બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / યુદ્ધના સંકટ વચ્ચે આ દેશમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું, જાણો ભારતને કેટલું જોખમ?

એલર્ટ / યુદ્ધના સંકટ વચ્ચે આ દેશમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું, જાણો ભારતને કેટલું જોખમ?

Priyankka Triveddi

Last Updated: 12:48 PM, 27 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનું નામ પડતાં જ આપણા દરેકના મનમાં એક ભયનો માહોલ ઊભો થાય છે. અમેરિકામાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તે વચ્ચે ઇન્ડિયામાં આની શું અસર થશે તેને લઈને ચર્ચા અને ચિંતાનો માહોલ છે.

Immune Escape COVID Variant: યુનાઇટેડ સ્ટેટ્સમાં ફરીથી વધતા COVID-19 કેસોએ વૈશ્વિક સ્તરે ચિંતા ઊભી કરી છે. નવા વેરિઅન્ટના આગમન સાથે નિષ્ણાતો સાવચેતી રાખવા પર ભાર મૂકી રહ્યા છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં COVID-19ના કેસોમાં અચાનક વધારો નોંધાતા આરોગ્ય તંત્ર ફરી સક્રિય બન્યું છે અને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ વાયરસનો એક નવો પ્રકાર BA.3.2 ઓળખાયો છે. જે અત્યાર સુધીમાં 23 દેશોમાં મળી આવ્યો છે. CDCના આંકડા મુજબ આ વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ શકે તેવી સંભાવના ધરાવે છે અને તેની એક ખાસિયત એ છે કે તે રોગપ્રતિકારક શક્તિને આંશિક રીતે ટાળવાની ક્ષમતા ધરાવે છે. આ કારણે પહેલાથી રસી લીધેલા અથવા અગાઉ સંક્રમિત થયેલા લોકોમાં પણ ફરીથી ચેપ લાગવાની શક્યતા વધે છે. તેમ છતાં હાલની પરિસ્થિતિ પહેલા જેવી ગંભીર બની શકે તેવું તાત્કાલિક રીતે જણાતું નથી.

એક્સપર્ટ માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વ્યાપક રસીકરણ અને ચેપમાંથી સાજા થયેલા લોકોના કારણે હવે લોકોમાં હાઇબ્રિડ ઇમ્યુનિટી વિકસિત થઈ છે, જે ગંભીર પરિણામોને ઓછા કરવામાં મદદરૂપ બની રહી છે. આ જ કારણ છે કે, કેસોની સંખ્યામાં વધારો થવા છતાં હોસ્પિટલમાં દાખલ થવાના અને મૃત્યુના દર અગાઉની લહેરોની તુલનામાં ઓછા રહેવાની શક્યતા છે. ડોક્ટરોનું માનવું છે કે મોટાભાગના દર્દીઓમાં હળવા કે મધ્યમ લક્ષણો જોવા મળશે. જેમ કે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો અને થાક જેને ઘરગથ્થુ સારવાર દ્વારા નિયંત્રિત કરી શકાય છે.

ભારત માટે આ પરિસ્થિતિ કેટલી અસરકારક બની શકે તે અંગે પણ ચર્ચા તેજ થઈ છે. નિષ્ણાતોના મતેકોરોનાવાયરસ હવે સંપૂર્ણપણે સમાપ્ત થવાનો નથી. પરંતુ તે એક સ્થાનિક (એન્ડેમિક) વાયરસ તરીકે રહેવાનો છે. એટલે કે સમયાંતરે નવા વેરિઅન્ટ સાથે કેસોમાં વધારો-ઘટાડો થતો રહેશે. જોકે ફક્ત નવા પ્રકારના ઉદભવને કારણે ફરીથી મહામારી જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય તે જરૂરી નથી. હાલમાં ભારતમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ વૈશ્વિક પ્રવાહોને ધ્યાનમાં રાખીને સતત દેખરેખ રાખવી આવશ્યક બની ગઈ છે.

આ પણ વાંચો: અમેરિકાએ ઈરાનને વધુ 10 દિવસનુ અલ્ટિમેટમ આપ્યું, ઈરાની ઉર્જા-મથકો પર હુમલા ટાળ્યા

નિષ્ણાતો ખાસ કરીને કેટલાક વર્ગોને વધુ સાવચેત રહેવાની સલાહ આપે છે. જેમાં વૃદ્ધો, પહેલાથી જ ગંભીર બીમારીઓ ધરાવતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. તેઓ માટે આ ચેપ વધુ ગંભીર બની શકે છે તેથી સમયસર રસીકરણ, બૂસ્ટર ડોઝ, પરીક્ષણ અને સ્વચ્છતાના નિયમોનું પાલન ખૂબ જ જરૂરી છે. આરોગ્ય તંત્ર હવે પહેલાથી વધુ તૈયાર છે. છતાં બેદરકારી રાખવી જોખમી બની શકે છે. તેથી, ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવચેતી અને જવાબદારીપૂર્ણ વર્તન દ્વારા જ આ પરિસ્થિતિને કાબૂમાં રાખી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Immune Escape COVID Variant COVID-19 variant BA.3.2 Variant
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ