બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 pakistan team controversy namaz on field gaza strip israel hamas war

સ્પોર્ટ્સ / પિચ પર નમાજ, પેલેસ્ટાઈનનો ઉલ્લેખ, હોટલમાં બિરયાની... આ વર્ષે રમત કરતાં વિવાદોમાં વધારે રહી પાકિસ્તાની ટીમ

Arohi

Last Updated: 11:19 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: પાકિસ્તાની ટીમ સાત વર્ષ બાદ ભારતીય જમીન પર ક્રિકેટ મેચ રમવા આવી છે. જોવામાં આવે તો પાકિસ્તાની ટીમ હાલ વર્લ્ડ કપમાં રમવાથી વધારે વિવાદોમાં રહી છે. પાકિસ્તાની ટીમના ભારત પહોંચવાની સાથે જ પીસીબી મેનેજમેન્ટ કમીટીના ચેરમેન જકા અશરફે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

  • વર્લ્ડ કપમાં વિવાદોમાં રહ્યું પાકિસ્તાન 
  • જકા અશરફનું વિવાદાસ્પદ નિવેદન 
  • આઠમાંથી ચાર મેચ હાર્યું પાકિસ્તાન 

ભારતમાં રમાઈ રહેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નથી રહ્યું. પાકિસ્તાની ટીમે પોતાની આઠમાંથી ચાર મેચ ગુમાવી દીધી છે અને તે સેમીફાઈનલની રેસથી લગભગ બહાર થઈ ચુક્યું છે. બાબર આઝમની આગેવાની વાળી પાકિસ્તાની ટીમને સેમીફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચમત્કારી જીત મળી હતી. 

પાકિસ્તાનને સેમીફાઈનલમાં એન્ટ્રી કરી છે તો તેને 11 નવેમ્બરે ઈંગ્લેન્ડના વિરૂદ્ધ 287 રનોના અંતરથી મેચ જીતવી પડશે. ત્યારે તેનો નેટ-રનરેટ ન્યૂઝીલેન્ડથી બહાર થઈ શકશે. જો ઈંગ્લેન્ડના વિરૂદ્ધ પાકિસ્તાન ટીમ ટાર્ગેટ ચેઝ કરે છે તો તેને 284 બોલ બાકી રહેતા મેચ જીતવી પડશે. જો પાકિસ્તાન આમ નહીં કરે તો ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમાં જતી રહેશે. ભારત, સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયા પહેલા જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી ચુકી છે. 

હૈદરાબાદી બિરયાની 
સાત વર્ષ બાદ ભારતીય જમીન પર ક્રિકેટ રમવા આવેલી પાકિસ્તાની ટીમ રમત કરતા વધારે વિવાદોમાં રહી છે. પાકિસ્તાની ટીમના ભારત પહોંચતા જ પીસીબી મેનેજમેન્ટે કમીટીના ચેરમેન જકા અશરફે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 

જકાએ ભારતને દુશ્મન દેશ કહી દીધો. મામલો બગડતા જોઈ પીસીબીએ માફીના લહેઝામાં એક નિવેદન જાહેર કરી પોતાની સ્પષ્ટતા આપી. પાકિસ્તાની ટીમની વર્લ્ડ કર જર્ની હૈદરાબાદથી શરૂ થઈ, જ્યાં તેમણે હૈદરાબાદી બિરયાનીનો સ્વાદ માણ્યો. અને તેના ખૂબ વખાણ કર્યા. 

પીસીબીએ કરી નાખી ફરિયાદ
હૈદરાબાદના બાદ પાકિસ્તાની ટીમના ખેલાડી અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદમાં પણ ખેલાડીઓનું સ્વાગત જબરદસ્ત થયું. જોકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટોડિયમમાં ભારતના હાથે હાર બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું. 

ટીમના નિર્દેશક મિકી આર્થર અને અમુક પાકિસ્તાની ખેલાડીઓએ આરોપ લગાવ્યો કે અમદાવાદમાં પાકિસ્તાની ખેલાડીઓની સાથે દર્શકોએ સારો વ્યવહાર નથી કર્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ આ મામલાને લઈને આઈસીસી સાથે ફરિયાદ કરી હતી. 

રિઝવાને ઉઠાવ્યો પેલેસ્ટાઈનનો મુદ્દો 
પાકિસ્તાની ટીમને વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી હતી અને તેને નેધરલેન્ડ્સને હરાવ્યા બાદ શ્રીલંકાની પણ બેંડ બજાવી નાખી. શ્રીલંકા વિરૂદ્ધ જીત હાસિલ કર્યા બાદ પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમામદ રિઝવાન ઈઝરાયલ હમાસની લડાઈને લઈને નિવેદન આપ્યું. રિઝવાને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શ્રીલંકાના સામે લગાવેલી સેન્ચુરી ગાઝાના લોકોને સમર્પિત કરી દીધી. રિઝવાને પોતાની પોસ્ટમાં હૈદરાબાદમાં થયેલી પાકિસ્તાનની ટીમની ખાતિરદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ