ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / આફ્રિકન દેશમાં ધોળા દિવસે 5 ભારતીયોનું અપહરણ, મામલો અલકાયદા સાથે કનેક્ટ

ચિંતાજનક / આફ્રિકન દેશમાં ધોળા દિવસે 5 ભારતીયોનું અપહરણ, મામલો અલકાયદા સાથે કનેક્ટ

Published By: Priykant Shrimali

Last Updated: 11:22 AM, 8 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Kidnapped In Mali : આ દેશમાં પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ, સશસ્ત્ર હુમલાખોરોએ તેમનું કુબી વિસ્તાર નજીક અપહરણ કર્યું હતું જ્યારે તેઓ સ્થાનિક પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા, જાણો સમગ્ર મામલો એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Indian Kidnapped In Mali : પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં અલ કાયદા સાથે સંકળાયેલા આતંકવાદી જૂથોએ પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું હોવાનું અધિકારીઓએ શનિવારે પુષ્ટિ કરી છે. આ બધા ભારતીયો સ્થાનિક વીજળીકરણ પ્રોજેક્ટમાં કાર્યરત હતા અને ગુરુવારે કૌબી વિસ્તારની નજીક સશસ્ત્ર હુમલાખોરોએ તેમનું અપહરણ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી અનુસાર એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ ભારતીયો એક ખાનગી કંપનીમાં કાર્યરત હતા જે સ્થાનિક સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચલાવી રહી હતી. આ ઘટનાની જાણ થતાં જ કંપનીએ તેના અન્ય ભારતીય કર્મચારીઓને સુરક્ષિત રીતે રાજધાની બામાકો ખસેડી દીધા છે.

શું કહ્યું કંપનીએ ?

આ સમગ્ર મામલે કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે, અમે પુષ્ટિ કરીએ છીએ કે, અમારા પાંચ ભારતીય કર્મચારીઓનું અપહરણ થયું છે. બાકીના બધા કર્મચારીઓ હાલ સુરક્ષિત છે અને બામાકોમાં છે. હાલ સુધી કોઈપણ સંગઠને આ અપહરણની જવાબદારી સ્વીકારી નથી.

JNIM પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહ્યું છે

માલી છેલ્લા ઘણા વર્ષોથી ઉગ્રવાદ, રાજકીય અસ્થિરતા અને જેહાદી હિંસાનો સામનો કરી રહ્યું છે. અલ કાયદા સાથે સંકળાયેલું આતંકવાદી જૂથ ગ્રુપ ફોર ધ સપોર્ટ ઓફ ઇસ્લામ એન્ડ મુસ્લિમ્સ (JNIM) તાજેતરના મહિનાઓમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહ્યું છે. અહેવાલો મુજબ, આ જૂથે ઇંધણ પુરવઠા પર પ્રતિબંધો લાદીને સ્થાનિક અર્થતંત્રને ગંભીર અસર પહોંચાડી છે. સપ્ટેમ્બર મહિનામાં પણ JNIM આતંકવાદીઓએ બે અમીરાતી અને એક ઈરાની નાગરિકનું અપહરણ કર્યું હતું. બાદમાં આ ત્રણેને અંદાજે $50 મિલિયનની ખંડણી ચૂકવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે, JNIMનો જન્મ 2012ના તુઆરેગ બળવામાંથી થયું હતું, અને હવે આ સંગઠન ઉત્તર માલીમાંથી દેશના કેન્દ્ર સુધી તેમજ પડોશી બુર્કિના ફાસો અને નાઇજર સુધી ફેલાઈ ગયું છે. ફ્રાન્સ અને અમેરિકા સાથેના સંબંધો તોડી રશિયાની નજીક ગયેલી માલીની લશ્કરી સરકાર હજુ સુધી આતંકવાદી હિંસા પર કાબૂ મેળવી શકી નથી.

આ પણ વાંચો : ટ્રમ્પ વિરૂદ્ધ કેસ લડશે ભારતીય મૂળના અમેરિકન અટોર્ની! જાણો શું છે સમગ્ર મામલો

અગાઉ પણ ભારતીયો બન્યા હતા નિશાનો

માલીમાં ભારતીય નાગરિકોને નિશાન બનાવવાનો આ પહેલો બનાવ નથી. અગાઉ પણ અલ કાયદા જોડાયેલા આતંકીઓએ ત્રણ ભારતીય ઈજનેરોનું અપહરણ કર્યું હતું. તે બધા સ્થાનિક રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતા હતા. અનેક દિવસો સુધી આતંકવાદીઓની કેદમાં રહ્યા બાદ તેમની મુક્તિ માટે ભારત સરકારે અને સ્થાનિક સત્તાવાળાઓએ ખાસ પ્રયત્નો કર્યા હતા. માલીમાં વધતા આતંકવાદી હુમલાઓ અને વારંવાર થતાં અપહરણના બનાવો એ વિસ્તારની સુરક્ષા સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય હવે આ પરિસ્થિતિ પર કાળજીપૂર્વક નજર રાખી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

kidnapping of Indian citizens West African ountry Mali

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ