બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Ambani family's big heart: made 'infinite donation' on Ram Navami, gave Rs 500 lakh to the temple

Donation / અંબાણી પરિવારનું મોટું મન: રામનવમી પર કર્યું 'અનંત દાન', 500 લાખ મંદિરમાં આપ્યા

Vishal Dave

Last Updated: 07:03 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંત અંબાણીએ બે મંદિરોને અઢી-અઢી કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ દરેક જગ્યાએ લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે

આજે દેશભરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ અવસર પર લોકો મન મુકીને દાન-ધર્મનું કામ કરી રહ્યા છે.. આ દરમિયાન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ કંઈક એવું કર્યું જે ચર્ચામાં આવી ગયું. તેમણે રામ નવમીના અવસર પર દિલ ખોલીને દાન કર્યું.  અનંત અંબાણીએ બે મંદિરોને અઢી-અઢી કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ દરેક જગ્યાએ લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

પુરીના જગન્નાથ મંદિરમાં 2.51 કરોડનું દાન 

વિરલ બયાનીની પોસ્ટ અને ડીએનએ રિપોર્ટ અનુસાર, અનંત અંબાણી ગઈકાલે રાત્રે પુરીના જગન્નાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં, સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ મંદિરમાં 2.51 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અનંત મંગળવારે મોડી રાત્રે 10.30 વાગ્યે ઝેડ પ્લસ સુરક્ષા સાથે મંદિર પહોંચ્યા હતા. 

 

કામાખ્યા દેવીના મંદિરમાં 2.51 કરોડનું દાન 
જગન્નાથ મંદિરના દર્શન કર્યા બાદ તેઓ આસામ જવા રવાના થયા હતા. અહીં પહોંચ્યા બાદ તેમણે કામાખ્યા દેવીના દર્શન કર્યા અને અહીં પણ 2.51 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું. જો કે અંબાણીએ કેટલું દાન આપ્યું છે તે અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

અગાઉ પણ અંબાણી પરિવાર દ્વારા મોટુ દાન કરાયુ હતું 
આ પહેલીવાર નથી કે જ્યારે અંબાણી પરિવાર દ્વારા દાન- પુણ્ય જેવુ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હોય . આ પહેલા પણ તેઓ આવા ઉમદા કાર્ય કરતા આવ્યા છે. અગાઉ મુકેશ અંબાણીએ કેદારનાથ-બદ્રીનાથ મંદિર માટે 5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આ સિવાય અનંત અંબાણીએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી હતી.  ઓક્ટોબર 2020માં અનંતે ચાર ધામ દેવસ્થાન મેનેજમેન્ટ બોર્ડને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. 

ચર્ચામાં અનંત અંબાણી 
અનંત અંબાણી હાલમાં જ તેમના લગ્નને લઈને પણ ચર્ચામાં છે. તે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ગયા મહિને જ તેની રિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. જામનગરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અંબાણી પરિવારે તેમના ગામના લગભગ 50 હજાર લોકો માટે અન્ન દાનનું આયોજન પણ કર્યું હતું. આ પ્રિ વેડીંગનો કાર્યક્રમ 3 દિવસ સુધી ચાલ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Ambani Family Anant Ambani Jagannath Puri Ram Navami donation Donation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ