બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Women will get 35 percent reservation in government jobs in Madhya Pradesh

મોટો નિર્ણય / હવેથી આ રાજ્યમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં મળશે 35 % અનામત, ચૂંટણી પહેલા સરકારે ખેલ્યો માસ્ટરસ્ટ્રોક

Dinesh

Last Updated: 09:41 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MP Women reservation : મધ્યપ્રદેશમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળશે, આ અનામતની ફોર્મ્યુલા વન વિભાગ સિવાયના તમામ વિભાગોમાં લાગુ થશે.

  • મધ્યપ્રદેશમાં મહિલાઓને લઈ સરકારની મોટી જાહેરાત
  • નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત
  • વન વિભાગમાં આ અનામત લાગું પડશે નહી

MP Women reservation : મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે મહિલાઓને લઈને વધુ એક મોટો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે 35% સરકારી નોકરીઓમાં અનામત આપવામાં આવશે. શિવરાજની જાહેરાત બાદ સામાન્ય વહીવટ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય બાદ હવે મહિલાઓને સીધી ભરતીમાં 35 ટકા અનામત મળશે.

વન વિભાગને લાગુ પડશે નહીં
મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ મહિલાઓની નિમણૂક માટે વિશેષ જોગવાઈઓના નિયમ 1997માં સુધારો કરવામાં આવ્યો છે. વન વિભાગ સિવાયના તમામ વિભાગોમાં 35% અનામતની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મધ્ય પ્રદેશ સરકારનું વધુ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના આદેશ બાદ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.

લાડલી બહેના યોજના હેઠળ મહિલાઓને 1500 રૂપિયા મળે છે.
આ પહેલા પણ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે મહિલાઓ માટે અનેક મહત્વની જાહેરાત કરી ચુક્યા છે. લાડલી બહેના યોજના હેઠળ શિવરાજ સરકાર મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા આપે છે. શિવરાજ સિંહ ચૌહાણે પહેલા જ કહ્યું છે કે આ રકમ ભવિષ્યમાં વધારવામાં આવશે અને તે દર મહિને 3000 રૂપિયા સુધીની થઈ શકે છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળના નાણાં તબક્કાવાર વધારવામાં આવશે. 

ચૂંટણી પહેલા મોટી જાહેરાત
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. રાજ્યની ભાજપ સરકાર મહિલાઓ માટે વિવિધ જાહેરાતો કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ તેના ઢંઢેરામાં મહિલાઓને મહત્ત્વનું સ્થાન આપી રહી છે. આપણે આંકડાઓ પર નજર કરીએ તો જાણવા મળે છે કે રાજ્યમાં કુલ 2.6 કરોડથી વધુ મહિલા મતદાતાઓ છે અને બંને પક્ષો આ વોટ બેંકને જીતવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ