બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / woman stripped to underwear and tried to storm flight cockpit

OMG / ઊડતી ફ્લાઇટમાં કપડાં કાઢી મહિલાએ કહ્યું ધમાકો થશે, મોત માટે તૈયાર... મચી ગયો હડકંપ

Published By: Premal

Last Updated: 03:54 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલાએ ફ્લાઈટ ટેકઑફ થયાના થોડા સમય બાદ પોતાના કપડા ઉતારી નાખ્યા. તે અંડરવેરમાં બૂમો પાડીને કોકપિટનો દરવાજો ખટખટાવા માંડી. મહિલાએ જણાવ્યું કે તેના માતા-પિતા આતંકી સંગઠન ISISના સભ્ય રહી ચૂક્યા છે.

  • એક મહિલાએ ઉડાન દરમ્યાન તેના કપડા ઉતારી નાખ્યાં
  • આ મહિલા કોકપિટનો દરવાજો અથડાવવા માંડી
  • મહિલાએ કહ્યું, બાળકોના મોત માટે તૈયાર રહો

ફ્લાઈટમાં એક મહિલાએ તેના કપડા ઉતારી નાખ્યાં

મહિલાને ક્રૂ મેમ્બર્સ કાબુ કરી શકતા નહોતા. પરંતુ એક શખ્સે હિંમત બતાવી. ફ્લાઈટમાં ઉડાન દરમ્યાન એક મહિલાએ તેના કપડા ઉતારી નાખ્યા. પછી તે જોરજોરથી બૂમો પાડીને ફ્લાઈટની કોકપિટ બાજુ ભાગી. મહિલાએ બે વખત કૉકપિટમાં ઘુસવાનો પ્રયાસ કર્યો. પરંતુ એક શખ્સે તેને અટકાવી.

મહિલાને સિક્યોરિટી ઑફિસર્સ લઇ ગયા

આ ફ્લાઈટ સાઇપ્રસથી માન્ચેસ્ટર જતી હતી. 35 વર્ષના ફિલિપ ઓ બ્રાયને મહિલાને કૉકપિટમાં જતા રોકી. પછી આ Jet2 એરલાઈન્સની ફ્લાઈટમાં મહિલાને કાબુ કરવામાં તેમણે ક્રૂ મેમ્બર્સની મદદ કરી. 30 વર્ષની મહિલાનો આરોપ હતો કે પ્લેનમાં વિસ્ફોટક છે અને તેણે બાળકોના મોત માટે તૈયાર રહેવા માટે કહ્યું હતુ. મહિલાએ એવુ પણ કહ્યું કે તેના માતા-પિતા આતંકી સંગઠનના મેમ્બર રહી ચૂક્યા છે. ત્યારબાદ પાયલટે ફ્લાઈટને ડાયવર્ટ કરી અને તેને પેરિસમાં ઉતારી દીધી. ત્યારબાદ મહિલાને સિક્યોરિટી ઑફિસર્સ લઇ ગયા. 

મહિલા કોકપીટનો દરવાજો અથડાવવા લાગી 

ઉલ્લેખનીય છે કે ફિલિપ ઓ બ્રાયન એક ડ્રેનેજ ફર્મના માલિક છે. આ ટીનએજમાં સિક્યોરિટીમાં કામ કરતા હતા. આ ફ્લાઈટમાં તેઓ પોતાના છ ફેમિલી મેમ્બરની સાથે ટ્રાવેલ કરી રહ્યાં હતા. જેમાં તેમની પત્ની અને 8 થી 14 વર્ષના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઓ બ્રાયને કહ્યુું, બધુ નોર્મલ હતુ. પછી ટેકઑફ થયાના થોડા સમય બાદ એક મહિલા નગ્ન અવસ્થામાં બેઠકોની વચ્ચે બનેલી જગ્યામાંથી આગળ આવી અને મોટે મોટેથી બૂમો પાડીને કોકપીટનો દરવાજો અથડાવવા લાગી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Flight ISIS Woman in Flight મહિલા Woman in Flight

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ