ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / હૈયું હચમચી જાય તેવો Video, વિમાનના એન્જીનમાં ફસાઇ જતા માણસના ચીથરે ચીથરા ઉડી ગયા

કમકમાટીભર્યું / હૈયું હચમચી જાય તેવો Video, વિમાનના એન્જીનમાં ફસાઇ જતા માણસના ચીથરે ચીથરા ઉડી ગયા

Published By: Priykant Shrimali

Last Updated: 10:32 AM, 12 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Italy Airport Video : અહેવાલો અનુસાર વિમાન ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે જ તે વ્યક્તિ વિમાનના એન્જિનમાં ઘુસી ગયો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું, ઘટનાને કારણે કુલ 9 ફ્લાઇટ્સ ડાયવર્ટ

ADVERTISEMENT

Italy Airport Video : ઇટાલીના મિલાન બર્ગામો એરપોર્ટ પર મંગળવારે સવારે એક દુ:ખદ અકસ્માત થયો. એક વ્યક્તિ વિમાનના એન્જિનમાં ફસાઈ ગયો અને તેનું મોત નીપજ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, તે વ્યક્તિ ગ્રાઉન્ડ સ્ટાફ હતો જે રનવે પર આવ્યો અને સ્પેનના અસ્તુરિયાસ જઈ રહેલા એરબસ A319 વોલોટીઆ વિમાનના માર્ગમાં આવી ગયો. આ વિમાન સ્પેનના અસ્તુરિયાસ જવા માટે ઉડાન ભરવાનું હતું.

વિમાનમાં સવાર હતા 154 મુસાફરો

વોલોટીઆ એરલાઈન્સે પુષ્ટિ આપી છે કે, વિમાનમાં કુલ 154 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હતા, જેમાં 2 પાઈલટ અને ચાર કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. વોલોટીઆએ X પર પોસ્ટ કર્યું હતું કે તે. અસરગ્રસ્ત મુસાફરો અને ક્રૂને મદદ કરવા અને તેમને માનસિક સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

મિલાનો બર્ગામો એરપોર્ટ પર અકસ્માત

સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક ઓરિયો અલ સેરિયો એરપોર્ટ જેને મિલાનો બર્ગામો તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે અકસ્માત પછી સવારે 10:20 વાગ્યે કામગીરી સ્થગિત કરી દીધી હતી. 2024માં એરપોર્ટે 17 મિલિયનથી વધુ મુસાફરોનું સંચાલન કર્યું હતું.

આ પણ વાંચો : 'ટેકઑફ બાદ તરત બંને એન્જીન...', 15 પાનાના રિપોર્ટમાં પ્લેન ક્રેશને લઇ ચોંકાવનારા ઘટસ્ફોટ

વિમાન ઉડાન ભરવા માટે તૈયાર

એરપોર્ટ ઓપરેટર SACBO એ "ટેક્સીવે પર સમસ્યા" હોવાની પુષ્ટિ કરી અને કહ્યું કે "સમસ્યાના કારણોની તપાસ હાલમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે." અહેવાલો અનુસાર વિમાન ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે જ તે વ્યક્તિ વિમાનના એન્જિનમાં ઘુસી ગયો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. ઘટનાને કારણે કુલ 9 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને 6 રીડાયરેક્ટ કરવામાં આવી હતી. આઠ ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી. ઘટનાને કારણે થયેલા વિલંબને પગલે સ્થાનિક સમય મુજબ બપોર પછી એરપોર્ટ પર ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Milan Bergamo Airport aircraft engine viral video

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ