ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:32 AM, 10 November 2025
ADVERTISEMENT
જો તમને દેશ-વિદેશમાં ફરવાનો શોખ હોય અને લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાની ઇચ્છા મનમાં હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજના સમયમાં કેટલાક દેશો એવા છે જ્યાં તમે 2025ના અંત સુધીમાં સરળતાથી અને ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરી શકો છો. આ બધા દેશો યુરોપિયન દેશો કરતા ખૂબ જ સસ્તા છે અને ભારતીય પ્રવાસીઓ માટે આદર્શ ગંતવ્ય છે. ચાલો જાણીએ એવા 5 દેશો વિશે જ્યાં તમે ઓછા ખર્ચે વિદેશ ફરવાનો આનંદ માણી શકો છો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતીય પ્રવાસીઓમાં સૌથી લોકપ્રિય સ્થાન એટલે થાઇલેન્ડ. ભલે તે બેચલર પાર્ટી હોય કે મિત્રો સાથે મજાની ટ્રિપ — થાઇલેન્ડ દરેક માટે પરફેક્ટ છે. અહીંના સુંદર દરિયાકિનારા, સ્ટ્રીટ ફૂડ અને નાઇટલાઇફ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. થાઇ સરકારના નિયમો મુજબ, ભારતીય નાગરિકો વિઝા વિના 60 દિવસ સુધી અહીં રહી શકે છે. રહેવા અને ખાવાનું અહીં ખૂબ સસ્તું છે — તમે સસ્તા દરે હોસ્ટેલ અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ સરળતાથી મેળવી શકો છો

ADVERTISEMENT
વિયેતનામ એ એવો દેશ છે જ્યાં તમે ખૂબ ઓછા પૈસામાં ફરવાની મજા લઈ શકો છો. અહીંનું વાતાવરણ સુરક્ષિત છે અને ભારતીય રૂપિયાની કિંમત અહીં વધારે છે. 1 ભારતીય રૂપિયામાં આશરે 299 વિયેતનામી ડોંગ મળે છે, એટલે કે અહીં તમારું બજેટ વધુ ચાલશે. રહેવાની વ્યવસ્થા, ખાવાનું અને સ્થાનિક પરિવહન — બધું જ સસ્તું છે. જો તમે પહેલીવાર વિદેશ પ્રવાસ પર જવા માંગતા હો, તો વિયેતનામ ઉત્તમ વિકલ્પ છે.
ADVERTISEMENT
શ્રીલંકા ભારતની નજીકનું સૌથી સુંદર દેશોમાંનું એક છે. સૌથી મોટી વાત એ છે કે ભારતીય નાગરિકો માટે અહીં વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી છે. એટલે કે, વિઝા માટે વધારાનો ખર્ચ કરવાની જરૂર નથી. અહીં હોટલના ભાવ 1,000 રૂપિયાથી શરૂ થાય છે અને ભોજન 200 થી 300 રૂપિયામાં મળી શકે છે. શ્રીલંકાના દરિયાકિનારા, ધોધો, સંગ્રહાલયો અને વન્યજીવન અભયારણ્ય પ્રવાસીઓને આકર્ષે છે. કેન્ડી તળાવ, સેન્ટ ક્લેર્સ ધોધ અને બામ્બરકાંડા ધોધ અહીંના મુખ્ય આકર્ષણો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતનો પાડોશી અને શાંતિપ્રિય દેશ — નેપાળ. કુદરતી સૌંદર્ય અને શાંતિનો અદભૂત સમન્વય અહીં જોવા મળે છે. અહીં ફરવું મોંઘું નથી અને ખાવા-પીવાના ખર્ચ પણ ખૂબ ઓછા છે. ફ્લાઇટ ટિકિટ લગભગ ₹8,000 સુધી મળે છે અને જો તમે રોડ ટ્રાવેલ કરો તો વધુ બચત થઈ શકે છે. હિમાલયની ગોદમાં વસેલો આ દેશ કુદરતપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.
તુર્કી છેલ્લા કેટલાક વર્ષોમાં પર્યટન માટે ખૂબ લોકપ્રિય બન્યું છે. જો તમે ઇસ્તંબુલમાં બજેટ પ્રમાણે રૂમ બુક કરો, તો તમારું પ્રવાસ ખૂબ જ સસ્તું બની શકે છે. અહીંના લોકપ્રિય કબાબ, સ્ટ્રીટ ફૂડ અને હોટ એર બેલૂન રાઇડનો આનંદ જરૂર માણજો.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો