ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / તો USમાં 40 દિવસમાં જ ખુલી જશે શટડાઉન! સીનેટમાં વોટિંગ પહેલા જ ડેમોક્રેટ્સે આપ્યા આ સંકેત

અમેરિકા શટડાઉન / તો USમાં 40 દિવસમાં જ ખુલી જશે શટડાઉન! સીનેટમાં વોટિંગ પહેલા જ ડેમોક્રેટ્સે આપ્યા આ સંકેત

Published By: Priyankka Triveddi

Last Updated: 07:58 AM, 10 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Shutdown: અમેરિકા છેલ્લા થોડા સમયથી શટડાઉનની સ્થિતિમાં છે તે વચ્ચે આજે રાહતના સમાચાર આવ્યા છે કે આજે અમેરિકાનુ શટડાઉન ખત્મ થઈ શકે છે.

ADVERTISEMENT

US Shutdown: અમેરિકામાં ચાલી રહેલા સરકારી શટડાઉનને 40 દિવસથી વધુ સમય વીતી ગયો છે પરંતુ હવે આશાની કિરણ દેખાઈ રહી છે. રવિવારે યુએસ સેનેટમાં યોજાનાર મતદાન આ સંકટનો અંત લાવી શકે છે. રિપબ્લિકન નેતા સેનેટર જોન થુને જણાવ્યું છે કે શટડાઉન સમાપ્ત કરવા માટે ડેમોક્રેટિક સભ્યો સાથે ચર્ચા ચાલી રહી છે, જો કે હજી અંતિમ સમજૂતી થઈ નથી. આ મતદાન સફળ થાય તો 40 દિવસથી બંધ સરકારી સેવાઓ ફરી શરૂ થઈ શકે છે.

ડેમોક્રેટ્સનો પ્રસ્તાવ: ઓબામાકેર સબસિડી એક વર્ષ માટે લંબાવવી

ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને સેનેટર ચક શુમરના નેતૃત્વ હેઠળ ડેમોક્રેટ્સે એફોર્ડેબલ કેર એક્ટ (ઓબામાકેર) હેઠળ આરોગ્ય વીમા સબસિડીને ઓછામાં ઓછા એક વર્ષ માટે લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સબસિડી નાગરિકો માટે આરોગ્ય વીમાને સસ્તું રાખવામાં મદદરૂપ બને છે. શરૂઆતમાં રિપબ્લિકન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દરખાસ્તને નકારી દીધી હતી, પરંતુ હવે તેઓ એવા નાણાકીય પેકેજ પર વિચાર કરી રહ્યા છે જે વેટરન્સ અને ફૂડ એઇડ જેવા વિભાગોને આખા વર્ષનું ફંડિંગ પૂરુ પાડે અને સરકારનું શટડાઉન સમાપ્ત કરવામાં મદદ કરે.

આ પણ વાંચો: ફિલિપાઈન્સમાં 230 કિમીની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું, 12 લાખથી વધુ લોકો બન્યા બેઘર

vtv app promotion

કોંગ્રેસમાં મતગણતરીનું ગણિત અને સેનેટ પ્રક્રિયા

યુએસ પ્રતિનિધિ ગૃહમાં બિલ પસાર કરવા માટે 435 સભ્યોમાંથી 218 મતોની જરૂર પડે છે. તાજેતરમાં સપ્ટેમ્બર 2025માં થયેલા સતત ઠરાવ 217-215 ની બહુમતીથી પાસ થયો હતો. બીજી બાજુ, સેનેટમાં ચર્ચા સમાપ્ત કરવા માટે “ક્લોચર” હેઠળ 60 મતોની જરૂર પડે છે, જેથી ફિલિબસ્ટર (અનંત ચર્ચા) અટકાવી શકાય. હાલ સેનેટમાં રિપબ્લિકન પાસે 53 બેઠકો છે, એટલે બિલ પસાર કરવા માટે તેમને ઓછામાં ઓછા 7 ડેમોક્રેટ્સ અથવા અપક્ષ સભ્યોનું સમર્થન મેળવવું પડશે. જો આવું બને, તો અમેરિકા ફરી સામાન્ય વહીવટી કામકાજ તરફ આગળ વધી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Democrats Donald Trump US Shutdown

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ