બ્રેકિંગ ન્યુઝ
Ajit Jadeja
Last Updated: 10:57 PM, 17 April 2024
સ્ત્રીઓ પોતાના હોઠની સુંદરતાનો ખાસ ખ્યાલ રાખે છે. પરંતુ આ હોઠની સુંદરતા વધારવા દરરોજ લિપસ્ટિકનો ઉપયોગ ભારે પડી શકે છે. લિપસ્ટિક રોજ લગાવવાની શરીરમાં પાચ નુકશાન થઇ શકે છે. લિપસ્ટિક લગાવાથી મેકઅપ લુકમાં ચારચાદ લાગી જાય છે અને ચહેરા પર ખુબસુરતી પણ આવે છે.લિપસ્ટિકમાં ઘણા કલર જોવા મળે છે. પરંતુ રોજ લિપસ્ટિક લગાવવી ખતરા સમાન છે.
ADVERTISEMENT
કેમિકલ યુક્ત
લિપસ્ટિકમાં પૈથાલેટ્સ અને લેડ નામના કેમિકલ હોય છે. જે શરીરને માટે નુકશાન કારક હોય છે. તેનાથી ઘણી બિમારીઓ થઇ શકે છે.
ADVERTISEMENT
શું નુકશાન થાય છે ?
જો તમે પણ લિપસ્ટિક રોજ લગાવો છો તો સતર્ક થઇ જજો. ચાલો આનાથી થતા પાંચ નુકશન અંગે તમને જણાવીએ.
1. લિપસ્ટિકમાં એવા કેમિકલ હોય છે. જેનાથી શરીરમાં ટોક્સિન ઉત્પન્ન થાય છે. ટોક્સિન વધુ હોય તો ઘણી બિમારી થઇ શકે છે.
2. લિપસ્ટિકથી હોઠ પર એલર્જી પણ થઇ શકે છે. હોઠ પર દાણા અને ખુજલી જેવી સમસ્યા થઇ શકે છે.
3. રિસર્ચ અનુસાર લિપસ્ટિક લગાવતી મહિલાઓને કેન્સર થવાની સંભાવના રહે છે.
4. લિપસ્ટિકથી તમારી કિડની પણ ફેલ થઇ શકે છે. લિપસ્ટિકમા રહેલા કૈડમિયમ કેમિકલને કારણે કિડની સંબંધીત સમસ્યાઓ થઇ શકે છે.
5. રોજ લિપસ્ટિક લગાવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થઇ શકે છે.
શું કરવું ?
લિપસ્ટિક ખરીદતા પહેલા હંમેશા ધ્યાન રાખવું જોઇએ કે આ લિપસ્ટિકમાં કેમિકલનું પ્રમાણ ન હોવું જોઇએ. સારા બ્રાન્ડની લિપસ્ટિક જ ખરીદવી અને લગાવવી જોઇએ.
લિપ બામ
લિપસ્ટિક રોજ લગાવવા કરતા તમે લિપ બામ લગાવવાની આદત પાડવી જોઇએ. તેનાથી હોઠને નુકશાન નહી થાય. પ્રોગ્રેસીમાં લિપસ્ટિક લગાવવાથી બચવું જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.