બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:51 AM, 15 June 2025
વિશ્વમાં એક તરફ ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે શેરબજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, તો બીજી તરફ દુનિયાના અબજોપતિઓની યાદીમાં પણ મોટો ફેરફાર નોંધાયો છે. ઓરેકલ કંપનીના 80 વર્ષીય સ્થાપક લેરી એલિસન હવે દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેઓએ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને મેટા (ફેસબુક)ના સ્થાપક માર્ક ઝુકરબર્ગને સંપત્તિની દોડમાં પાછળ છોડી દીધા છે. લેરી એલિસનની સંપત્તિ હાલમાં રોજબરોજ નવા રેકોર્ડ તોડતી જઈ રહી છે. ફોર્બ્સના રીઅલ ટાઈમ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમના કુલ નેટ વર્થમાં નોંધપાત્ર વધારો થયો છે.
ADVERTISEMENT

ગયા ગુરુવારથી લેરી એલિસનની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો છે. માત્ર ગુરુવારના રોજ તેમની સંપત્તિમાં આશરે $26 બિલિયનનો મોટો ઉછાળો નોંધાયો હતો, જે એક દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર ધનિકોની યાદીમાં સામેલ છે. માત્ર 24 કલાકમાં જ તેમની સંપત્તિમાં $13 બિલિયનથી વધુનો વધારો થયો છે. આ કારણે લેરી એલિસને માર્ક ઝુકરબર્ગ અને જેફ બેઝોસ બંનેને પાછળ છોડ્યા છે. હાલમાં લેરી એલિસનની કુલ સંપત્તિ $258.8 બિલિયન પર પહોંચી છે.
ADVERTISEMENT

ફોર્બ્સના તાજા આંકડા મુજબ, માર્ક ઝુકરબર્ગ $235.7 બિલિયન સાથે ત્રીજા ક્રમે અને જેફ બેઝોસ $226.8 બિલિયન સાથે ચોથા સ્થાને સરકી ગયા છે. જોકે, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે હજુ પણ એલોન મસ્કનું રાજ છે. તેમની કુલ સંપત્તિ $410.8 બિલિયન છે. પાંચમા ક્રમે જાણીતા રોકાણકાર વોરેન બફેટ છે જેમની સંપત્તિ $152.1 બિલિયન છે. છઠ્ઠા ક્રમે લેરી પેજ છે જેમની સંપત્તિ $144.7 બિલિયન છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : પાકિસ્તાનનો વધુ એક દાવો પોકળ, દસોલ્ટે બધાની સામે ખોલી નાખી પોલ
ADVERTISEMENT
સાતમા ક્રમે બર્નાર્ડ આર્નોલ્ટ છે જેમની સંપત્તિ $141 બિલિયન છે. આઠમા ક્રમે સેર્ગેઈ બ્રિન છે જેમની સંપત્તિ $138.4 બિલિયન છે, જ્યારે સ્ટીવ બાલ્મર $136.2 બિલિયન સાથે નવમા સ્થાને છે. દુનિયાના ટોચના 10 ધનિકોની યાદીમાં NVIDIAના સ્થાપક જેન્સેન હુઆંગ નવા દાખલ થયા છે, તેમની કુલ સંપત્તિ $123.9 બિલિયન છે. નોંધપાત્ર વાત એ છે કે, માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ હવે ટોચના 10માંથી બહાર થઈ ગયા છે અને તેઓ 12મા ક્રમે છે, તેમની કુલ સંપત્તિ $116.5 બિલિયન છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.