાડ્યા. તેમણે કહ્યું, "અમારા ફાલ્કન્સે ઉડાન ભરી અને સાત ભારતીય જેટને ભંગારમાં ફેરવી દીધા."
ADVERTISEMENT

જોકે, સેટેલાઇટ તસવીરોએ પાકિસ્તાનના દાવાને ખોટો સાબિત કરી દીધો. તસવીરોથી સાબિત થઈ રહ્યું છે કે ભારતીય હુમલાઓથી પાકિસ્તાની એરબેઝને નોંધપાત્ર નુકસાન થયું હતું, હેંગરો અને રનવે તબાહ થઈ ગયા, જયારે પાકિસ્તાનની જવાબી કાર્યવાહી નિષ્ફળ રહી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ફિલિપાઇન્સમાં ભૂકંપના જોરદાર ઝટકા, અનેક ઇમારતો ધરાશાયી, 20 લોકોના મોત
ટ્રમ્પે આ ઘટનાનો ઉલ્લેખ કરતા નારાજગી વ્યક્ત કરી કે કદાચ તેમને આના માટે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળે, જ્યારે આ સન્માન કોઈ એવી વ્યક્તિને આપી શકાય છે "જેણે કંઈ પણ નથી કર્યું". જોકે, તેમણે કહ્યું કે તેમની પ્રાથમિકતા વ્યક્તિગત ઓળખ નહીં પરંતુ દેશનું હિત છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.