બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:43 AM, 27 March 2026
America On Iran : મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ઈરાનના ઉર્જા મથકો પર થનારા હુમલાઓને હાલ માટે 10 દિવસ સુધી રોકી દેવામાં આવશે. આ નિર્ણય Iranની વિનંતી બાદ લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ વિરામ 6 એપ્રિલ 2026 સુધી લાગુ રહેશે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ પગલું બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધારવા માટે લેવામાં આવ્યું છે. ટ્રમ્પે પણ સ્પષ્ટ કર્યું કે હાલની વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને તેના સાથી દેશો ઈરાનના ઉર્જા ક્ષેત્રને નિશાન બનાવીને હુમલા કરી રહ્યા હતા. તેનો મુખ્ય હેતુ ઈરાનની આર્થિક અને લશ્કરી ક્ષમતાને કમજોરી બનાવવાનો હતો. આ કાર્યવાહીનો જવાબ ઈરાને પણ મિસાઇલ અને ડ્રોન હુમલાઓ દ્વારા આપ્યો, જેના કારણે તણાવ વધુ વધી ગયો અને પરિસ્થિતિ યુદ્ધ જેવી બની ગઈ.

ADVERTISEMENT
આ પણ વાંચો : હવે યુએસ ડોલરમાં દેખાશે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર, 165 વર્ષ જૂની પરંપરાનો આવશે અંત
આવા સમયમાં આ 10 દિવસનો વિરામ એક મહત્વપૂર્ણ તક તરીકે જોવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે આ સમયગાળો બેકચેનલ ડિપ્લોમસી માટે મદદરૂપ થઈ શકે છે અને કદાચ મોટા સ્તરે શાંતિ તરફનું પહેલું પગલું બની શકે છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે આ પગલું કાયમી યુદ્ધવિરામમાં ફેરવાશે કે માત્ર તણાવ ઘટાડવાનો પ્રયાસ છે. આ વચ્ચે, Strait of Hormuzને લઈને પણ એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને તેલ ટેન્કરોને પસાર થવાની મંજૂરી આપી છે, જે વૈશ્વિક તેલ પુરવઠા માટે સકારાત્મક સંકેત છે. આ પગલાથી આંતરરાષ્ટ્રીય બજારમાં થોડી સ્થિરતા આવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.