ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવ, ફેન્સિંગ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકોએ BSF જવાનો પર કર્યો પથ્થરમારો

વિશ્વ / ભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવ, ફેન્સિંગ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકોએ BSF જવાનો પર કર્યો પથ્થરમારો

Published By: Nidhi Panchal

Last Updated: 08:00 PM, 25 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગના કામ દરમિયાન અચાનક તણાવભર્યો માહોલ સર્જાયો હતો. બાંગ્લાદેશી નાગરિકોએ BSF જવાનો પર પથ્થરમારો કર્યો, છતાં જવાનોએ સંયમ જાળવી રાખ્યો.

ADVERTISEMENT

ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરી એકવાર તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. સરહદ વિસ્તારમાં BSF દ્વારા ચાલી રહેલા ફેન્સિંગના કામ દરમિયાન બાંગ્લાદેશના કેટલાક નાગરિકોએ અચાનક વિરોધ શરૂ કર્યો હતો. શરૂઆતમાં મૌખિક વિરોધ બાદ પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ અને BSF જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાને કારણે સરહદ વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ban

મળતી માહિતી અનુસાર, BSF દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદને વધુ સુરક્ષિત બનાવવા માટે ફેન્સિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન બાંગ્લાદેશ તરફથી કેટલાક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તેમણે કામ રોકવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પરિસ્થિતિ તંગ બનતા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો.

BSF જવાનોએ ખૂબ જ ધીરજ અને સંયમ દાખવ્યો

જોકે, સમગ્ર ઘટનામાં BSF જવાનોએ ખૂબ જ ધીરજ અને સંયમ દાખવ્યો હતો. પથ્થરમારો છતાં જવાનોએ કોઈપણ પ્રકારની આક્રમક કાર્યવાહી કરી નહોતી. મહત્વની વાત એ છે કે, પરિસ્થિતિ ગંભીર બનવા છતાં BSF તરફથી એક પણ ગોળી ચલાવવામાં આવી નહોતી. સુરક્ષા દળોએ માત્ર પોતાની સુરક્ષા જાળવી રાખીને વિસ્તારને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો.

સરહદની સુરક્ષા દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ

BSFના અધિકારીઓએ જણાવ્યું કે, સરહદની સુરક્ષા દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ફેન્સિંગનું કામ નિયમિત પ્રક્રિયા હેઠળ ચાલી રહ્યું છે. પથ્થરમારા છતાં જવાનો પોતાના કામ પર અડગ રહ્યા અને સુરક્ષા જાળવી રાખીને ફેન્સિંગનું કામ ચાલુ રાખ્યું હતું. આ ઘટનાએ BSF જવાનોની શાંતિપૂર્ણ કામગીરી અને સંયમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો : "મારી અને ટ્રમ્પની નીતિ એક જેવી, ઈરાન પાસે નહીં હોય પરમાણુ હથિયાર," તેહરાન સાથેના તણાવ વચ્ચે બોલ્યાં નેતન્યાહૂ

સ્થાનિક સ્તરે પણ આ ઘટનાને લઈને ચર્ચા શરૂ થઈ છે. સરહદ વિસ્તારોમાં આવી ઘટનાઓથી તણાવનું વાતાવરણ ઊભું થતું હોય છે, પરંતુ BSF દ્વારા સંયમપૂર્વક પરિસ્થિતિને કાબૂમાં રાખવાના કારણે મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી. સુરક્ષા એજન્સીઓ હવે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને સરહદ વિસ્તારમાં નજર વધુ કડક બનાવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stone Pelting BSF Bangladesh Border

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ