બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈરાન ડીલ પહેલા ઈઝરાયલી હુમલાથી ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ! કહ્યું- હવે ન થવા જોઈએ વધુ હુમલા

વિશ્વ / ઈરાન ડીલ પહેલા ઈઝરાયલી હુમલાથી ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ! કહ્યું- હવે ન થવા જોઈએ વધુ હુમલા

Ajitsinh Jadeja

Last Updated: 11:31 PM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Middle East Conflict: ઇઝરાયલે રવિવારે લેબનાનની રાજધાની બેરૂતના દહિયા વિસ્તારમાં હુમલો કર્યો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા અને 15 ઘાયલ થયા છે.

Middle East Conflict: ઇઝરાયલે રવિવારે લેબનાનની રાજધાની બેરૂતના દહિયા વિસ્તારમાં હુમલો કર્યો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા અને 15 ઘાયલ થયા છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો આગળ વધી રહી છે. ઈરાને આ હુમલા પર કડક પ્રતિક્રિયા આપી, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ હુમલો ન થવો જોઈતો હતો આનાથી શાંતિ પ્રક્રિયાને નુકસાન પહોંચી શકે છે.

ઇઝરાયલે રવિવારે લેબનોનની રાજધાની બેરૂત પર બોમ્બ ફેંક્યા. જેને લઇને ત્રણ લોકો માર્યા ગયા અને 15 ઘાયલ થયા. જોકે આ હુમલો એવા સમયે થયો જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે એક મોટો શાંતિ કરાર લગભગ પૂર્ણ થઈ ગયો છે. આ હુમલાથી ઈરાન એટલું ગુસ્સે થયું કે ડીલ તુટવા પર આવી ગઇ. અને હવે ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ હુમલો ન થવો જોઈતો હતો. ટ્રમ્પે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને કહ્યું છે કે વાતચીત એ કટોકટીમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

આ સમગ્ર મામલામાં ત્રણ મુખ્ય પક્ષો સામેલ છે. પ્રથમ, ઇઝરાયલ. આ દેશ લેબનોનમાં હિઝબુલ્લાહ ઠેકાણાઓ પર સતત હુમલો કરી રહ્યો છે. બીજું, હિઝબુલ્લાહ લેબનોનમાં સ્થિત એક આતંકવાદી સંગઠન છે. તેનો સૌથી મોટો મિત્ર અને સમર્થક ઈરાન છે. ઈરાન તેને પૈસા, શસ્ત્રો અને તાલીમ પૂરી પાડે છે. સરળ શબ્દોમાં કહીએ તો હિઝબુલ્લાહ ઈરાનના પક્ષે લડે છે. ત્રીજું, ઈરાન અને અમેરિકા. આ બંને દેશો હાલમાં એક મોટા શાંતિ કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

આ બધું જોઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે આગળ આવ્યા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આજે સવારે બૈરુત પર હુમલો થવો જોઈતો ન હતો, ખાસ કરીને જ્યારે આપણે ઈરાન સાથે શાંતિ કરારની ખૂબ નજીક હતા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ સ્વીકાર્યું કે ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે, પરંતુ જેના જવાબમાં ઇઝરાયલે આ કાર્યવાહી કરી તે હુમલો ખૂબ જ નાનો હતો. તે હુમલામાં કોઈનું મોત કે ઈજા થઈ નથી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇઝરાયલને સીધા જ કહ્યું કે લેબનોનમાં હવે વધુ હુમલા ન થવા જોઈએ. તેમણે હિઝબુલ્લાહને પણ કહ્યું કે ઇઝરાયલ પર પણ કોઈ હુમલા ન થવા જોઈએ. ટ્રમ્પે કહ્યું, "આ એક લાંબી અને સારી શાંતિની શરૂઆત હોઈ શકે છે. તેને બગાડો નહીં."

હુમલા પછી ઈરાને શું કહ્યું?

બૈરુત પર હુમલા બાદ ઈરાન ગુસ્સે ભરાયું. ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરે કહ્યું, "લેબનોનમાં ઇઝરાયલની કાર્યવાહી અનુત્તરિત રહેશે નહીં."

VTV ADD 02

આ પણ વાંચોઃ વિશ્વ / ભારતના વિરોધની વચ્ચે પણ હોર્મુઝમાં અવળચંડાઈ, ભારતીય ક્રૂ વાળા જહાજ પર ફરી હુમલો

ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું મુખ્ય નિવેદન

ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનએ કહ્યું કે સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ એ નિષ્કર્ષ પર આવી છે કે સંવાદ એ શ્રેષ્ઠ રસ્તો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે ટોચના નેતૃત્વ સાથે વાત કરી હતી અને દેશને "યુદ્ધ નહીં, શાંતિ નહીં" ની કંટાળાજનક પરિસ્થિતિમાંથી મુક્ત કરવા માટે આદરપૂર્ણ વાટાઘાટો કરવાની પરવાનગી મેળવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran Israel Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ