ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:26 AM, 9 November 2025
ADVERTISEMENT
શનિવારે બ્રાઝિલના પરાના રાજ્યમાં આવેલું રિયો બોનિટો દો ઇગુઆકુ નામનું નાનું શહેર વિનાશક વાવાઝોડાના ભારે પ્રહારથી તબાહ થઈ ગયું. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વાવાઝોડામાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયા છે અને લગભગ 750 લોકો ઘાયલ થયા છે. શહેરની લગભગ 90 ટકા ઇમારતોને ગંભીર નુકસાન થયું છે.
ADVERTISEMENT

અધિકારીઓએ જણાવ્યું કે આ વાવાઝોડું શુક્રવારે સાંજે આવ્યું હતું. તે ફક્ત થોડા જ મિનિટો સુધી ચાલ્યું, પરંતુ તેની તીવ્રતા એટલી વધારે હતી કે 250 કિલોમીટર પ્રતિ કલાક (155 માઇલ પ્રતિ કલાક) સુધીના પવન ફૂંકાયા હતા. આ પવન સાથે ભારે કરા (હેલસ્ટોર્મ) પણ પડ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
શહેરની વસ્તી લગભગ 14,000 લોકોની છે. લોકો કહે છે કે વાવાઝોડાએ કારને જાણે રમકડાંની જેમ ઉથલાવી દીધી હતી, છતો ઉડી ગઈ હતી અને ઇમારતો તોડી પડી હતી. ઘણા લોકોના ઘર પૂરેપૂરા નાશ પામ્યા છે. હવાઈ ફોટોગ્રાફ્સમાં જોવા મળે છે કે આખું શહેર કાટમાળમાં ફેરવાઈ ગયું છે. પરાના રાજ્ય સરકાર અને નાગરિક સુરક્ષા વિભાગે જણાવ્યું છે કે હાલ એક વ્યક્તિ ગુમ છે અને બચાવ ટીમો સતત કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહી છે. ઘાયલ થયેલા લોકોને નજીકના શહેરોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં આશ્રયસ્થાન પણ બનાવવામાં આવ્યું છે.
A severe storm hit Londrina, northern Paraná in Brazil last night, with wind gusts reaching 93 km/h (58 mph), according to the city’s airport 👀 pic.twitter.com/lEZL0sQFx3
— Volcaholic 🌋 (@volcaholic1) November 8, 2025
ADVERTISEMENT
વીડિયો અને તસવીરો
સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો અને તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે લોકોના ઘરનો નાશ થયો છે. ઘણા ઘરોની છત ઉડી ગઈ છે, દિવાલો ધરાશાયી થઈ ગઈ છે અને આખું વિસ્તાર ખંડેરમાં ફેરવાઈ ગયું છે. કેટલાક લોકોએ જણાવ્યું કે વાવાઝોડા પહેલાં આકાશ અચાનક કાળો થઈ ગયો અને થોડા જ ક્ષણોમાં તોફાની પવન અને કરા સાથે વિનાશ શરૂ થઈ ગયો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્થાનિક પ્રશાસન અને સ્વયંસેવક સંસ્થાઓ રાહતકાર્યમાં જોડાઈ ગઈ છે. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. સરકાર તરફથી જાહેર કરાયું છે કે નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન હજી ચાલુ છે અને અસરગ્રસ્ત પરિવારોને મદદ પહોંચાડવા માટે ખાસ ફંડ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો