બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 ajay jadeja former team india captain changed fortune of afghanistan cricket team

ક્રિકેટ / AFG vs PAK: અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીતમાં એક ગુજરાતીનો સૌથી મોટો રોલ, નામ સાંભળીને ચોંકી ઉઠશો

Arohi

Last Updated: 12:08 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023માં મોટી જીત મેળવી છે. ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ તેણે પાકિસ્તાનને પણ સરળતાથી હરાવી દીધુ છે. અફઘાનિસ્તાન ટીમની આ કાયાયલટમાં પૂર્વ ભારતીય કેપ્ટન અજય જાડેજાનો મોટો હાથ છે.

  • અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું
  • અફઘાનિસ્તાનની જીત પાછળ ગુજરાતીનો હાથ 
  • નામ સાંભળીને ચોંકી ઉઠશો

પહેલા ભારત અને હવે અફઘાનિસ્તાન... પાકિસ્તાનની ટીમને આ વર્લ્ડ કપમાં બીજા એશિયાઈ દેશો સામે હારનો સામનો કરવો પડ્યો. ભારત સામે થયેલી હાર તો પાકિસ્તાની ફેંસે પચાવી લીધી પરંતુ અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપમાં જે હાર પાકિસ્તાનને મળી છે તેને તો વર્ષો સુધી કદાચ પાકિસ્તાની ફેંસ નહીં ભૂલી શકે. અફઘાનિસ્તાનની ટીમે એકતરફા અંદાજમાં પાકિસ્તાનને હરાવ્યું. 283 રનના ટાર્ગેટને અફઘાનિસ્તાનની ટીમે ફક્ત 2 વિકેટ પર પુરો કરી નાખ્યો. 

અફઘાનિસ્તાનની પાકિસ્તાન પર આ ધમાકેદાર જીતમાં એક ભારતીય અને તે પણ ગુજરાતીનો હાથ છે. જે વર્લ્ડ કપ શરૂ થયાના ફક્ત 3 દિવસ પહેલા જ અફઘાનિસ્તાની ટીમ સાથે જોડાયો હતો અને ફક્ત બે અઠવાડિયામાં અફઘાનિસ્તાનની ટીમને એવી ટ્રેન કરી કે તેમણે ઈંગ્લેન્ડને હરાવ્યું અને હવે પાકિસ્તાનને પણ જોરદાર મ્હાત આપી છે. 

અફઘાનિસ્તાની ટીમના મેન્ટોર છે અજય જાડેજા
અફઘાનિસ્તાનની ટીમની કાયાપલટ કરનાર હિંદુસ્તાનીનું નામ અજય જાડેજા છે. તેમને વિશ્વ કપ શરૂ થતાના થોડા સમય પહેલા જ અફઘાનિસ્તાનની ટીમના મેન્ટોર બનાવવામાં આવ્યા હતા અને ખેલાડીઓમાં જીતનો એવો વિશ્વાસ ભર્યો કે ઈંગ્લેન્ડના બાદ અફઘાનિસ્તાન ટીમે પાકિસ્તાનને પણ ધૂળ ચટાવી દીધી. આ પહેલો મોકો છે જ્યારે વનડે ક્રિકેટમાં અફઘાનિસ્તાનને પાકિસ્તાનને હરાવ્યું છે અને પોતાના સૌથી મોટો ટાર્ગેટ તરફ આગળ વધતા આ જીત મેળવી.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

આ પહેલા બન્ને ટીમોની વચ્ચે 7 વખત વનડેમાં ટક્કર થઈ અને આ અવસર પર પાકિસ્તાનની ટીમ જીતી હતી. અફઘાનિસ્તાને અત્યાર સુધી 17 ટીમો સામે વનડે રમી છે અને તેમાંથી 13ને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન પણ આલિસ્ટમાં છે. 

અજય જાડેજા આ વિશ્વ કપમાં અફઘાનિસ્તાન ટીમના મેન્ટરોના રોલમાં છે. તે ભારતના કેપ્ટન રહી ચુક્યા છે અને તેમણે ભારતીય કન્ડીશંસ અને પિચો વિશે સારી રીતે ખબર છે અને તેનો અફઘાનિસ્તાનને ફાયદો મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ