ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / મેક્સિકોના સુપર માર્કેટમાં લાગી ભીષણ આગ, 4 બાળકો સહિત 23નાં મોત, અન્ય ઘાયલ

વિશ્વ / મેક્સિકોના સુપર માર્કેટમાં લાગી ભીષણ આગ, 4 બાળકો સહિત 23નાં મોત, અન્ય ઘાયલ

Published By: Nidhi Panchal

Last Updated: 01:30 PM, 2 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક જોરદાર વિસ્ફોટે મેક્સિકોના હર્મોસિલો શહેરને હચમચાવી દીધું. શું આ માત્ર અકસ્માત હતો કે કોઈ મોટી બેદરકારીનો પરિણામ? તપાસમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.

ADVERTISEMENT

મેક્સિકોના સોનોરા પ્રાંતમાં આવેલા હર્મોસિલો શહેરમાં શનિવારે એક ભયાનક દુર્ઘટના બની હતી. શહેરના લોકપ્રિય વાલ્ડોસ સુપરમાર્કેટમાં અચાનક જ એક પ્રચંડ વિસ્ફોટ થયો, જેના કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં ઘણા બાળકોના મોત થવાની પણ માહિતી સામે આવી છે, જેને કારણે સમગ્ર મેક્સિકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

LPG-Tanker-Blast

વિસ્ફોટનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, અધિકારીઓએ આતંકવાદી હુમલાની શક્યતાને નકારી કાઢી છે. પોલીસ હાલમાં તમામ દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે બચાવ ટીમો ઝડપથી પહોંચી ગઈ હતી અને ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સાક્ષીઓએ જણાવ્યું કે વિસ્ફોટ પછી આગ ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા.

વિસ્ફોટ બપોરે થયો હતો

અહેવાલ મુજબ, ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં વિસ્ફોટ બપોરે થયો હતો. આગની જ્વાળા ઈમારતની અંદરથી બહાર સુધી પહોંચી ગઈ અને નજીક પાર્ક કરેલા વાહનોમાં પણ ફેલાઈ ગઈ. એહવાલ અનુસાર બચાવ કર્મચારીઓએ ભારે મહેનત બાદ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા.

પ્રારંભિક તપાસ

પ્રારંભિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે કે આ આગ ખામીયુક્ત ટ્રાન્સફોર્મરના ધુમાડાથી લાગી હશે. વિસ્ફોટ બાદ આખી ઇમારતમાં આગ ફાટી નીકળી હતી અને ઘણા લોકો બહાર નીકળી શક્યા નહોતા. સોનોરા રાજ્યના ગવર્નર અલ્ફોન્સો દુરાઝોએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું કે, “દુઃખની વાત છે કે મૃત્યુ પામેલા ઘણા લોકો સગીર ઉંમરના છે.” તેમણે ઉમેર્યું કે બચી ગયેલા લોકોની સારવાર હર્મોસિલોની હોસ્પિટલોમાં થઈ રહી છે અને આ મામલે વ્યાપક અને પારદર્શક તપાસનો આદેશ અપાયો છે.

vtv app promotion

રાષ્ટ્રપતિએ દુ:ખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે પણ આ દુર્ઘટનાને લઈને ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

આ પણ વાંચો : ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ એકાએક ગુમ થતા સાધુ-સંતોમાં હડકંપ, મળી સુસાઇડ નોટ

યાદ રાખવા જેવી વાત એ છે કે આ પહેલાં પણ મેક્સિકોમાં આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે. સપ્ટેમ્બર મહિનામાં મેક્સિકો સિટીમાં ગેસ ટેન્કર ટ્રક વિસ્ફોટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે ઘટનામાં 49,500 લિટર ક્ષમતા ધરાવતો ટ્રક પલટી ગયો હતો અને ભારે આગ લાગી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sonora blast Mexico explosion Hermosillo fire

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ