ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પ વિરૂદ્ધ કેસ લડશે ભારતીય મૂળના અમેરિકન અટોર્ની! જાણો શું છે સમગ્ર મામલો

વિશ્વ / ટ્રમ્પ વિરૂદ્ધ કેસ લડશે ભારતીય મૂળના અમેરિકન અટોર્ની! જાણો શું છે સમગ્ર મામલો

Published By: Priykant Shrimali

Last Updated: 08:14 AM, 8 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump : આ ઐતિહાસિક કેસમાં મુખ્ય પ્રશ્ન એ છે કે, રાષ્ટ્રપતિને 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ એકપક્ષીય રીતે ટેરિફ લાદવાનો અધિકાર છે કે આ સત્તા ફક્ત યુએસ કોંગ્રેસ પાસે જ સીમિત છે, જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Donald Trump : ભારતીય મૂળના જાણીતા અમેરિકન વકીલ નીલ કાત્યાલ આજે યુએસ સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ સામે દલીલ કરશે. આ ઐતિહાસિક કેસમાં મુખ્ય પ્રશ્ન એ છે કે, રાષ્ટ્રપતિને 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ એકપક્ષીય રીતે ટેરિફ લાદવાનો અધિકાર છે કે આ સત્તા ફક્ત યુએસ કોંગ્રેસ પાસે જ સીમિત છે. કાત્યાલનો દાવો છે કે, IEEPA કાયદો રાષ્ટ્રપતિને કર અથવા ટેરિફ લાદવાની સત્તા આપતો નથી. તેઓ દલીલ કરે છે કે આવું કરવાથી રાષ્ટ્રપતિ સંવિધાન મુજબ કોંગ્રેસની નાણાકીય સત્તા પર અતિક્રમણ કરે છે.

ભારતીય મૂળ અને શિક્ષણ

નીલ કાત્યાલનો જન્મ શિકાગો ઇલિનોઇસમાં ભારતીય માતા-પિતાના ઘરમાં થયો હતો. તેમની માતા ડૉ. પ્રતિભા કાત્યાલ બાળરોગ નિષ્ણાત છે, જ્યારે પિતા સુરેન્દ્ર કાત્યાલ એક એન્જિનિયર હતા જેમનું અવસાન 2005માં થયું હતું. તેમની બહેન પ્રોફેસર સોનિયા કાત્યાલ કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલે સ્કૂલ ઓફ લોમાં કાનૂન શીખવે છે. કાત્યાલે ડાર્ટમાઉથ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું જ્યાં તે ફી બીટા કપ્પા સોસાયટી સિગ્માનુ ફ્રેટરનિટી અને ડાર્ટમાઉથ ફોરેન્સિક યુનિયનના સભ્ય હતા. ત્યારબાદ તેમણે યેલ લો સ્કૂલમાં પ્રવેશ લીધો, જ્યાં તેઓ યેલ લો જર્નલના સંપાદક બન્યા અને પ્રખ્યાત કાનૂની વિદ્વાનો અખિલ અમર અને બ્રુસ એકરમેનના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. 1995માં જ્યુરિસ ડોક્ટર (JD) ડિગ્રી મેળવ્યા પછી, કાત્યાલે પ્રથમ યુએસ કોર્ટ ઓફ અપીલ્સમાં અને બાદમાં યુએસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સ્ટીફન બ્રેયર માટે ક્લાર્ક તરીકે સેવા આપી.

સરકારી સેવા અને નિયમનકારી યોગદાન

1990ના દાયકાના અંતમાં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને કાત્યાલને પ્રો બોનો કાનૂની સેવાઓના વિસ્તરણ પર અહેવાલ તૈયાર કરવા માટે નિમણૂક કરી. 1999માં તેમણે સ્પેશિયલ કાઉન્સેલ સંબંધિત નિયમો અને માર્ગદર્શિકા તૈયાર કરી, જે બાદમાં અનેક ફેડરલ તપાસોના ધોરણરૂપ બન્યા.

ટેરિફ કેસ : ટ્રમ્પ નીતિ સામે પડકાર

ટ્રમ્પ વહીવટીતંત્રે સત્તામાં આવ્યા પછી સ્ટીલ, એલ્યુમિનિયમ સહિત અનેક ઉત્પાદનો પર વધારાના ટેરિફ લાદ્યા હતા. ઉદ્યોગપતિઓએ આ પગલાંને કોર્ટમાં પડકાર્યા અને નીલ કાત્યાલને પોતાના વકીલ તરીકે પસંદ કર્યા. ફેડરલ સર્કિટ અદાલતે 29 ઓગસ્ટ, 2025ના રોજ 7-4ના બહુમતીથી કાત્યાલની દલીલ સ્વીકારી અને જણાવ્યું કે રાષ્ટ્રપતિને ટેરિફ લાદવાનો અધિકાર નથી. આ ચુકાદાને ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જ્યાં હવે અંતિમ નિર્ણય આવશે.

વિશ્વની નજર સુપ્રીમ કોર્ટ પર

આ કેસની સુનાવણી 5 ઑક્ટોબર, 2025ના રોજ 80 મિનિટ માટે નિર્ધારિત છે-સામાન્ય રીતે સુનાવણીનો સમય 60 મિનિટનો હોય છે. કોર્ટ રૂમ ખીચોખીચ ભરાયેલો રહેવાની ધારણા છે. વિશ્વભરમાં કાનૂન નિષ્ણાતો આ નિર્ણયને ઉત્સુકતાથી જોઈ રહ્યા છે-કારણ કે તેનો સીધો પ્રભાવ રાષ્ટ્રપતિની આર્થિક સત્તાઓની મર્યાદા અને કોંગ્રેસના અધિકારો પર પડશે.

આ પણ વાંચો : અમેરિકાથી આવ્યા મોટા સમાચાર, આ દેશથી ટ્રમ્પ છે નારાજ, લીધો મોટો નિર્ણય

નીલ કાત્યાલનો સંદેશ

કાત્યાલે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમેરિકાના બંધારણમાં સત્તા વિતરણના સિદ્ધાંતનો આધાર જ એ છે કે કોઈ એક વ્યક્તિને અનિયંત્રિત આર્થિક સત્તા ન મળે. આ કેસ તે સિદ્ધાંતની રક્ષા માટે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

American Attorney Neil Katyal Donald Trump

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ