ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / કેનેડામાં એરપોર્ટ પર જ સ્ટડી-વર્ક પરમિટ થઈ શકે કેન્સલ, નવો નિયમ આવ્યો અમલમાં, જાણો ફટાફટ
Last Updated: 08:37 AM, 9 November 2025
ADVERTISEMENT
શું તમે પણ કેનેડામાં અભ્યાસ કે નોકરી માટે જવાની તૈયારીમાં છો? તો સાવધાન રહો! હવે તમારું વિઝા કે પરમિટ એરપોર્ટ પર જ રદ થઈ શકે છે. નવા નિયમો હેઠળ કેનેડાની ઇમિગ્રેશન એજન્સી IRCC એ એવું સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વિદ્યાર્થી કે કાર્યકર દેશમાં પ્રવેશ માટેની શરતો પૂર્ણ ન કરે, તો તેનો સ્ટડી કે વર્ક પરમિટ તુરંત રદ કરી શકાય છે.
ADVERTISEMENT

કનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ તાજેતરમાં નવી ઓપરેશનલ માર્ગદર્શિકા જાહેર કરી છે, જે કામચલાઉ નિવાસી દસ્તાવેજો (Temporary Resident Documents) અંગે છે. આ દસ્તાવેજોમાં વિઝિટર વિઝા, સ્ટડી પરમિટ, વર્ક પરમિટ અને ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (eTA) નો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ નવી માર્ગદર્શિકા હેઠળ ઇમિગ્રેશન અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પાસે માન્ય પરમિટ હોય પણ તે દેશમાં પ્રવેશ માટે જરૂરી સ્વીકાર્યતા અથવા પાલનની શરતો પૂર્ણ ન કરે, તો અધિકારીને હવે એરપોર્ટ પર જ તેનું પરમિટ રદ કરવાની કાનૂની છૂટ આપવામાં આવી છે. આ નિયમો ઇમિગ્રેશન એન્ડ રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન્સ (IRPR) માં કરાયેલા નવા સુધારાનો ભાગ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
આ કલમો મુજબ IRCC પાસે હક્ક છે કે તે ભૂલથી જારી કરાયેલી પરમિટને રદ કરી શકે છે, અથવા જો પરમિટ ધારક હવે જરૂરી શરતોને પૂર્ણ ન કરતો હોય તો પણ. જો વિદ્યાર્થી કે કામદાર મૃત્યુ પામે છે અથવા કાયમી રહેઠાણ (Permanent Residency) મેળવી લે છે, તો તેમની સ્ટડી કે વર્ક પરમિટ આપમેળે રદ થઈ જશે.

ADVERTISEMENT
ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂશન (DLI) — એટલે કે એવી કોલેજ કે યુનિવર્સિટી જે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે મંજૂર હોય —માં પ્રવેશ મેળવે છે, પરંતુ પછી તે IRCC ના નિયમોનું પાલન કરતું ન હોય, તો તેની સ્ટડી પરમિટ રદ થઈ શકે છે. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ કેનેડાની કોઈ કંપનીમાં કામ કરવા જાય છે પરંતુ તે કંપની કે કામદારે કાયદાકીય શરતોનું પાલન ન કર્યું હોય, તો તેમની વર્ક પરમિટ પણ રદ થઈ જશે.
આ પણ વાંચો : 250 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો, ઈમારતો ધરાશાયી, 700થી વધુ ઈજાગ્રસ્ત
IRCCના જણાવ્યા મુજબ, આ નિયમોનો હેતુ કેનેડાની સરહદ પર ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ સખત અને પારદર્શક બનાવવાનો છે. ઘણા લોકો ખોટી માહિતી કે દસ્તાવેજોથી દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હતા. હવે નવા નિયમો હેઠળ, અધિકારીઓને સ્થળ પર જ પરમિટ ચકાસવાની અને જરૂરી જણાય તો રદ કરવાની સત્તા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો