ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / ચીનના સોલાર માર્કેટમાં ભારતની એન્ટ્રી, આ કંપનીએ કરી 7000 કરોડની ડીલ, અમદાવાદ સાથે છે કનેક્શન

વિશ્વ / ચીનના સોલાર માર્કેટમાં ભારતની એન્ટ્રી, આ કંપનીએ કરી 7000 કરોડની ડીલ, અમદાવાદ સાથે છે કનેક્શન

Published By: Priykant Shrimali

Last Updated: 04:12 PM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Enters China Solar Market : આ સોદો ભારતના સૌર ઉદ્યોગ માટે માત્ર એક મોટી ક્ષણ નથી, પરંતુ તે એ પણ દર્શાવે છે કે, વિશ્વ હવે ભારતની વધતી જતી ટેકનિકલ અને ઉત્પાદન ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી રહ્યું છે

ADVERTISEMENT

India Enters China Solar Market : ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને એક નવો વેગ આપતો ઐતિહાસિક કરાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં ભારતે ચીનના સોલાર માર્કેટમાં એન્ટ્રી લીધી છે. વિગતો મુજબ INOXGFL ગ્રુપની સહાયક કંપની INOX Solar એ ચીનની અગ્રણી સૌર ઉર્જા કંપની Longi Green Energy Technology સાથે આશરે ₹7,000 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ INOX Solar આગામી ત્રણ વર્ષ દરમિયાન Longi ને 5 ગીગાવોટ સૌર મોડ્યુલ સપ્લાય કરશે.

આ સોદો ભારતના સૌર ઉદ્યોગ માટે માત્ર એક મોટી ક્ષણ નથી, પરંતુ તે એ પણ દર્શાવે છે કે, વિશ્વ હવે ભારતની વધતી જતી ટેકનિકલ અને ઉત્પાદન ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી રહ્યું છે, જેમાં ચીન જેવા ઉદ્યોગ મહાસત્તાઓનો પણ સમાવેશ થાય છે.

ઝડપથી સૌર ઉત્પાદન કેન્દ્ર બની રહ્યું છે ભારત

એક મીડિયા અહેવાલ મુજબ Longi Green Energy ભારતીય બજાર માટે INOX Solar પાસેથી સૌર મોડ્યુલ ખરીદશે. આ ભાગીદારી હેઠળ Longi પોતાની અદ્યતન તકનીકી કુશળતા અને વૈશ્વિક ગુણવત્તા ધોરણોનો અનુભવ INOX સાથે વહેંચશે, જેથી ભારતીય ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરણોને પૂર્ણ કરી શકે. આ ભાગીદારી એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત આયાત પરની તેની નિર્ભરતા ઘટાડવા માટે સ્થાનિક સૌર મોડ્યુલ ઉત્પાદનમાં તેજીથી વધારો કરી રહ્યું છે.

INOX Solarના વિસ્તરણના નવા અધ્યાય

INOX Solarએ તાજેતરમાં અમદાવાદ નજીક બાવળામાં પોતાનો નવો સોલાર મોડ્યુલ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કર્યો છે. આ પ્લાન્ટની પ્રથમ તબક્કાની ક્ષમતા 1.2 ગીગાવોટ છે, જેને આગામી તબક્કામાં વધારીને 3 ગીગાવોટ સુધી લઈ જવાની યોજના છે. આ સાથે ઓડિશાના ધેનકાનાલમાં 4.8 ગીગાવોટ ક્ષમતા ધરાવતા સોલાર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ પર પણ કામ ચાલી રહ્યું છે. આ સુવિધા ભારતને સૌર ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.

IPOની તૈયારી અને ભવિષ્યની દિશા

INOX Solarની પેરેન્ટ કંપની INOX Clean Energy પણ જાહેરમાં આવવાની તૈયારીમાં છે. કંપનીનો IPO આ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં લોન્ચ થવાની ધારણા છે. આ IPOથી કંપની ભારતના ઝડપથી વિકસતા સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવશે. હાલમાં ભારત પાસે 100 ગીગાવોટથી વધુ સૌર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા છે, જ્યારે સૌર સેલ ક્ષમતા આશરે 27 ગીગાવોટ છે, જે વર્ષના અંત સુધીમાં વધીને 40 ગીગાવોટ સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો : ધરતીથી થોડા જ અંતરે વૈજ્ઞાનિકોને હાથ લાગી વધુ એક 'પૃથ્વી'! શું ત્યાં જીવન શક્ય છે?

સરકારી નીતિઓથી સ્થાનિક ઉદ્યોગને વેગ

ભારત સરકારની આયાત જકાત, સ્થાનિક સામગ્રીની આવશ્યકતાઓ, અને PLI (Production Linked Incentive) જેવી નીતિઓએ સ્થાનિક સૌર ઉત્પાદન ક્ષેત્રને નવી દિશા આપી છે. આ નીતિઓના કારણે વૈશ્વિક કંપનીઓ હવે ભારતમાં ઉત્પાદન કરવા ઉત્સાહિત થઈ રહી છે. INOX અને Longi વચ્ચેનો આ ₹7,000 કરોડનો સોદો એ જ દિશામાં એક મોટું પગલું છે-જે ભારતને વિશ્વની સૌર ઉર્જા સપ્લાય ચેઇનમાં એક મજબૂત અને વિશ્વસનીય ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભું કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

China Solar Market Solar Industry INOX Solar

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ