બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મહિલા પંડિત જોઈને ફેન્સે કમેન્ટ કરી
દીયા મિર્ઝાના લગ્નમાં તે વર-વધુનાં લુક ઉપરાંત અન્ય એક બાબતે પણ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. દીયાનાં લગ્ન કોઈ પુરુષ પંડિતે નહીં પણ મહિલા પંડિતે કર્યાં હતા. જે તસવીર જોઈને દીયાનાં ઘણાં ફેન્સે તેનાં વખાણ કર્યાં હતા જ્યારે અમુક ફેન્સે તો કહ્યું કે દીયા સાચા અર્થમાં ફેમિનિઝ્મને ફોલો કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દીયા મિર્ઝાએ લગ્નની તસવીર શેર કરી
ADVERTISEMENT
દીયા મિર્ઝાએ તેનાં લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી પોસ્ટમાં લખ્યું હતું કે, પ્રેમ એક સંપૂર્ણ ચક્ર છે જેને આપણે ઘર કહીએ છીએ. તેની પુકારને સાંભળવી તેનાં માટે દરવાજો ખોલવો અને પછી તેની સાથે મુલાકાત કરવી તે પણ જાદુઈ છે. વધુમાં દીયાએ લખ્યું કે, સ્વયમનાં સંપૂર્ણ થવાનાં આ પળને તમારી સાથે શેર કરી રહી છું. મારો પરિવાર મોટો થઈ ગયો છે. ઈશ્વર કરે કે દર ટૂકડાને તેનાં પૂરક ટૂકડા મળી જાય. દરેક અધૂરા દીલ પૂરા થઈ જાય અને ઈશ્કનો જાદુ આપણી આસપાસ ઘટતો રહે.
ADVERTISEMENT
કમેન્ટ બોક્સમાં ફેન્સે પ્રતિક્રિયાઓ આપી
ADVERTISEMENT
દીયા મિર્ઝાની તસવીરોમાં તે તેનાં પતિ વૈભવની પાસે બેસેલી જોવા મળે છે. બંને પતિ-પત્ની હવન કુંડમાં આહુતિ આપી રહ્યા છે અને પાસે બેસેલી પંડીતાઈન હવન કુંડમાં આહુતી આપી રહી છે. જેને ફેન્સે ખૂબ જલ્દી નોટીસ કરી લીધુ અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં ઘણાં ફેન્સે આ અંગે પ્રતિક્રિયાઓ આપી. એક યુઝરે લખ્યુ કે, પંડિતાણી.. આ તો સાચા અર્થમાં ફેમિનિઝમને જીવે છે. એક યુઝરે લખ્યુ કે મહિલા પંડિતજી તો પહેલી વાર જાઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.