ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:08 PM, 3 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
બ્રા પહેરવી તે મહિલાઓ માટે અસુવિધાજનક હોય છે. જેના કારણે મહિલાઓના સ્તન નીચે પરસેવો, ચકામા થઈ શકે છે. તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાને બ્રેસ્ટમાં બ્રાના કારણે ઈજા થતા 8 દિવસ સુધી કોમામાં રહેવું પડ્યું હતું. માંસ ખાનાર એક બેક્ટેરિયા સ્તન પર થયેલ ઈજાને કારણે શરીરમાં પ્રવેશી ગયો હતો. આ મહિલા સ્કોટલેન્ડની છે અને તેનું નામ સિલ્વિયા હૈલ્ક્રો છે.
મહિલા જણાવે છે કે, બ્રામાં રહેલ મેટલને કારણે મહિલાને ઈજા થઈ હતી. આ કારણોસર તેને નેક્રોટાઈજિંગ ફાસિસાઈટિસ સંક્રમણ થઈ ગયું હતું. ડોકટરને આ દર્શાવતા ડોકટરે એન્ટીબાયોટિક દવા આપી હતી. દુખાવો વધી જતા તે મહિલાએ એક નર્સને તેનું સ્તન બતાવ્યું જેથી તેને કોઈ ઘાતક બિમારી હોવાનું જાણવા મળ્યું છે. ડોકટરો જમણા સ્તન પર થયેલ ઈજાની તપાસ કરી પરંતુ, કંઈ જાણવા ના મળ્યું. અનેક તપાસ તથા અનેક સ્કેન કરવામાં આવ્યા. દુખાવાની દવાઓ પણ આપી, પરંતુ તેની કોઈ અસર થઈ નહોતી.
ADVERTISEMENT
ડોકટરો વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, તેને નેક્રોટાઈજિંગ ફાસિસાઈટિસ ઈન્ફેક્શન હોવાનું જાણવા મળ્યું. સિલ્વિયાએ વધુમાં જણાવ્યું કે, એબરડીન રોયલ ઈન્ફર્મરી માંસ ખાતા બેક્ટેરિયા હટાવવા માટે સિલ્વિયાને સર્જરી માટે તૈયાર કરી. સિલ્વિયાએ વધુમાં જણાવ્યું કે, ‘ડોકટરોએ મને મેડિકલી કોમામાં નાખી. ત્યારપછી હું બેભાન હતી. તે સમયે માંસ ખાનાર બેક્ટેરિયા હટાવવા માટે મારી બે વાર સર્જરી કરવામાં આવી.’
સિલ્વિયાએ સર્જરી વિશે જણાવતા કહ્યું છે કે, ‘મને ખરેખર ખુશી છે કે, હું બેભાન હતી. મને લાગે છે કે, હું કોમામાં જતી રહી હતી. કોમામાંતી બહાર આવી તો મેડિકલી ખૂબ જ સ્ટેબલ હતી, પરંતુ ઈમોશનલી તૂટી ગઈ હતી.’ સિલ્વિયા 8 દિવસ પછી કોમામાંથી બહાર આવી અને ત્રણ સપ્તાહ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું ત્યારપછી ઘરે જવાની પરમિશન આપબવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ